1. News
  2. News
  3. આઝાદીકા અમૃત મહોત્સવ અને ભાજપ સ્થાપના દિન ઉજવણી અંતર્ગત યુવા મોરચાની બાઈક રેલી ભરૂચમાં આવતા સ્વાગત કરાયું.

આઝાદીકા અમૃત મહોત્સવ અને ભાજપ સ્થાપના દિન ઉજવણી અંતર્ગત યુવા મોરચાની બાઈક રેલી ભરૂચમાં આવતા સ્વાગત કરાયું.

Share

Share This Post

or copy the link

વાગરા થી આવેલ યાત્રા શ્રવણ ચોકડી થી શહેરમાં ફરી ભોલાવ સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત

આઝાદીકા અમૃત મહોત્સવ અને ભાજપ સ્થાપના દિન ઉજવણી અંતર્ગત
યુવા મોરચાની બાઈક રેલી ભરૂચમાં આવતા સ્વાગત કરાયું.

વાગરા થી આવેલ યાત્રા શ્રવણ ચોકડી થી શહેરમાં ફરી ભોલાવ સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત : આવતીકાલે સવારે અંકલેશ્વર તરફ પ્રસ્થાન કરશે.

આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતા ભાજપ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ તેમજ ભાજપ સ્થાપના દિનની ઊજવણી અંતર્ગત ભાજપ યુવા મોરચા દ્વારા ચાર દિવસ બાઈક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જે યાત્રા
બીજા દિવસે વાગરા થી ભરૂચના શ્રવણ ચોકડી થી શહેરના વિવિધ વિસ્તારમાં ફરતા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

જંબુસર વિધાનસભા મત વિસ્તારની બાઈક રેલીનો તાલુકાના અણખી ગામેથી માજી મંત્રી છત્રસિંહ મોરીની ઉપસ્થિતિમાં લીલીઝંડી બતાવી ભારત માતા કી જયના જયઘોષ સાથે પ્રારંભ કરાયો હતો.જે યાત્રા ભરૂચ તાલુકાના વાગરામાં રાત્રી રોકાણ કર્યા બાદ વહેલી સવારે વાગરા ના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પ્રસ્થાન કરાવતા યાત્રા બાયપાસ ચોકડી થી ભરૂચની શ્રવણ ચોકડી થી પ્રવેશી શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ યાત્રા ભોલાવ સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચતા યાત્રિકોનું જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા,જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી,જીલ્લા મંત્રી નિશાંત મોદી,યુવા મોરચાના શહેર પ્રમુખ મિહિર સોલંકી સહિતના હોદ્દેદારોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.
આ યાત્રા ભરૂચમાં રાત્રી રોકાણ કરી આવતીકાલે વહેલી સવારે ભરૂચના નર્મદા મૈયા બ્રિજ થી અંકલેશ્વર પ્રસ્થાન થનાર છે અને અંકલેશ્વર થઈ વિવિધ તાલુકાઓમાં યાત્રા ભ્રમણ કરશે અને લોકોમાં ઉત્સાહ અને જન જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરી રહ્યા છે.

રિપોર્ટર
ભરૂચ
ભરત મિસ્ત્રી
9904740823

આઝાદીકા અમૃત મહોત્સવ અને ભાજપ સ્થાપના દિન ઉજવણી અંતર્ગત યુવા મોરચાની બાઈક રેલી ભરૂચમાં આવતા સ્વાગત કરાયું.
Comment

Your email address will not be published. Required fields are marked *