Home Blog

મોદી પરિવાર સભા ” કપરાડા વિધાનસભા ક્ષેત્રમાં લોકસભાની ચૂંટણી પ્રચારને લઈ ભારતીય જનતા પાર્ટી  જનસંપર્ક

0

મોદી પરિવાર સભા ” કપરાડા વિધાનસભા ક્ષેત્રમાં લોકસભાની ચૂંટણી પ્રચારને લઈ ભારતીય જનતા પાર્ટી જનસંપર્કનું આયોજન કરવામાં આવ્યું હતું.

26 વલસાડ લોકસભાની ચૂંટણી પ્રચારને લઈ ભારતીય જનતા પાર્ટીએ તૈયારીઓ ઝડપી કરી છે. કપરાડા વિધાનસભા વિસ્તારમાં ‘મોદી પરિવાર સભા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહયુ છે.

કપરાડા વિધાનસભા ક્ષેત્રમાં લોકસભાની ચૂંટણી પ્રચારને લઈ ભારતીય જનતા પાર્ટી જનસંપર્ક કાર્યક્રમાં પૂર્વ મંત્રી અને કપરાડા ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી,પ્રભારી દશરથ પવાર , જિલ્લા પંચાયત સદસ્યો તાલુકા પંચાયત પ્રમુખ સદસ્યો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

પૂર્વ મંત્રી અને કપરાડા વિભાગ ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી દ્વારા જણાવાયું કે, લોકસભાની ચૂંટણી દેશભરમાં ચાલી રહી છે ત્યારે દેશની જનતાએ ફરી એકવાર મોદી સરકાર બનાવવાનું મન બનાવી લીધું છે. તેમને દાવો કરતા કહ્યું કે, ‘અબ કી બાર 400 પાર’ બેઠકો નિશ્ચિત છે. મોદી સરકારમાં થયેલા કામો અને લોકોના પ્રતિભાવો સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે. ‘મોદી પરિવાર સભા’ કાર્યક્રમ અંતર્ગ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત શક્તિ કેન્દ્ર પર યુવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

‘મોદી પરિવાર સભા’ કાર્યક્રમમાં વક્તાઓ, આગેવાનો અને ધારાસભ્ય દ્વારા મોદી સરકારમાં 10 વર્ષમાં થયેલા વિવિધ કાર્યો મતદારો સુધી મોદી પરિવાર સભાના માધ્યમથી સમજ આપી રહ્યા છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના,પ્રધાનમંત્રી જનધન યોજના, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, વિધવા સહાય / ગંગા સ્વરૂપ પેન્શન યોજના,પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના,પ્રધાનમંત્રી કિસાન યોજના, પ્રધાનમંત્રી સુર્યોદય યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, પ્રધાનમંત્રી આયુષ્માન યોજના, પ્રધાનમંત્રી શ્રમ યોજના ,પ્રધાનમંત્રી માતૃવદંના યોજના ,પ્રધાન મંત્રી આદર્શ ગ્રામ યોજના, પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના પ્રધાનમંત્રી શિષ્યવ્રુતિ યોજના પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ,વૃદ્ધ પેંશન સહાય યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના, નિરાધાર વૃદ્ધ સહાય યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના,પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના પ્રધાનમંત્રી કિસાન ટ્રેક્ટર યોજના, પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના, મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય” યોજના, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના,નમો ટેબ્લેટ યોજના વ્હાલી દીકરી યોજના, બકુંવરબાઈનું મામેરું યોજના વિધવા પુન:લગ્ન આર્થિક સહાય યોજના સાથે કપરાડા તાલુકામાં રોડ પાણી વિજળી ના વિકાસ ના કામો માહિતી આપવામાં આવી હતી.

‘મોદી પરિવાર સભા’ કાર્યક્રમમાં સરપંચો મતદારો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહિત જોવા મળીયો છે.

૨૬- વલસાડ/ડાંગ લોકસભા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધવલભાઈ પટેલે “વિજય શંખનાદ” નામાંકન સભા યોજી ઉમેદવારી નોંધાવી

0

૨૬- વલસાડ/ડાંગ લોકસભા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલે “વિજય શંખનાદ” નામાંકન સભા યોજી ઉમેદવારી નોંધાવી

ગુજરાત સરકારના નાણાં, ઊર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈ,વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી આદરણીય શ્રી મુકેશભાઈ પટેલ વલસાડ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા ની આગેવાની માં ક્લસ્ટર પ્રભારી શ્રી ભરતભાઈ પંડ્યાની વિશેષ ઉપસ્થિતિમાં ઉમેદવારી નોંધાવી

દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી લોકસભા ૨૦૨૪ ચૂંટણી માટે “અબકી બાર ૪૦૦ પાર” ના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે,ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના યશસ્વી પ્રમુખ અને પેજ સમિતિ ના પ્રણેતા શ્રી. સી.આર. પાટીલજી, પ્રદેશ સંગઠન મહામંત્રી આદરણીય રતનાકરજી ની સુચના અને માર્ગદર્શન મુજબ ગુજરાત સરકારના નાણા ઊર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ,વલસાડ જિલ્લા ના પ્રભારી મંત્રી આદરણીય શ્રી મુકેશભાઈ પટેલ,વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા ની આગેવાની માં, ક્લસ્ટર પ્રભારી માનનીય શ્રી ભરતભાઈ પંડ્યા ની વિષેશ ઉપસ્તીથીમાં વલસાડ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલ ના “વિજય શંખનાદ” નેજા હેઠળ નામાંકન સભા નું આયોજન વલસાડ સી.બી. હાઈસ્કૂલ ના મેદાન ખાતે કરવામાં આવ્યું હતું,જે બાદ રેલી સ્વરૂપે વિશાળ સંખ્યમાં સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે વલસાડ કલેકટર ખચેરી ખાતે ઉમેદવારી નોંધાવી હતી.

“વિજય શંખનાદ” નામાંકન સભામાં વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માનનીય શ્રી હેમંતભાઈ કંસારા એ ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સમર્થકો કાર્યકર્તાઓને સંબોધન કરી આવનારી લોકસભાની ચૂંટણીમાં ધવલભાઇને જંગી બહુમતીથી જીતાડવા માટે આ હાકલ કરી હતી

ગુજરાત સરકારના નાણાં, ઊર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈએ જંગી જનમેદની ને સંબોધતા જણાવ્યું હતું કે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આવનારી લોકસભા ૨૦૨૪ ની ચૂંટણીમાં ૪૦૦ પાર ના લક્ષ્યાંક પૂરું કરશે ,ભારતીય જનતા પાર્ટી ના વલસાડ/ડાંગના ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલને ૫ લાખની વધુથી લીડ થી જીતાડવા માટે આવાહન કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું

ભારતીય જનતા પાર્ટીના ક્લસ્ટર પ્રભારી આદરણીય શ્રી ભરતભાઈ પંડ્યા, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને ગણદેવીના ધારાસભ્ય માનનીય શ્રી નરેશભાઈ પટેલે ઉપસ્થિત સમર્થકો, કાર્યકર્તાઓને જરૂરી માર્ગદર્શન આપી સંબોધન કર્યું હતું.

વલસાડ/ડાંગ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલે “વિજય શંખનાદ”નામાંકન સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના નેતૃત્વમાં લોકસભા ૨૦૨૪ ની ચૂંટણી ૪૦૦ પાર બેઠકો જિતશે અને વલસાડ લોકસભા બેઠક ૫ લાખ ની કરતાં વધુની લીડ થી જીતવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરી ઉપસ્થિત સમર્થકો, કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો, સી.બી. હાઇસ્કુલ મેદાન ખાતેથી રેલી સ્વરૂપે નીકળી વલસાડ જિલ્લા કલેકટર કચેરી ખાતે નાણાં મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈ, વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી માનનીય શ્રી મુકેશભાઈ પટેલ, ક્લસ્ટર પ્રભારી શ્રી ભરતભાઈ પંડ્યા વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માનનીય શ્રી હેમંતભાઈ કંસારા, ભારતીય જનતા પાર્ટીના નેશનલ કાઉન્સિલ મેમ્બર એડવોકેટ પ્રવીણભાઈ પટેલ, સાથે તેમની ઉમેદવારી નોંધાવી હતી

આ તબક્કે સાંસદ ડોક્ટર શ્રી કે સી પટેલ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ શ્રીમતી ઉષાબેન પટેલ, ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીશ્રીઓ શ્રી શીલપેશભાઈ દેસાઈ, શ્રી કમલેશભાઈ પટેલ શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી, વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ, કપરાડાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી, ઉમરગામના ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર, ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, વલસાડ લોકસભા બેઠકના પ્રભારી શ્રી કરસનભાઈ ટીલવા, સંયોજક શ્રી ગણેશભાઈ બિરારી, ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાંવીત, વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ, વાંસદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈન, ડાંગ જિલ્લાના પ્રભારી શ્રી રાજેશભાઈ દેસાઈ, રાષ્ટ્રીય એસ.ટી. મોરચાના કોષાઅધ્યક્ષ શ્રી રવિભાઈ ગામીત, વલસાડ જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો, વિવિધ મંડળ, વિવિધ મોરચાના હોદ્દેદારો મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના સમર્થકો જંગી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

જે દિવસે કથા નવી સાંભળીએ એ દિવસે નવો જન્મ દિવસ, નવું જીવન મળે છે. : પૂ.મોરારી બાપુ

0

ધરમપુરના ખાંડામાં નવ દિવસની રામક્થાના છઠ્ઠા દિવસે પૂ.મોરારી બાપુએ બંધારણના ઘડવૈયા ડો.ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે તેમને યાદ કરી પોતાનો ભાવ અર્પણ કર્યો

બાપુએ છઠ્ઠા દિવસે બાબાસાહેબ માટે ભાવ અર્પણ
કરી કરી ક્યામાં ઉપસ્થિત શ્રોતાઓને આજે કોનો કોનો જન્મદિવસ છે એમ પૂછી હાથ ઉંચા કરનારાઓને જન્મદિવસની બધાઈ આપી હતી. જે દિવસે કથા નવી સાંભળીએ એ દિવસે નવો જન્મ દિવસ, નવું જીવન મળે છે.

