Home Blog

વલસાડના અબ્રામામાં પિયરમાં પતિ સાથે રહેતી પત્નીની પતિએ હત્યા કરી…

0

વલસાડના અબ્રામા વિસ્તારમાં આવેલી મારબલની
દુકાનમાં છૂટક મજૂરી કામ કરતા પરિવારની મોટી
દીકરીએ કોર્ટ મેરેજ કર્યા હતા. યુવકના માતા પિતા
પુત્રવધુને સ્વીકારવા તૈયાર ન હતા. જેથી યુવક તેના
સાસરે પત્ની અને સાસુ સસરા સાથે રહેતો હતો
રવિવારે બપોરે દીકરી જમાઈને સુતેલા જોઈ સસરા
છૂટક મજૂરી કરવા ગયા હતા. જે બાદ પરત ફર્યા
ત્યારે દીકરી ને બેડ ઉપર બેભાન હાલતમાં મળી હતી.
તેમજ મહિલાના ગળાના ભાગે ઇજાના નિશાન જોવા
મળ્યા હતા. નજીકની હોસ્પિટલમાં સારવાર માટે
ખસેડતા ફરજ ઉપરના હાજર તબીબે યુવતીને મૃત
જાહેર કરી હતી. યુવતીની લાશનું PM કરાવતા ગળું
દબાવી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જેથી
યુવતીના પિતાએ જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

હતી.
વલસાડના અબ્રામા વિસ્તારમાં રહેતા શ્રમિક
અનિલભાઈ કિશનભાઈ રાઠોડ તેમની 2 દીકરીઓ
અને પત્ની સાથે રહે છે. અબ્રામા ખાતે આવેલી
માર્બલની દુકાનમાં છૂટક મજૂરી કરી પરિવારનું
ગુજરાન ચલાવે છે. તેમની પત્ની ઘરકામ કરવા
જાય છે. 22 વર્ષીય તેમની મોટી દીકરી જિજ્ઞાએ

14 ડિસેમ્બર 2023ના રોજ વૈભવ નાયકા સાથે
કોર્ટ મેરેજ કર્યા હતા. જે બાદ વૈભવના પરિવારના
સભ્યો જિજ્ઞાને સ્વીકારવા તૈયાર ન હતા. જેથી
વૈભવ થોડા દિવસ તેના સાસરે અને થોડા દિવસ
જૂજવાં ખાતે રહેતા મામાના ઘરે રહેતો હતો. જિજ્ઞા
વાવ ફળીયામાં આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી
કરતી હતી. જિજ્ઞા અને વૈભવ વચ્ચે લગ્નના માત્ર 4
માસમાં છૂટાછેડા લેવા જેવી બાબતે ઝઘડાઓ થતા
હતા. છુટાછેડા આપવા માટે વૈભવ વારંવાર મેરેજ
સર્ટી માંગતો હતો. અને જિજ્ઞા તેની સાસરીમાં તેને
સ્વીકારતા ન હોવાથી મનમાં દુઃખ થતું હતું. જિજ્ઞાની
બહેન અને માતા 19 એપ્રિલના રોજ જિજ્ઞાના નાના
ના ઘરે કામ અર્થે ગયા હતા. અને 20 એપ્રિલના રોજ
અનિલભાઈ છૂટક મજૂરી કરવા ગયા હતા. બપોરે
આવ્યા ત્યારે ઘરમાં કોઈ ન હતું.જેથી અનિલભાઈ
સુઈ ગયા હતા.
અનિલભાઈ બપોરે 3 વાગે ઉઠયા ત્યારે દીકરી જિજ્ઞા
અને વૈભગ બેડરૂમની સેટી ઉપર સુતા હતા. અને
અનિલભાઈ છૂટક મજૂરી કરવા ગયા હતા. છૂટક
મજૂરી કરીને ઘરે 4 કલાકે આવ્યા ત્યારે ઘરની બહાર
ભીડ જોઈ હતી. ઘરમાં જઈને ચેક કરતા જિજ્ઞા સેટી
ઉપર સતેલી હતી. અનિલભાઈની પત્ની અને નાની

દીકરી તેમજ વૈભવ ઘરે હજાર હતા અને જિજ્ઞાને
ઉઠાડવાનો પ્રયાસ કરતા હતા. અનિલભાઈએ શુ થયું
તેમ પૂછતાં જિજ્ઞા ઉઠતી નથી તેમ અનિલભાઈની
પત્નીએ જણાવ્યું હતું. જિજ્ઞાની ગરદન ઉપર ઇજાના
નિશાનો જોવા મળ્યા હતા. ઘટના અંગે સ્થાનિક
લોકોએ 108 બોલાવી હતો. જિજ્ઞાને 108માં
નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. ખાનગી
હોસ્પિટલમાં ફરજ ઉપર હાજર તબીબે જિજ્ઞાને મૃત
જાહેર કરી હતી. ઘટના અને સીટી પોલીસની ટીમને
ઘટનાની જાણ થતાં સીટી પોલીસે લાશનો કબ્જો
મેળવી આગળની તપાસ હાથ ધરી છે. વલસાડ
સિવિલ હોસ્પિટલ ખાતે જિજ્ઞાની લાશનું PM કરાવતા
જિજ્ઞાનું ગાળું દબાવવાથી હત્યા થઈ હોવાનું પ્રાથમિક
તારણ PM ના પ્રાથમિક રિપોર્ટમાં જાણવા મળ્યું
હતું. વલસાડ સીટી પોલીસે જિજ્ઞાનની લાશનું PM
થયા બાદ લાશનો કબ્જો પરિવારને સોંપ્યો હતો.
PM રિપોર્ટના આધારે જિજ્ઞાના પિતા અનિલભાઈએ
જમાઈ વૈભવ સુરેશ નાયકાએ જિજ્ઞાનું ગળું દબાવી
હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.
વૈભવે જિજ્ઞા સાથે છૂટાછેડા લેવા માટે મેરેજ સર્ટીની
જરૂર હતી. જે જિજ્ઞા પાસે મેરેજ સર્ટી હોવાથી જિજ્ઞા
વૈભવને મેરેજ સર્ટી આપતી ન હતી. રવિવારે બંને

વૈભવે જિજ્ઞા સાથે છૂટાછેડા લેવા માટે મેરેજ સર્ટીની
જરૂર હતી. જે જિજ્ઞા પાસે મેરેજ સર્ટી હોવાથી જિજ્ઞા
વૈભવને મેરેજ સર્ટી આપતી ન હતી. રવિવારે બંને
વચ્ચે છૂટાછેડા લેવાના મુદ્દે ઝઘડો થયો હશે. જેમાં
વૈભવે જિજ્ઞાનું ગળું દબાવી હત્યા કરી હશે તેવી
આશંકા અનિલભાઈએ FIRમાં દર્શાવી હતી.
વલસાડ સીટી પોલીસ મથકના ઇન્ચાર્જ PI ભાવિક
જીતિયા અને DySP એ કે વર્માએ જિજ્ઞાના
પરિવારના સભ્યો અને વૈભવના પરિવારના સભ્યો
અને વૈભવનું નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી
છે. નિવેદનના આધારે કેસની ઝીણવટ ભરી તપાસ
હાથ ધરી છે.