આ ઉપરાંત ભાવના ભક્તિ વાચક શબ્દ છે અને બોધ જ્ઞાન વાચક શબ્દ છે. જેને બોધ નથી અથવા તો જેના હૃદયમાં ભાવ નથી એને બાપુએ શાંતિ મળવી મુશ્કેલ છે એવા શબ્દો મોરારી વ્યાસપીઠથી ઉચ્ચાર્યા હતા.

વધુમાં બાપુએ કહ્યું કે, તમે મારા પારેવડાઓ છો કોઈ બાજ પક્ષી તમને ચુથી નહીં નાખે એનું મારે ધ્યાન રાખવાનું છે. તમે મારા ભોળા પારેવડાઓ છો એટલે
ચમત્કાર,આ વળગે છે,આમ કરી નાખ્યુ એમાં નહિ પડતા એમ જણાવી રામ ભજો એવા આશીર્વચન આપી રોજ બે રોટલી જમતા પહેલા એક રોટલી ગાયને નાખવી અને એક રોટલી કૂતરાને નાખવી. ભૂખ્યાને રોટલી આપો પછી જોજો તમારી તરક્કી થાય એમ જણાવ્યુ હતુ.

વધુમાં બાપુએ શાંતિથી બેસી જાવો એનું નામ મોક્ષ, આપણે ત્યાં કોઈના માથા ઉપર હાથ મુકવો એ આધ્યાત્મિક છે અને વૈજ્ઞાનીક પણ છે. એની બહુ ઉર્જા મોટી કામ કરે છે.

કથામાં મનોરથી પરિવાર,ક્યા આયોજનમાં સેવા આપી રહેલા પરેશભાઈ ફાડાવાલા સહિત મોટી સંખ્યામાં શ્રોતા ઉપસ્થિત રહ્યા હતા.

કપરાડા પોલીસ :૧૪ વર્ષથી નાશતા ફરતા આરોપીઓને ટોકરપાડા ખાતેથી ઝડપી લેવામાં આવ્યા.

0

નાશીક જીલ્લાના પેંઠ પોલીસ સ્ટેશનના રાયોટીંગના ગુન્હામા છેલ્લા ૧૪ વર્ષથી નાશતા ફરતા આરોપીઓને ટોકરપાડા ખાતેથી ઝડપી પાડતી કપરાડા પોલીસ

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ની યોજાનાર હોય જે અન્વયે વલસાડ જિલ્લા તથા બહારના રાજ્યના મિલ્કત સંબંધી ગુનાઓમા
નાસતા ફરતા/વોન્ટેડ આરોપીઓ અત્રેના વિસ્તારમા રહેતા હોય તેઓને પકડવા સારૂં વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી
વાપી વિભાગ વાપી નાઓએ સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને આજરોજ અમો તથા બીજા પોલીસ સ્ટાફના માણસો સાથે પેંઠ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૫૯/૨૦૧૧ ઇ.પી.કો. કલમ ૧૪૩,૧૪૭,૧૪૯,૩૩૬,૩૩૭,૫૦૬ મુજબના ગુન્હાના
છેલ્લા ૧૪ વર્ષથી કપરાડા તાલુકાના ટોકરપાડા ગામના નાશતા ફરતા આરોપીઓ

(૧) લક્ષ્મણભાઇ ગોપાળભાઇ લોહાર જાતે.વારલી ઉ.વ.૩૯

(ર) કિશનભાઇ શંકરભાઇ લોહાર (જાદવ) જાતે.વારલી ઉ.વ.૩૫

(૩) તુકારામ શકારામ વળવી જાતે.વારલી ઉ.વ.૪૦ (૪) નવસુભાઇ હરીભાઇ લોહાર જાતે.વારલી ઉ.વ. ૩૫
તમામ રહે. ટોકરપાડા ગામ, ચીખલી ખોર ફળીયા તા.કપરાડા જી.વલસાડ નાઓને ઝડપી પાડી તેઓના વિરૂધ્ધ સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ
કાયદેસરની કાર્યવાહી કરી તમામ આરોપીઓને પેંઠ પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપેલ છે.
વોન્ટેડ ગુન્હાની વિગત –
મહારાષ્ટ્ર રાજ્યના પેંઠ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૫૯/૨૦૧૧ ઇ.પી.કો. કલમ
૧૪૩,૧૪૭,૧૪૯,૩૩૬,૩૩૭,૫૦૬ મુજબ
કામગીરી કરનાર અધિકારી કર્મચારી
(૧) એલ.એસ.પટેલ, પોલીસ સબ ઇન્સપેક્ટર
(૨) એ.એસ.આઇ. ગૌતમભાઇ કાળુભાઇ બ.નં. ૫૫

ભાજપ ના ઉમેદવાર ને આ વખતે 5 લાખથી વધુ મતની લીડથી જીતાડવા બુથ લેવલ સુધી કામ કરી અને સરકારની વિવિધ યોજનાઓને લોકો સુધી લઈ જવા હાકલ કરી હતી.

0

મુખ્યમંત્રીનો વલસાડ પ્રવાસ વાપીમાં ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજવામાં આવી, ભાજપના ઉમેદવાર ધવલ પટેલને 5 લાખની લીડ સાથે જીતાડવા કાર્યકર્તાઓને આહવાન….

વલસાડ જિલ્લાના વાપી અનાવિલ હોલ ખાતે શુક્રવારે
મુખ્યમંત્રી મહઽમાન બન્યા હતા. જેમા હાલની
લોકસભાની ચૂંટણીને લઈ મુખ્યમંત્રીએ ભાજપના
કાર્યોકરો સાથે બેઠક કરી હતી. જેમા જિલ્લાના
વિવિધ સમાજના અગ્રણી સાથે ખાસ બેઠક કરી હતી.
સાથે સાથે વલસાડ ડાંગના ઉમેદવાર ધવલ પટેલને
વિજયી બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું
હતું.આ કાર્યક્રમમાં રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ
દેસાઈ, તમામ તાલુકાના ધારાસભ્ય સહિત મોટી
સંખ્યામાં ભાજપના નેતા તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

વલસાડ લોકસભા બેઠકની ચૂંટણીનો પ્રચાર
પૂરજોશમાં ચાલી રહ્યો છે. બંને પાર્ટીના ઉમેદવારો અને
અગ્રણીઓ મતદારોને રિઝવવા પ્રયાસ કરી રહ્યા છે.
ત્યારે આજે વલસાડ જિલ્લાના વાપી ખાતે અનાવિલ
સમાજના હોલમાં જિલ્લાના BJPના કાર્યકરો સાથે
રાજ્યના મુખ્યમંત્રી ભાજપના ઉમેદવાર ધવલ પટેલના સમર્થનમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે વાપી પહોંચ્યા હતા. જ્યાં તેઓ વાપીમાં વલસાડ જિલ્લાના ભાજપના પદાધિકારીઓ અને અગ્રણીઓ સાથે બૃહદ બેઠક કરી હતી.

આ બેઠકમાં રાજ્યના નાણામંત્રી દેસાઈની, ભાજપ ઉમેદવાર ધવલ પટેલ, ભાજપનાધારાસભ્યો,ભાજપના પ્રમુખ અને સમગ્ર સંગઠનની સાથે જિલ્લાની તાલુકા પંચાયત,જિલ્લા પંચાયત નગરપાલિકા સહિતના ભાજપના ચૂંટાયેલા સભ્યો અને પાર્ટીના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા .બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વલસાડ લોકસભા બેઠક પર ભાજપ ના ઉમેદવાર ને આ વખતે 5 લાખથી વધુ મતની લીડથી જીતાડવા બુથ લેવલ સુધી કામ કરી અને સરકારની વિવિધ યોજનાઓને લોકો સુધી લઈ જવા હાકલ કરી હતી.

આ સાથે જ મુખ્યમંત્રીએ વલસાડ જિલ્લાના વિવિધ સમાજના અગ્રણીઓ સાથે પણ બેઠક કરી હતી. આમ વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારને આ વખતે પ્રચંડ બહુમતીથી જીતાડવા ભાજપના સંગઠનથી લઈ પેજ પ્રમુખ સુધીના કાર્યકરો ઘર ઘર સુધી જઈ અને મતદારોને રિઝવવા પ્રયાસ કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ પણ કાર્યકરોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

કપરાડા વિધાનસભામાં આવતા વિવિધ ગામોમાં સરપંચો સાથે જન સંપર્ક કાર્યક્રમનું આયોજન ભાજપના ઉમેદવાર દ્વારા કરવામાં આવ્યું.

0

લોકસભાની ચૂંટણીના પડઘમો વાગી રહ્યા છે ત્યારે દરેક પક્ષના ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે ત્યારે 26 વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા પ્રથમ પાંચ વિધાનસભામાં આવેલી વિવિધ જિલ્લા પંચાયતમાં આવતા અનેક ગામોમાં જન સંપર્ક કાર્યક્રમનું આયોજન કર્યા બાદ ફરીથી દરેક વિધાનસભામાં દરેક ગામના સરપંચોને મળવાનું આયોજન કરવામાં આવ્યું છે જે પૈકી કપરાડા વિધાનસભામાં આવતા વિવિધ ગામોમાં સરપંચો સાથે જન સંપર્ક કાર્યક્રમનું આયોજન ભાજપના ઉમેદવાર દ્વારા કરવામાં આવ્યું.