આપણી હયાતીનું પ્રમાણ. પવન પુત્ર તરીકે જોઈએ તો હનુમાનજીનો પ્રકૃતિ સાથે સીધો સંબંધ છે. : ફાલ્ગુની વસાવડા

0

હનુમાન જયંતી એ હનુમાનજી ને સ્મીરીએ, કારણ કે હનુમાનજી જ છે આપણી હયાતીનું પ્રમાણ.

હનુમાન જયંતીના દિવસે પૂજા કરવાથી વ્યક્તિને દરેક દોષ, કષ્ટ, સંકટ અને શત્રુઓથી મુક્તિ મળે છે. પૌરાણિક કથાઓ અનુસાર, હનુમાનજી આજે પણ કળયુગમાં જીવિત છે. તેઓ એ 7 ચિરંજીવીઓમાંથી એક છે, જેમને અમરત્વનું વરદાન મળ્યું છે.

હિન્દુસ્તાનની ધરતી પર વિવિધ દેવી-દેવતાઓને ઈશ્વર તરીકે સ્વીકારવામાં આવ્યા છે, એમાં મુખ્યત્વે રામ ક્રિષ્ન શંકર અને દુર્ગાના સ્વરૂપો ઈશ્વર તરીકે પૂજાય છે. પરંતુ આ દેશમાં ગણેશ અને હનુમાનનેં એ પણ એટલું જ મહત્વ આપવામાં આવે છે. ચૈત્ર સુદ પૂનમના દિવસને આપણે ત્યાં હનુમાન જયંતી તરીકે ઉજવવામાં આવે છે, હનુમાન એક બંદર હતાં, અને રામાયણ કાળમાં ભગવાન શ્રીરામની મદદ કરી હતી, અથવા તો શંકર અવતાર હતા,આવી ઉપલબ્ધ વાતોની ‌જ ખબર છે. પરંતુ હનુમાનજી માનવીય જીવનનો મુખ્ય આધાર છે,અને હનુમાન એ અન્ય દેવી દેવતાઓની જેમ માત્ર કલ્પના કે અનુમાન નથી, પરંતુ પવન પુત્ર હોવાથી પ્રત્યક્ષ દેવ તરીકે સ્વીકાર્યા છે, અને હનુમાન જ છે આપણી હયાતીનું પ્રમાણ. પવન પુત્ર તરીકે જોઈએ તો હનુમાનજીનો પ્રકૃતિ સાથે સીધો સંબંધ છે, અને સૃષ્ટિ સર્જન માટે ઉપયોગી છે. આજકાલ તો હવે ગ્લોબલ વોર્મિંગને કારણે ઋતુ પ્રભાવ વધતો જાય છે, એટલે થોડું મુશ્કેલ છે,પણ બાકી ચૈત્રના તડકા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ શુભકારી માનવામાં આવે છે, અને આખા વર્ષનું વિટામિન ડી સૂર્ય ઉપાસનાથી પ્રાપ્ત થાય છે. પ્રદૂષણને કારણે વાતાવરણમાં ઓક્સિજનની કમી પણ વરતાઈ રહી છે, અને એ બધુ સરભર કરવા માટે બહુ લાંબો સમય જાય તેમ છે. પ્રત્યેક જણાએ હવે પોતાનું અસ્તિત્વ બચાવવાં માટે પ્રકૃતિ સન્મુખ થઈ આ સમસ્યાનું નિવારણ કરવું પડશે, તો જ આગળ ઉપર આપણે સુરક્ષિત જીવી શકીશું. પ્રકૃતિ નિસ્વાર્થ પ્રેમમાં માનનારી છે, અને એટલે જ આપણી તરફથી થતી આટલી ઉપેક્ષા છતાં, તે ક્યારેય પોતાના કર્તવ્યથી વિમુખ થતી નથી. જેમકે સૂર્ય પોતાનાં નિયત સમયે ઉદય પામે છે, અને નિયત સમયે અસ્ત પામે છે. ચંદ્ર પણ એકમથી પૂનમ, અને પૂનમથી એકમ એમ પોતાની નિશ્ચિત ધરી પર પરિભ્રમણ કરે છે. પૃથ્વી પણ ટાઢ, તડકો, વરસાદ બધું સહન કરે સંતુલન રાખીને પોતાની ધરી પર પરિભ્રમણ કરે છે, પવન નિયત વેગથી આપણી આસપાસ લહેરાય છે. પાણી આજે પણ આપણને ઠંડક પ્રદાન કરે છે, અને તૃપ્ત કરે છે, આકાશ આજે પણ છત બની આપણું રક્ષણ કરે છે, અને આપણને વિશાળતાથી સ્વીકારે છે,અને માનવી છે કે એને આ બધું દેખાતું નથી. પણ ક્યાં સુધી પ્રકૃતિ રુપે પવન આમ નિસ્વાર્થ પ્રેમ કરી શકશે? કારણ કે દિવસે ને દિવસે તેના અસ્તિત્વ પર પ્રદૂષણ રૂપી ધા થતા રહે છે. ખેર છોડો! આપણે વિષયમાં પ્રવેશ કરીએ, એટલે કે આજે હનુમાન જયંતી છે તો હનુમાન એ કેવળ અનુમાન નથી, પરંતુ પ્રત્યક્ષ પ્રતીતિ કરાવનાર દેવ છે એ વિશે આજે આપણે ચિંતનમાં વાત કરીશું.

રામાયણની કથાથી સૌ કોઈ વાકેફ છે, અને હનુમાન ચરિત્રથી પણ વાકેફ છે. એટલે કે ત્રેતા યુગમાં જ્યારે ભગવાન શ્રી રામ સીતાજીની શોધ માટે ભટકતા હતાં, ત્યારે કિષકીન્ધામાં હનુમાન સાથે તેમનું મિલન થયું, અને હનુમાન એટલે કે જે કેસરીનંદન, અંજની સૂત અને પવનસુત ના નામે ઓળખાય છે, તેમણે ભગવાન શ્રીરામના આ ભાગીરથ કાર્યમાં પોતાનો સહયોગ આપ્યો. હનુમાનજીએ ભગવાન રામને સાથ આપી,અને સીતાની શોધ કરી ,લંકા પર વિજય પ્રાપ્ત કરી, સીતાજી ને પાછા મેળવ્યા. મૂળ રીતે આ કથાનક છે, પરંતુ આપણે સૌ જાણીએ છીએ, તેમ હનુમાન એ શિવ અવતાર છે, અને રુદ્રના અગિયારમા અવતાર તરીકે તેને માનવામાં આવે છે. શંકરનાં ઇષ્ટદેવ ભગવાન શ્રીરામ છે, અને એ રીતે હનુમાન પોતાના ઇષ્ટદેવની સેવા સ્વીકારે છે. તેમને માતા સીતા તરફથી અજર-અમર ના આશીર્વાદ પ્રાપ્ત થયા છે, અને જ્યારે રામ વિદાય લઈ રહ્યા હતાં, ત્યારે હનુમાનજીએ કહ્યું કે પૃથ્વી પર રામનામ જ્યાં સુધી રહેશે, ત્યાં સુધી પોતે પણ પૃથ્વી પર જ રહેશે, અને આમ તે આજે પણ અહીં વસે છે.

ભગવાન રામ ઈચ્છતા હતા કે ધરતી પર ભક્તિનો મહિમા વધે અને સૌ ભક્તિ તરફ વળે, એટલે હનુમાન દ્વારા પોતાના કરતાં પણ રામનામને વધુ મહત્વ અપાયું છે. હનુમાનજી જ્યારે સીતાજીની શોધ કરવાં માટે ગયાં, ત્યારે તેમણે સમુદ્ર લાઘ્યો હતો, એ વાત આપણે સૌ જાણીએ છીએ. હનુમાનજીના મનમાં અધર્મી રાવણના સકંજામાં સપડાયેલી સીતા મૈયાને છોડાવવાનો શુદ્ધ સંકલ્પ હતો, અને મુખમાં પોતાના ઈષ્ટદેવ રામનું નામ હતું. એટલે કે સત્ય અને સત્ય સાક્ષી બન્નેનું અનુગમન હતું, એટલે તેનામાં સમુદ્રને લાંઘી શકવાની શક્તિ હતી. જ્યારે આપણે સૌ જાણીએ છીએ, કે ભગવાન શ્રીરામ લંકા પર વિજય પ્રાપ્ત કરવા સમુદ્ર કિનારે પહોંચ્યાં, તો તેમને સમુદ્ર પર સેતુ બાંધીને જવું પડ્યું. એટલે જ ભગવાન કરતાં ભગવાનના નામનો મહિમા ગવાયો છે, ભગવાન તત્વને પામવા માટે પણ ભગવાનના નામનો જ સહારો અતિ ઉત્તમ છે, અને એ પણ કળિયુગમાં તો એક માત્ર સાધન બતાવાયું છે. આમ પણ રામ સુધી પહોંચવું હોય તો રામ ના દ્વારપાળ હનુમાન પાસે ગયા વગર ચાલતું નથી, અને હનુમંત સાધના થકી જ તેનાં હૃદયમાં બિરાજમાન રામ લક્ષ્મણ જાનકી સુધી પહોંચાય છે. હનુમાન શંકર સ્વરૂપ હોવાથી તેની સાધના પણ સીધી સાદી છે, એટલે કે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી આપણે તેની પ્રતીતિ કરી શકીએ છીએ. આપણી મલિનતા ઓછી થતી જાય છે, આપણી છાતી મજબૂત થતી જાય છે, એટલે કે સાહસ વૃત્તિ વધે છે. શક્તિ વધે છે, અને સત્યનુ અનુગમન કરવાની પૂર્ણ નિષ્ઠા પણ પ્રબળ બને છે, એટલે જ હનુમાન એ કેવળ અનુમાન નથી પરંતુ એક પ્રત્યક્ષ દેવ છે.

આજકાલ સમાજમાં અધર્મની પરાકાષ્ઠા છે,અને ધર્મ ને નામે પણ બોલી લાગે છે. પરંતુ દુનિયા અને સંસાર છે ત્યાં આવું બધું તો રહેવાનુ જ. આપણે આપણા સત્યને વળગી રહેવાનું, કોઈ કહે એટલે કંઈ આપણે સત્ય છોડી થોડું દેવાય ?, આપણા આત્મોદ્ધાર કે આત્મકલ્યાણનું ન વિચારીએ, તો પણ પૃથ્વી પર રામનામ બની રહે એ માટે હનુમાનની મંત્ર ઉપાસના કે સાધના કરવી પડે, બને તો તંત્ર સાધનામાં જવું નહીં. આમ પણ હનુમાન એ પ્રાણ સંકટ હરનારા દેવ છે, તો જ્યારે જ્યારે કપરી પરિસ્થિતિ આવશે, ત્યારે એ આપણને સંભાળી લેશે, એ ભરોસા સાથે આપણે હનુમંત સાધના કરવાની છે, અને હનુમંત ચરિત્રને ધરા પર રાખીને આ હિન્દુ રાષ્ટ્રનો, શ્રીરામનો જય ઘોષ કરવાનો છે. આમ પણ આપણી સંસ્કૃતિ આપણને આ જ શીખવી રહી છે, એટલે કે, સત્ય માટે જાગૃત થવું, સત્ય માટે શૂરવીર બનવું, એટલે કે સાહસ કરવું, સત્ય માટે સમર્પણ કરવું, એટલે કે સહન કરવું, અને સત્ય માટે બલિદાન આપવું, અને સત્ય માટે સત્ય નું જ સ્મરણ કરવું. તો ભગવાન શ્રી રામ નું રામરાજ્ય બનાવવા માટે એમના પ્રિય ભક્ત હનુમાનની હનુમાન ચાલીસા જેવી સીધી સાદી સાધના કરતા રહીએ, અને આ રીતે રામ નામ ને વધુ ને વધુ શક્તિશાળી બનાવતા રહીએ, શ્રી રામરુપી સત્યને ફરી પ્રસ્થાપિત કરવા જાગૃત થવું પડશે, સાહસિક થવું પડશે,સહન કરવું પડશે, સમર્પણ કરવું પડશે,અને બલિદાન પણ દેવું પડશે, જેથી કરીને આવતીકાલે આ સંસ્કૃતિ ફરી પાછી વિશ્વ ઉજાગર થાય. તો આપણે સૌ રામરાજય માટે પ્રભુ શ્રી રામનું ચરિત્ર આત્મસાત કરવા માટે,કે રામનામ ને પ્રબળ બનાવવા હનુમંત સાધના કરતાં રહીએ, અને આ રીતે અનીતિના પ્રાણ સંકટથી પણ દૂર રહી શકીએ,તો જ કંઈક પરિણામ મળી શકે.