જે અંતર્ગત ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી ની સાથે સવારે 9 વાગ્યાથી ચિવલ, પાટી ,અરનાલા, ધગડમાળ દેહલી ,લખમાંપોર, નેવરી, પંચલાઈ, નિમખલ, આસમા વરઈ સોનવાડા રાબડી સામરપાડા ગોઇમાં, બરઈ, રોહિણા, તરમલિયા ખેરલાવ અને અંબાચ ખાતે જનસંપર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકોનું સજ્જડ પ્રતિસાદ મળી રહ્યો છે.

સાંસદના ઉમેદવાર ધવલ પટેલે જણાવ્યું કે નરેન્દ્ર ભાઈ મોદીને સામાન્યમાં સામાન્ય જનતાને ધ્યાને રાખીને વિવિધ યોજનાઓનું નિર્માણ કર્યું છે અને આ યોજનાનો લાભ આજે તમામ લોકોને મળી રહ્યો છે ત્યારે આવનારી ચૂંટણીમાં લોકોએ નરેન્દ્રભાઈ મોદીને વોટ કરવાના છે તેમણે કહ્યું કે અનેક પાર્ટીના લોકો એવા છે કે જે લોકોને ખોટી ખોટી વાતો કરી નહીં ગુમરાહ કરી રહ્યા છે ત્યારે આવા લોકોથી ચેતી ને રહેવું આજે વહેલી સવારથી જ કપરાડા વિધાનસભા ક્ષેત્રમાં આવતા વિવિધ ગામોમાં સાંસદના ઉમેદવાર તેમજ ધારાસભ્યના નેતૃત્વમાં વિવિધ ગામોમાં સરપંચો ના નિવાસ્થાને જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો

તીર્થ કોને કહેવાય જ્યાં પાંચ વસ્તુ પોત પોતાની સમ્યક માત્રામાં ભેગી થઈ હોય  જે વિસ્તારમાં ચારે બાજુ પર્વતો હોય આ પહેલી વસ્તુ સ્થાપિત કરે પર્વત સાધુ અને સંતનું પ્રતીક ગણાય છે. :  મોરારીબાપુ

0

તીર્થ કોને કહેવાય જ્યાં પાંચ વસ્તુ પોત પોતાની સમ્યક માત્રામાં ભેગી થઈ હોય જે વિસ્તારમાં ચારે બાજુ પર્વતો હોય આ પહેલી વસ્તુ સ્થાપિત કરે પર્વત સાધુ અને સંતનું પ્રતીક ગણાય છે.

વલસાડ જિલ્લાના ધરમપુરના ખાંડા ગામે ચાલી રહેલી રામ ચરિથ કથામાં ચૈત્ર નવરાત્રમાં ભગવતી ની ઉપાસનાના દિવસો બ્રહ્માણી સૃષ્ટિનો પ્રથમ દિવસ ગઈકાલે હતો આપણા સનાતન ધર્મનું નૂતન વર્ષ એવા પાવન દિવસોમાં પાવન હેતુથી આયોજિત આ નવ દિવસની રામકથાના બીજા ચરણમાં આ વિસ્તારમાં આપ સૌને આસ્થાના આજે જે કેન્દ્રો હોય એ સૌને દેવદેવીઓને મારા પ્રણામ આદિ તીર્થવાસી આપ સૌ મારા ભાઈ બહેનો આપ સૌને પણ આવકારું છું.

જે ચરણ ઉત્સવ વિધ્વિત ક્ષેત્રના અગ્રણીઓ ભાવથી આકથાના મનોરથી પરિવાર આપ સૌ વ્યાસપીઠ પરથી આપ સૌને મારા પ્રણામ કર્યા હતા.

બાપુને એક યુવાન જે કોલેજમાં ભણે છે અને એ અહીંયા કથામાં સેવા આપી રહ્યો છે તેનો એક પ્રશ્ન છે કે બાપુ અમને બહુ ગમ્યું કે આપે અમારા વિસ્તારને આદિ તીર્થની પદવી આપી છે. બાપુ કહ્યુ કે અમે કોઈ પદવી નથી આપી છે તીર્થ કોને કહેવાય જ્યાં પાંચ વસ્તુ પોત પોતાની સમ્યક માત્રામાં ભેગી થઈ હોય એને તીર્થ કહી શકાય.અત્યારે કળિયુગ છે કાળ અને મારું અને તમારું મન બંને મલિન છે. એવા સમય થોડોક ફેરફાર દેખાઈ પરંતુ મૂળ ધારણા જ છે એક જે વિસ્તારમાં ચારે બાજુ પર્વતો હોય આ પહેલી વસ્તુ સ્થાપિત કરે પર્વત સાધુ અને સંતનું પ્રતીક ગણાય છે . જે પ્રદેશમાં કોઈને કોઈ એક સાધુ પુરૂષ નિવાસ હોઈ ભજન આનંદી કોઈ તત્વજ્ઞાની કોઈ જ્ઞાની એવા કોઈ મહાપુરુષનું નિવાસ હોય એને તીર્થ કહેવાય એવા પુરુષો જ પોતાના પગલા દ્વારા તીર્થ અને રિચાર્જ કર્યા કરે.

વિવેકાનંદજીને અમેરિકામાં પૂછેલું કે તમારા ભારતમાં અમારા ઈસુ ભગવાન એના જેવો કોઈ મહાપુરુષ થયો નથી. વિવેકાનંદજીએ કહ્યું કે જે મને પ્યાર છે જે જીસસ અને તમારા વિચારો લઈને મેં મિશન શબ્દ સ્વીકાર્યું છે અને રામકૃષ્ણ મિશન સ્થાપના કરી હતી. અમારા દેશમાં દર 10 વર્ષે કોઈને કોઈ સાધુ પુરુષ પ્રગટ થાય વિવેકાનંદ કહે છે.કોઈપણ દેશમાં કોઈ પણ ભાષામાં કોઈ પણ રીતે તીર્થની પ્રતીતિ કરાવે છે. જે પ્રદેશમાં સમાજની આસ્થા અને અનુરૂપ સનાતન ધર્મને વૈદિક પરંપરાનું કોઈ આસ્થા કેન્દ્ર છે તેને તીર્થ કહેવાય તમારા માવલી છે.માતાજી બેઠી છે.પર્વતો હોય એને તીર્થનો દરજ્જો મળે છે.

પ્રદેશમાં કોઈને કોઈ એક સાધુ પુરૂષ એક સંત પુરૂષ એક ભજનોનંદી કોઈ તત્વજ્ઞાની કોઈ જ્ઞાની એવા કોઈ મહાપુરુષનું નિવાસ હોય એને તીર્થ કહેવાય એવા પુરુષો જ પોતાના પગલા દ્વારા તીર્થ અને રિચાર્જ કર્યા કરે .તમારા ફળિયાને આજુબાજુ અને એમાં મોસમ આવે ત્યારે બીજા કોઈનો શેઢો વગર તમે જે બીજ વાવો છો એ ખેતી કરીએ છીએ અને જો ફસલ પાકે છે એમાંથી લોકોના અન્ન મળે છે. ભગવાન બુદ્ધે કહ્યું કે હું પણ કિસાન છું મારા બળદ જુદા છે એમ કહીને એને પોતાનું કિસાન પણ મેં પણ કહ્યું કરે છે અને તમે તમારા ઘરેથી એને ચોખાની રોટલી નાગલીની રોટલી આપો અને એ તમારી સામે એ પોતાના પેટમાં પધરાવે તો યજ્ઞ છે. કોઈના કાનમાં નજીક જઈને વાત થી પૂર્વગ્રહ મુક્તચીતે એક સારો વિચાર એના કાનમાં નાખો એ યજ્ઞ છે.આચાર્ય વિદ્યાર્થી પ્રાયમરી સ્કૂલમાં પોતાના વિદ્યાર્થીઓને સાચી સલાહ આપે પ્રેમથી દુરથી યજ્ઞ કરી રહ્યો છે હાથ પગ મોઢું ધોઈ અગરબત્તી હોય તો ઠીક છે ન હોય તો તમે જેને માનતા હો એના પાંચ નામ લેવાય પણ એક યજ્ઞ છે.વકતાઓ શ્રોતાઓના કાનમાં ભગવત ચરિત્ર ભગવત વિચાર ભગવત દર્શન એ બધું એના કાનમાં કથા રૂપે પધરાવે છે એ પણ એક યજ્ઞ છે.સારા વિચારો તમે કોઈના કાનરૂપી યજ્ઞ કુંડમાં વિચારોની આહુતિ આપો આપણે ત્યાં યજ્ઞમાં આપવાના 10 પદાર્થો બતાવવામાં એક વિચાર પણ છે. તેમની પણ આહુતિ અપાય છે . વિચાર દાન પણ આપો.

મારા આદિ તીર્થવાસી ભાઈ બહેનો મારા માટે ખાલી આદિવાસી નથી આદિ તીર્થ હવે છો તમારી જવાબદારી વધે છે કે તમે ને તમે આ યજ્ઞમાં પાછો વિક્ષેપ નહિ કરતા બીજા તત્વો પણ આપણે ક્યાંક આપણા યજ્ઞને ના બગાડી એનું ધ્યાન રાખજે આજુબાજુમાં જે ભાઈઓ ધર્મ જેને જે પાળવું હોય એ પાળે એની પોતાની સ્વતંત્રતા ચમત્કારો દેખાડીને ભોળી પ્રજાને ભોળવી જતાં હોય છે.