રાવણ ના વધ બાદ જ્યારે પ્રભુ શ્રી રામ સીતા સહિત અયોધ્યા પધાર્યા ત્યારબાદ તેમનો રાજ્યાભિષેક થયો અને અયોધ્યામાં રામરાજ્ય સ્થપાયું જ્યાં રાય રંકનો ભેદ નહોતો, અને સૌને સમાન અધિકાર મળતાં હતાં.આવું રામરાજ્ય એ હંમેશા આપણું સ્વપ્ન રહ્યું છે, અને સંસ્કૃતિ ને પુનઃ પ્રસ્થાપિત કરવા માટે એમના પ્રિય ભક્ત હનુમાનની હનુમાન ચાલીસા જેવી સીધી સાદી સાધના કરતા રહીએ. આ રીતે રામ નામ ને વધુ ને વધુ શક્તિશાળી બનાવતા રહીએ, શ્રી રામરુપી સત્ય ને ફરી પ્રસ્થાપિત કરવા જાગૃત થવું પડશે, સાહસિક થવું પડશે,સહન કરવું પડશે, સમર્પણ કરવું પડશે,અને બલિદાન પણ દેવું પડશે, જેથી કરીને આવતીકાલે આ સંસ્કૃતિ ફરી પાછી વિશ્વ ઉજાગર થાય. તો આપણે સૌ રામરાજય માટે પ્રભુ શ્રી રામનું ચરિત્ર આત્મસાત કરવા માટે,કે રામનામ ને પ્રબળ બનાવવા હનુમંત સાધના કરતાં રહીએ, અને આ રીતે અનીતિના પ્રાણ સંકટથી દૂર રહીએ તો જ હનુમાનજીનો તથા આપણો‌ રામ રાજ્ય નો મનોરથ પુરો થાય. જય શ્રી રામ.

લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

સુરત ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા છે. ચૂંટણી પહેલા કોઈ ઉમેદવાર બિનહરીફ થયા હોય તેવી આ પહેલી ઘટના છે.

0

સુરતમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થતાં ઇતિહાસ સર્જાયો છે. પહેલીવાર ભાજપે લોકસભા ચૂંટણીમાં બિનહરીફ બેઠક જીતી છે. લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધી 28 સાંસદો બિનહરીફ જીત્યા છે. જમ્મુ-કાશ્મીરમાં મોટાભાગના સાંસદો બિનહરીફ જીત્યા છે. હવે સુરત બેઠક પર ભાજપની આ જીત ઐતિહાસિક ગણી શકાય.

સુરત ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા છે. ચૂંટણી પહેલા કોઈ ઉમેદવાર બિનહરીફ થયા હોય તેવી આ પહેલી ઘટના છે. સુરત લોકસભા બેઠક પર ઈતિહાસ સર્જાયો છે. સુરત લોકસભા બેઠક બિનહરીફ થઈ છે. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થયા છે. ત્યારે આ ઐતિહાસિક જીતને લઈને ભાજપમાં ઉજવણીનો માહોલ શરૂ થઈ ગયો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે મુકેશ દલાલને મીઠાઈ ખવડાવીને તેમનું સન્માન કર્યું હતું. ભાજપના બિનહરીફ લોકસભા ઉમેદવાર મુકેશ દલાલે ભાજપના પ્રદેશ અધ્યક્ષને મળ્યા હતા.

સુરત લોકસભા બેઠકો પર મુકેશ દલાલને બિનહરીફ જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા અનુસાર સુરત લોકસભા બેઠક પર કોઈપણ પ્રકારની ચૂંટણી એટલે કે મતદાન કરવાની જરૂર નથી. માત્ર એક જ ઉમેદવાર બાકી હોવાથી તેઓને બિનહરીફ નિયમોને આધીન બનાવવામાં આવશે. જો કે આ અંગેની સત્તાવાર જાહેરાત આજે સાંજ સુધીમાં કરવામાં આવશે.

જંગી મેદનીની ઉપસ્થિતિ સાથે જામનગર ખાતે ૭૯ વિધાનસભા મઘ્યસ્ત કાર્યાલયનો ઉદઘાટન સમારોહ યોજાયો

0

જામનગર, સંજીવ રાજપૂત:

આગામી લોકસભા ચૂંટણી અન્વયે જામનગર – દેવભૂમિ દ્વારકા સાંસદીય વિસ્તાર અંતર્ગત ૭૯ વિધાનસભા મધ્યસ્થ કાર્યાલયનો ઉદઘાટન કાર્યક્રમ યોજાયો. વૈદિક, મંત્રોચાર સાથે જામનગર જામનગર દક્ષિણ વિધાનસભા ૭૯ મધ્યસ્થ કાર્યાલયનો ઉદઘાટન કાર્યક્રમ યોજાયો.

જંગી મેદની સાથે આ કાર્યક્રમ સંપન્ન થયો. કાર્યક્રમ માં ૭૯, વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ૭૮ વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજાએ પૂનમબેન માડમને જંગી બહુમતીથી જીતાડવા માટે અપીલ કરેલ, તો આ તબક્કે પૂનમબેન માડમે જણાવેલ કે, આ ચૂંટણી ભારત દેશને ૨૦૪૭ માં વિશ્વગુરુ બનાવવાની ચૂંટણી છે, આપની ભાવિ પેઢી નાભવિષ્ય ને ઉજ્વળ બનાવવાની ચૂંટણી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીમાં નેતૃત્વમાં ભારત દેશ વિશ્વગુરુ બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે, જામનગરની જનતાએ જામનગરથી જંગી બહુમતીથી એક કમળને દિલ્લી પૂહોચાડવું, તેવી અપીલ કરાઈ હતી.

શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરા એ જણાવ્યું હતું કે ચૂંટણી એટલે લોકશાહી નું પર્વ, સૌ કોઈ એ આ લોકશાહી ના પર્વ માં મતદાન અવશ્ય કરવું જોઈએ, અને આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને, પૂનમબેન માડમ ને જંગી બહુમતીથી જીતાડી દિલ્લી મોકલવા જોઈએ. ઉદઘાટન સમારોહ દરમિયાન એકઠી થયેલ જનમેદની જોતા, પૂનમબેન માડમની જંગી બહુમતી થી જીત નિશ્ચિત જણાય આવે તેવો ઉત્સાહજનક માહોલ જોવા મળ્યો હતો.

આ કાર્યક્રમ માં ભાજપ શહેર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરા, સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમ, મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, જિલ્લા અધ્યક્ષ રમેશભાઇ મુંગરા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા, ૧૨ લોકસભા સંયોજક ડો વિનોદભાઈ ભડેરી, ૭૯ વિધાનસભા પ્રભારી, હિરેન પારેખ, ૭૮ વિધાનસભા સંયોજક ધર્મરાજસિંહ જાડેજા, ૭૮ વિધાનસભા પ્રભારી સુરેશ વશરા, મેયર વિનોદ ખીમસુરીયા, ડે મેયર ક્રિષ્નાબેન સોઢા, સાશકપક્ષ નેતા આશિષ જોશી, સ્ટે. કમિટી ચેરમેન નિલેશ કગથરા, સિક્ષણ સમિતિ ચેરમેન મનીષ કનખરા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, પરમાનંદભાઈ ખટ્ટર, પૂર્વ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, મુકેશ દાશાણી, નિલેશ ઉદાણી, પૂર્વ મેયર અમીબેન પરીખ, બીનાબેન કોઠારી, હસમુખ જેઠવા, સામાજિક અગ્રણી તથા જામનગર ડીસ્ટ્રિક કો ઓપરેટીવ બેંકના, ચેરમેન જીતુભાઈ લાલ, સહિત શિક્ષણ સમિતિના સભ્યો, સામાજિક સંસ્થાના હોદેદારો, વિવિધ મોરચાના પદાધિકારીઓ, કોપોરેટરઓ, કાર્યકર્તાઓ, વોર્ડ સમિતિના પદાધિકારીઓ, પેઇજ સમિતિના પ્રમુખો સહિત વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંગદાન ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ: ત્રણ વર્ષમાં ૧૫૦ અંગદાન

0

By: સંજીવ રાજપૂત

અમદાવાદની સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞમાં આજે ૧૫૦માં અંગદાતાનુ દાન મળ્યું છે.
અમદાવાદ સિવિલ માં વિશ્વ લીવર દિવસના દિવસે ૧૫૦મું અંગદાન થયું છે.

  • વર્લ્ડ લીવર ડે નાં દિવસે થયેલા અંગદાનથી બે કિડની અને લીવરનું દાન મળ્યું છે .
  • દિલીપ દેશમુખ દાદાનાં અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામા આવેલ જન જાગૃતિ અભિયાન નાં લીધે આજે ગામેગામ છેવાડાનો માણસ પણ અંગદાન ની મહત્તા સમજતો થયો છે.
  • આજદિન સુધીમાં કુલ ૧૫૦ અંગદાન થયા છે જેના દ્વારા કુલ ૪૮૩ અંગો નું દાન મળ્યું છે . જે થકી ૪૬૭ લોકોને નવજીવન પ્રદાન થયું છે.

૧૫૦માં અંગદાનની વાત કરીએ તો ડીસાના રહેવાસી અને મજૂરી કામ કરતાં અર્જુનજી ઠાકોર ૧૭-૦૪-૨૦૨૪ ના માર્ગ મુસાફરી કરી રહ્યા હતા તે દરમિયાન ડીસા પાટણ હાઇવે પર બાઇક સ્લીપ થતાં માથાના ભાગે ગંભીર ઈજા થઈ ‌. જેથી તેઓને પ્રાથમિક સારવાર અર્થે પ્રથમ ડીસા સિવિલ હોસ્પિટલ માં દાખલ કરેલ. અત્રે નોંધનીય બાબત એ છે કે , અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ શ્રી દિલીપ દેશમુખ (દાદા) દ્વારા સમગ્ર ગુજરાતમાં જે અંગદાન જનજાગૃતિ નું અભિયાન ચલાવવા મા આવ્યું છે તે અંતર્ગત દિલીપ દેશમુખ દાદાનાં અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના સેવા કર્મીઓને અર્જુનજીનાં બ્રેઈન ડેડ હોવાની જાણ થતાં દિલીપ દેશમુખ દાદા અને તેમની ટીમે અર્જુનજી ના સગાનો સંપર્ક કરી તેમને બ્રેઈન ડેડ અને અંગદાન વિશે સમજાવી આગળની કાર્યવાહી અર્થે સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે વાત કરી તાત્કાલીક સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કર્યા.

સિવિલ હોસ્પિટલમાં ૧૮-૦૪-૨૦૨૪ ના રોજ ડોક્ટરોએ અર્જુનજીનાં એપનીઆ ટેસ્ટ બાદ બ્રેઈન ડેડ જાહેર કર્યાં. ભણતર કરતા ગણતર વધારે ચડિયાતું થયું.ડીસા તાલુકાના સાવિયાલા ગામ ના સરપંચ શ્રી ઠાકોર રસિકજી રતુજી એ અર્જુનજી ઠાકોર ના બ્રેઈન ડેડ હોવાની જાણ થતા તરત જ પોતાનો માનવધર્મ સમજી અર્જુનજી નાં પત્ની , ભાઇ તથા તેમના અન્ય સ્વજનોને અંગદાન વિષે સમજાવ્યા.જેથી અર્જુનજીનાં તમામ સ્વજનો એ તેમના અંગોના દાન થકી બીજા ત્રણ જરૂરિયાત મંદ વ્યકિતઓને જીવનદાન આપવાનો ઉમદા નિર્ણય કર્યો.

સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી

આ વિશે વાત કરતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ આ ક્ષણે જણાવ્યું હતું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલ અંગદાનના આ મહાયજ્ઞ માં આજે એક નોંધપાત્ર સિધ્ધી હાંસલ થઇ છે . જેમાં આજદિન સુધીમાં કુલ ૧૫૦ અંગદાન થયા છે . જેના દ્વારા કુલ ૪૮૩ અંગો નું દાન મળ્યું છે . જે થકી ૪૬૭ લોકોને નવજીવન પ્રદાન થયું છે. આજે વર્લ્ડ લીવર ડે નાં દિવસે થયેલા અંગદાનથી બે કિડની અને લીવરનું દાન મળ્યું છે . જેને સિવિલ હોસ્પિટલ કેમ્પસ ની જ કિડની હોસ્પીટલ માં જરૂરિયાત મંદ દર્દી ઓ માં પ્રત્યારોપણ કરવામા આવશે.