દક્ષિણ ગુજરાતના આદિવાસી ક્ષેત્રમાં આવેલ ધરમપુરનાં ખાંડા ખાતે મોરારી બાપુની કથાનો થયો ભવ્ય પ્રારંભ

0

  • સોમવારે મોરારીબાપુ ધરમપુર ખાતે હેલિકોપ્ટરમાં ઉતરતાં આદિવાસી વાજિંત્રો સાથે તિલક કરી સ્વાગત કરાયુ હતું. ધરમપુરના યુવા ભાગવત કથાકાર આશિષભાઇ વ્યાસે મોરારી બાપુનું સ્વાગત કર્યુ હતું.
  • પોથીયાત્રામાં આદિવાસી સમાજમાં નૃત્ય વાદ્યો સાથે સેંકડો લોકો જોડાયા
  • બાપુ સમગ્ર વિસ્તારને આદિવાસી ક્ષેત્ર નહિ પરંતુ તિર્થવાસી વિસ્તાર ગણાવ્યો

બાપુની શરૂ થનારી 934મી રામકથાને લઈ
ધરમપુરમાં આધ્યાત્મિક ચેતના ફરી વળી છે
આજથી ચૈત્રી નવરાત્રીના પ્રારંભ સાથે ધરમપુરના ખાંડા ખાતે પ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુની કથાનો પ્રારંભ ….

ધરમપુરના ખાંડામાં મંગળવારથી શરૂ થનારી રામકથા માટે માલનપાડા હેલિપેડ ઉપર પૂ.મોરારીબાપુના આગમનનું ભવ્ય સ્વાગત કરાયું હતું. ધરમપુરની ધરા ઉપર હેલિકોપ્ટર મારફતે પધારેલા બાપુને શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરના ટ્રસ્ટી મહેશભાઈ ખોખાણી,આત્માર્પિત કોઠારીજી, આત્માર્પિત અપૂર્વજીએ પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યુ હતું.

ધરમુપુરના ભાગવત ઉપાસક યુવા કથાકાર આશિષભાઈ વ્યાસે માલ્યાર્પણ કરી હતી.

આ પાવન અવસરે ધરમપુરના પ્રદ્યુમન વ્યાસ, અમીન ડેવલપર્સના હાર્દિક અમીન, કથા આયોજનમાં સેવા આપી રહેલા પરેશભાઈ ફાફડાવાલા, બારડોલી સ્વરાજ આશ્રમના ડો.પ્રજ્ઞાબેનક્લાર્થી સહિત ઉપસ્થિતોએ બાપુના દર્શન કરી આગમનને વધાવી ધન્યતા અનુભવી હતી. હેલીપેડથી કાર મારફતે ખાંડા ગામે પોહચેલા બાપુનું આદિવાસી વાજિંત્રો સાથે તિલક કરી ગ્રામજનોએ સ્વાગત કર્ય હતું. શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલની કાર્ડિયાક એમ્બ્યુલન્સ પણ મુકવામાં આવી હતી. આજથી ચૈત્ર નવરાત્રી દરમ્યાન બાપુની શરૂ થનારી 934મી રામકથાને લઈ ધરમપુર પંથકમાં આધ્યાત્મિક ચેતના ફરી વળી છે.

ધરમપુરના ખાડા ગામેથી આજે મોરારીબાપુની કથા નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો બપોરે 4:00 વાગ્યે કથાના મનોરથી જગદીશભાઈ અને વીણાબેન ના ઘરેથી નીકળેલી પોથી યાત્રા માં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ગામના લોકો શ્રોતાજનો તેમ જ દૂરથી આવેલા અનેક લોકો જોડાયા હતા.પોથી યાત્રામાં આદિવાસી નૃત્ય અને વાદ્યો પણ જોવા મળ્યા હતા બાપુએ આદિવાસી બહુલ વિસ્તારને તીર્થ વાસી ક્ષેત્ર ગણાવ્યું મોરારીબાપુ એ જે તે ક્ષેત્રમાં થયેલા અપરાધો ને ક્ષમા માટે આ કથા બીજું પગથિયું હોવાનું જણાવ્યું. પ્રથમ પગથિયું કચ્છમાં અને બીજું ખાડામાં કથા યોજી કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું, તેઓએ શ્રોતાજનોને નવે નવ દિવસ સુધી ખાંડા ગામમાં એક પણ ઘરે ચુલો પ્રજ્વલિત ન કરવા જણાવ્યું અને કથા ના રસોડે જ તમામ લોકો ભોજન લે તેવું પણ તેમણે સૂચન કર્યું હતું આજે સેંકડોની સંખ્યામાં લોકો કથાનું રસપાન કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા

ધરમપુરના યુવા ભાગવત કથાકાર આશિષભાઇ વ્યાસે મોરારી બાપુનું સ્વાગત કર્યુ હતું.