બ્રાન્ડેડ વ્યક્તિના અંગોને રીટ્રાઈવ કરતા પહેલા એક પ્રાર્થના કરવામાં આવે છે આજે થયેલ પ્રાર્થનામાં કિડની ઇન્સ્ટિટ્યૂટ ના ડાયરેક્ટર ડૉ‌.પ્રાંજલ મોદી અને યુ.એન. મહેતા ઇન્સ્ટીટ્યુટ ના ડાયરેક્ટર ડૉ. ચિરાગ દોશી પણ હાજર રહ્યા હતા. દિલીપ દેશમુખ દાદાનાં અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામા આવેલ જન જાગૃતિ અભિયાન નાં લીધે આજે ગામેગામ છેવાડાનો માણસ પણ અંગદાન ની મહત્તા સમજતો થયો છે.
સિવિલ હોસ્પિટલ ખાતે આ સાથે અત્યાર સુધીમાં કુલ ૧૫૦ અંગદાતાઓ થકી કુલ ૪૮૩અંગોનું દાન મળેલ છે.

મોદી પરિવાર સભા ” કપરાડા વિધાનસભા ક્ષેત્રમાં લોકસભાની ચૂંટણી પ્રચારને લઈ ભારતીય જનતા પાર્ટી  જનસંપર્ક

0

મોદી પરિવાર સભા ” કપરાડા વિધાનસભા ક્ષેત્રમાં લોકસભાની ચૂંટણી પ્રચારને લઈ ભારતીય જનતા પાર્ટી જનસંપર્કનું આયોજન કરવામાં આવ્યું હતું.

26 વલસાડ લોકસભાની ચૂંટણી પ્રચારને લઈ ભારતીય જનતા પાર્ટીએ તૈયારીઓ ઝડપી કરી છે. કપરાડા વિધાનસભા વિસ્તારમાં ‘મોદી પરિવાર સભા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહયુ છે.

કપરાડા વિધાનસભા ક્ષેત્રમાં લોકસભાની ચૂંટણી પ્રચારને લઈ ભારતીય જનતા પાર્ટી જનસંપર્ક કાર્યક્રમાં પૂર્વ મંત્રી અને કપરાડા ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી,પ્રભારી દશરથ પવાર , જિલ્લા પંચાયત સદસ્યો તાલુકા પંચાયત પ્રમુખ સદસ્યો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

પૂર્વ મંત્રી અને કપરાડા વિભાગ ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી દ્વારા જણાવાયું કે, લોકસભાની ચૂંટણી દેશભરમાં ચાલી રહી છે ત્યારે દેશની જનતાએ ફરી એકવાર મોદી સરકાર બનાવવાનું મન બનાવી લીધું છે. તેમને દાવો કરતા કહ્યું કે, ‘અબ કી બાર 400 પાર’ બેઠકો નિશ્ચિત છે. મોદી સરકારમાં થયેલા કામો અને લોકોના પ્રતિભાવો સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે. ‘મોદી પરિવાર સભા’ કાર્યક્રમ અંતર્ગ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત શક્તિ કેન્દ્ર પર યુવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

‘મોદી પરિવાર સભા’ કાર્યક્રમમાં વક્તાઓ, આગેવાનો અને ધારાસભ્ય દ્વારા મોદી સરકારમાં 10 વર્ષમાં થયેલા વિવિધ કાર્યો મતદારો સુધી મોદી પરિવાર સભાના માધ્યમથી સમજ આપી રહ્યા છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના,પ્રધાનમંત્રી જનધન યોજના, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, વિધવા સહાય / ગંગા સ્વરૂપ પેન્શન યોજના,પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના,પ્રધાનમંત્રી કિસાન યોજના, પ્રધાનમંત્રી સુર્યોદય યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, પ્રધાનમંત્રી આયુષ્માન યોજના, પ્રધાનમંત્રી શ્રમ યોજના ,પ્રધાનમંત્રી માતૃવદંના યોજના ,પ્રધાન મંત્રી આદર્શ ગ્રામ યોજના, પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના પ્રધાનમંત્રી શિષ્યવ્રુતિ યોજના પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ,વૃદ્ધ પેંશન સહાય યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના, નિરાધાર વૃદ્ધ સહાય યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના,પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના પ્રધાનમંત્રી કિસાન ટ્રેક્ટર યોજના, પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના, મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય” યોજના, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના,નમો ટેબ્લેટ યોજના વ્હાલી દીકરી યોજના, બકુંવરબાઈનું મામેરું યોજના વિધવા પુન:લગ્ન આર્થિક સહાય યોજના સાથે કપરાડા તાલુકામાં રોડ પાણી વિજળી ના વિકાસ ના કામો માહિતી આપવામાં આવી હતી.

‘મોદી પરિવાર સભા’ કાર્યક્રમમાં સરપંચો મતદારો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહિત જોવા મળીયો છે.

૨૬- વલસાડ/ડાંગ લોકસભા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધવલભાઈ પટેલે “વિજય શંખનાદ” નામાંકન સભા યોજી ઉમેદવારી નોંધાવી

0

૨૬- વલસાડ/ડાંગ લોકસભા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલે “વિજય શંખનાદ” નામાંકન સભા યોજી ઉમેદવારી નોંધાવી

ગુજરાત સરકારના નાણાં, ઊર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈ,વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી આદરણીય શ્રી મુકેશભાઈ પટેલ વલસાડ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા ની આગેવાની માં ક્લસ્ટર પ્રભારી શ્રી ભરતભાઈ પંડ્યાની વિશેષ ઉપસ્થિતિમાં ઉમેદવારી નોંધાવી

દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી લોકસભા ૨૦૨૪ ચૂંટણી માટે “અબકી બાર ૪૦૦ પાર” ના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે,ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના યશસ્વી પ્રમુખ અને પેજ સમિતિ ના પ્રણેતા શ્રી. સી.આર. પાટીલજી, પ્રદેશ સંગઠન મહામંત્રી આદરણીય રતનાકરજી ની સુચના અને માર્ગદર્શન મુજબ ગુજરાત સરકારના નાણા ઊર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ,વલસાડ જિલ્લા ના પ્રભારી મંત્રી આદરણીય શ્રી મુકેશભાઈ પટેલ,વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા ની આગેવાની માં, ક્લસ્ટર પ્રભારી માનનીય શ્રી ભરતભાઈ પંડ્યા ની વિષેશ ઉપસ્તીથીમાં વલસાડ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલ ના “વિજય શંખનાદ” નેજા હેઠળ નામાંકન સભા નું આયોજન વલસાડ સી.બી. હાઈસ્કૂલ ના મેદાન ખાતે કરવામાં આવ્યું હતું,જે બાદ રેલી સ્વરૂપે વિશાળ સંખ્યમાં સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે વલસાડ કલેકટર ખચેરી ખાતે ઉમેદવારી નોંધાવી હતી.