0

દક્ષિણ ગુજરાતમાં આદિવાસી ક્ષેત્રમાં મોરારીબાપુ ની શરૂ થનારી 934મી રામકથાને લઈ ધરમપુરમાં આધ્યાત્મિક ચેતના ફરી વળી છે.

આજથી ચૈત્રી નવરાત્રીના પ્રારંભ સાથે ધરમપુરના
ખાંડા ખાતે પ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુની કથાનો
પ્રારંભ ….

મોરારીબાપુ ધરમપુર ખાતે હેલિકોપ્ટરમાં ઉતરતાં આદિવાસી વાજિંત્રો સાથે તિલક કરી સ્વાગત કરાયુ હતું.

ગુજરાતના ધરમપુરના યુવા ભાગવત કથાકાર આશિષભાઇ વ્યાસે મોરારી બાપુનું સ્વાગત કર્યુ હતું.

ધરમપુરના ખાંડામાં મંગળવારથી શરૂ થનારી રામકથા
માટે માલનપાડા હેલિપેડ ઉપર પૂ.મોરારીબાપુના
આગમનનું ભવ્ય સ્વાગત કરાયું હતું. ધરમપુરની
ધરા ઉપર હેલિકોપ્ટર મારફતે પધારેલા બાપુને શ્રીમદ્દ
રાજચંદ્ર મિશન ધરમપુરના ટ્રસ્ટી મહેશભાઈ ખોખાણી, આત્માર્પિત કોઠારીજી, આત્માર્પિત અપૂર્વજીએ પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યુ હતું.

ધરમુપુરના ભાગવત ઉપાસક યુવા કથાકાર આશિષભાઈ વ્યાસે માલ્યાર્પણ કરી હતી. આ પાવન અવસરે ધરમપુરના પ્રદ્યુમન વ્યાસ, અમીન ડેવલપર્સના હાર્દિક અમીન,કથા આયોજનમાં સેવા આપી રહેલા પરેશભાઈ ફાફડાવાલા, બારડોલી સ્વરાજ આશ્રમના ડો.પ્રજ્ઞાબેનક્લાર્થી સહિત ઉપસ્થિતોએ બાપુના દર્શન કરી આગમનને વધાવી ધન્યતા અનુભવી હતી. હેલીપેડથી કાર મારફતે ખાંડા ગામે પોહચેલા બાપુનું આદિવાસી વાજિંત્રો સાથે તિલક કરી ગ્રામજનોએ સ્વાગત કર્યુ હતું.

ધરમપુરના માલનપાડા હેલિપેડ ઉપર બાપુના આગમનને લઈ પીએસઆઇ આર.કે.પ્રજાપતિ, સ્ટાફ ઉપસ્થિત રહયા હતા. શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલની કાર્ડિયાક એમ્બ્યુલન્સ પણ મુકવામાં આવી હતી. આજથી ચૈત્ર નવરાત્રી દરમ્યાન બાપુની શરૂ થનારી 934મી રામકથાને લઈ ધરમપુર પંથકમાં આધ્યાત્મિક ચેતના ફરી વળી છે.

કાર્યકર્તાઓને ઘર ઘર જઈ અને મતદારોને સુધી પહોંચી ભાજપના ઉમેદવાર ધવલ પટેલ ને ભવ્ય વિજય અપાવવા માટે હાકલ કરી : પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ

0

વલસાડ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર પૂર જોશમાં ચાલી રહ્યો છે. આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વલસાડ પહોંચી કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો હતો .

ધરમપુરના રાજચંદ્ર આશ્રમમાં માં પાટીલે વલસાડ ડાંગ લોકસભા વિસ્તારના ભાજપ ના કાર્યકર્તા સંમેલનને સંબોધ્યું હતું .આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈની સાથે ભાજપના ઉમેદવાર ધવલ પટેલ, ધારાસભ્યો જીતુભાઇ ચૌધરી, ભરતભાઇ પટેલ, અરવિંદભાઈ પટેલ, રમણલાલ પાટકર, સાંસદ કે.સી.પટેલ અગ્રણીઓની સાથે વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના ભાજપના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.મહત્વપૂર્ણ છે કે 2019 માં વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપ ના ઉમેદવાર સાડા ત્રણ લાખ મતોની લીડ થી વિજય થયા હતા .જોકે આ વખતે ભાજપે આ બેઠક પર પાંચ લાખથી વધુ મતોની લીડ થી જીતવાનું લક્ષ રાખી અને તે મુજબ પ્રચાર ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.આજે ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધતા સીઆર પાટીલે કાર્યકર્તાઓને ઘર ઘર જઈ અને મતદારોને સુધી પહોંચી ભાજપના ઉમેદવાર ધવલ પટેલ ને ભવ્ય વિજય અપાવવા માટે હાકલ કરી હતી. અને આમ ચૂંટણી સમયે પ્રદેશ પ્રમુખની હાજરીને કારણે વલસાડ જિલ્લાના ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ વધ્યો હતો.