“વિજય શંખનાદ” નામાંકન સભામાં વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માનનીય શ્રી હેમંતભાઈ કંસારા એ ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સમર્થકો કાર્યકર્તાઓને સંબોધન કરી આવનારી લોકસભાની ચૂંટણીમાં ધવલભાઇને જંગી બહુમતીથી જીતાડવા માટે આ હાકલ કરી હતી

ગુજરાત સરકારના નાણાં, ઊર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈએ જંગી જનમેદની ને સંબોધતા જણાવ્યું હતું કે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આવનારી લોકસભા ૨૦૨૪ ની ચૂંટણીમાં ૪૦૦ પાર ના લક્ષ્યાંક પૂરું કરશે ,ભારતીય જનતા પાર્ટી ના વલસાડ/ડાંગના ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલને ૫ લાખની વધુથી લીડ થી જીતાડવા માટે આવાહન કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું

ભારતીય જનતા પાર્ટીના ક્લસ્ટર પ્રભારી આદરણીય શ્રી ભરતભાઈ પંડ્યા, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને ગણદેવીના ધારાસભ્ય માનનીય શ્રી નરેશભાઈ પટેલે ઉપસ્થિત સમર્થકો, કાર્યકર્તાઓને જરૂરી માર્ગદર્શન આપી સંબોધન કર્યું હતું.

વલસાડ/ડાંગ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલે “વિજય શંખનાદ”નામાંકન સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના નેતૃત્વમાં લોકસભા ૨૦૨૪ ની ચૂંટણી ૪૦૦ પાર બેઠકો જિતશે અને વલસાડ લોકસભા બેઠક ૫ લાખ ની કરતાં વધુની લીડ થી જીતવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરી ઉપસ્થિત સમર્થકો, કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો, સી.બી. હાઇસ્કુલ મેદાન ખાતેથી રેલી સ્વરૂપે નીકળી વલસાડ જિલ્લા કલેકટર કચેરી ખાતે નાણાં મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈ, વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી માનનીય શ્રી મુકેશભાઈ પટેલ, ક્લસ્ટર પ્રભારી શ્રી ભરતભાઈ પંડ્યા વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માનનીય શ્રી હેમંતભાઈ કંસારા, ભારતીય જનતા પાર્ટીના નેશનલ કાઉન્સિલ મેમ્બર એડવોકેટ પ્રવીણભાઈ પટેલ, સાથે તેમની ઉમેદવારી નોંધાવી હતી

આ તબક્કે સાંસદ ડોક્ટર શ્રી કે સી પટેલ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ શ્રીમતી ઉષાબેન પટેલ, ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીશ્રીઓ શ્રી શીલપેશભાઈ દેસાઈ, શ્રી કમલેશભાઈ પટેલ શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી, વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ, કપરાડાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી, ઉમરગામના ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર, ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, વલસાડ લોકસભા બેઠકના પ્રભારી શ્રી કરસનભાઈ ટીલવા, સંયોજક શ્રી ગણેશભાઈ બિરારી, ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાંવીત, વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ, વાંસદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈન, ડાંગ જિલ્લાના પ્રભારી શ્રી રાજેશભાઈ દેસાઈ, રાષ્ટ્રીય એસ.ટી. મોરચાના કોષાઅધ્યક્ષ શ્રી રવિભાઈ ગામીત, વલસાડ જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો, વિવિધ મંડળ, વિવિધ મોરચાના હોદ્દેદારો મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના સમર્થકો જંગી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

જે દિવસે કથા નવી સાંભળીએ એ દિવસે નવો જન્મ દિવસ, નવું જીવન મળે છે. : પૂ.મોરારી બાપુ

0

ધરમપુરના ખાંડામાં નવ દિવસની રામક્થાના છઠ્ઠા દિવસે પૂ.મોરારી બાપુએ બંધારણના ઘડવૈયા ડો.ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે તેમને યાદ કરી પોતાનો ભાવ અર્પણ કર્યો

બાપુએ છઠ્ઠા દિવસે બાબાસાહેબ માટે ભાવ અર્પણ
કરી કરી ક્યામાં ઉપસ્થિત શ્રોતાઓને આજે કોનો કોનો જન્મદિવસ છે એમ પૂછી હાથ ઉંચા કરનારાઓને જન્મદિવસની બધાઈ આપી હતી. જે દિવસે કથા નવી સાંભળીએ એ દિવસે નવો જન્મ દિવસ, નવું જીવન મળે છે.

આ ઉપરાંત ભાવના ભક્તિ વાચક શબ્દ છે અને બોધ જ્ઞાન વાચક શબ્દ છે. જેને બોધ નથી અથવા તો જેના હૃદયમાં ભાવ નથી એને બાપુએ શાંતિ મળવી મુશ્કેલ છે એવા શબ્દો મોરારી વ્યાસપીઠથી ઉચ્ચાર્યા હતા.

વધુમાં બાપુએ કહ્યું કે, તમે મારા પારેવડાઓ છો કોઈ બાજ પક્ષી તમને ચુથી નહીં નાખે એનું મારે ધ્યાન રાખવાનું છે. તમે મારા ભોળા પારેવડાઓ છો એટલે
ચમત્કાર,આ વળગે છે,આમ કરી નાખ્યુ એમાં નહિ પડતા એમ જણાવી રામ ભજો એવા આશીર્વચન આપી રોજ બે રોટલી જમતા પહેલા એક રોટલી ગાયને નાખવી અને એક રોટલી કૂતરાને નાખવી. ભૂખ્યાને રોટલી આપો પછી જોજો તમારી તરક્કી થાય એમ જણાવ્યુ હતુ.

વધુમાં બાપુએ શાંતિથી બેસી જાવો એનું નામ મોક્ષ, આપણે ત્યાં કોઈના માથા ઉપર હાથ મુકવો એ આધ્યાત્મિક છે અને વૈજ્ઞાનીક પણ છે. એની બહુ ઉર્જા મોટી કામ કરે છે.

કથામાં મનોરથી પરિવાર,ક્યા આયોજનમાં સેવા આપી રહેલા પરેશભાઈ ફાડાવાલા સહિત મોટી સંખ્યામાં શ્રોતા ઉપસ્થિત રહ્યા હતા.

કપરાડા પોલીસ :૧૪ વર્ષથી નાશતા ફરતા આરોપીઓને ટોકરપાડા ખાતેથી ઝડપી લેવામાં આવ્યા.

0

નાશીક જીલ્લાના પેંઠ પોલીસ સ્ટેશનના રાયોટીંગના ગુન્હામા છેલ્લા ૧૪ વર્ષથી નાશતા ફરતા આરોપીઓને ટોકરપાડા ખાતેથી ઝડપી પાડતી કપરાડા પોલીસ

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ની યોજાનાર હોય જે અન્વયે વલસાડ જિલ્લા તથા બહારના રાજ્યના મિલ્કત સંબંધી ગુનાઓમા
નાસતા ફરતા/વોન્ટેડ આરોપીઓ અત્રેના વિસ્તારમા રહેતા હોય તેઓને પકડવા સારૂં વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી
વાપી વિભાગ વાપી નાઓએ સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને આજરોજ અમો તથા બીજા પોલીસ સ્ટાફના માણસો સાથે પેંઠ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૫૯/૨૦૧૧ ઇ.પી.કો. કલમ ૧૪૩,૧૪૭,૧૪૯,૩૩૬,૩૩૭,૫૦૬ મુજબના ગુન્હાના
છેલ્લા ૧૪ વર્ષથી કપરાડા તાલુકાના ટોકરપાડા ગામના નાશતા ફરતા આરોપીઓ

(૧) લક્ષ્મણભાઇ ગોપાળભાઇ લોહાર જાતે.વારલી ઉ.વ.૩૯

(ર) કિશનભાઇ શંકરભાઇ લોહાર (જાદવ) જાતે.વારલી ઉ.વ.૩૫

(૩) તુકારામ શકારામ વળવી જાતે.વારલી ઉ.વ.૪૦ (૪) નવસુભાઇ હરીભાઇ લોહાર જાતે.વારલી ઉ.વ. ૩૫
તમામ રહે. ટોકરપાડા ગામ, ચીખલી ખોર ફળીયા તા.કપરાડા જી.વલસાડ નાઓને ઝડપી પાડી તેઓના વિરૂધ્ધ સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ
કાયદેસરની કાર્યવાહી કરી તમામ આરોપીઓને પેંઠ પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપેલ છે.
વોન્ટેડ ગુન્હાની વિગત –
મહારાષ્ટ્ર રાજ્યના પેંઠ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૫૯/૨૦૧૧ ઇ.પી.કો. કલમ
૧૪૩,૧૪૭,૧૪૯,૩૩૬,૩૩૭,૫૦૬ મુજબ
કામગીરી કરનાર અધિકારી કર્મચારી
(૧) એલ.એસ.પટેલ, પોલીસ સબ ઇન્સપેક્ટર
(૨) એ.એસ.આઇ. ગૌતમભાઇ કાળુભાઇ બ.નં. ૫૫

ભાજપ ના ઉમેદવાર ને આ વખતે 5 લાખથી વધુ મતની લીડથી જીતાડવા બુથ લેવલ સુધી કામ કરી અને સરકારની વિવિધ યોજનાઓને લોકો સુધી લઈ જવા હાકલ કરી હતી.

0

મુખ્યમંત્રીનો વલસાડ પ્રવાસ વાપીમાં ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજવામાં આવી, ભાજપના ઉમેદવાર ધવલ પટેલને 5 લાખની લીડ સાથે જીતાડવા કાર્યકર્તાઓને આહવાન….

વલસાડ જિલ્લાના વાપી અનાવિલ હોલ ખાતે શુક્રવારે
મુખ્યમંત્રી મહઽમાન બન્યા હતા. જેમા હાલની
લોકસભાની ચૂંટણીને લઈ મુખ્યમંત્રીએ ભાજપના
કાર્યોકરો સાથે બેઠક કરી હતી. જેમા જિલ્લાના
વિવિધ સમાજના અગ્રણી સાથે ખાસ બેઠક કરી હતી.
સાથે સાથે વલસાડ ડાંગના ઉમેદવાર ધવલ પટેલને
વિજયી બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું
હતું.આ કાર્યક્રમમાં રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ
દેસાઈ, તમામ તાલુકાના ધારાસભ્ય સહિત મોટી
સંખ્યામાં ભાજપના નેતા તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

વલસાડ લોકસભા બેઠકની ચૂંટણીનો પ્રચાર
પૂરજોશમાં ચાલી રહ્યો છે. બંને પાર્ટીના ઉમેદવારો અને
અગ્રણીઓ મતદારોને રિઝવવા પ્રયાસ કરી રહ્યા છે.
ત્યારે આજે વલસાડ જિલ્લાના વાપી ખાતે અનાવિલ
સમાજના હોલમાં જિલ્લાના BJPના કાર્યકરો સાથે
રાજ્યના મુખ્યમંત્રી ભાજપના ઉમેદવાર ધવલ પટેલના સમર્થનમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે વાપી પહોંચ્યા હતા. જ્યાં તેઓ વાપીમાં વલસાડ જિલ્લાના ભાજપના પદાધિકારીઓ અને અગ્રણીઓ સાથે બૃહદ બેઠક કરી હતી.

આ બેઠકમાં રાજ્યના નાણામંત્રી દેસાઈની, ભાજપ ઉમેદવાર ધવલ પટેલ, ભાજપનાધારાસભ્યો,ભાજપના પ્રમુખ અને સમગ્ર સંગઠનની સાથે જિલ્લાની તાલુકા પંચાયત,જિલ્લા પંચાયત નગરપાલિકા સહિતના ભાજપના ચૂંટાયેલા સભ્યો અને પાર્ટીના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા .બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વલસાડ લોકસભા બેઠક પર ભાજપ ના ઉમેદવાર ને આ વખતે 5 લાખથી વધુ મતની લીડથી જીતાડવા બુથ લેવલ સુધી કામ કરી અને સરકારની વિવિધ યોજનાઓને લોકો સુધી લઈ જવા હાકલ કરી હતી.

આ સાથે જ મુખ્યમંત્રીએ વલસાડ જિલ્લાના વિવિધ સમાજના અગ્રણીઓ સાથે પણ બેઠક કરી હતી. આમ વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારને આ વખતે પ્રચંડ બહુમતીથી જીતાડવા ભાજપના સંગઠનથી લઈ પેજ પ્રમુખ સુધીના કાર્યકરો ઘર ઘર સુધી જઈ અને મતદારોને રિઝવવા પ્રયાસ કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ પણ કાર્યકરોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.