1. News
  2. News
  3. કપરાડાના ગવાંટકા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની પ્રગતિ સમગ્ર જિલ્લાની શાળાઓના જિલ્લામાં પ્રથમ સ્થાન

કપરાડાના ગવાંટકા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની પ્રગતિ સમગ્ર જિલ્લાની શાળાઓના જિલ્લામાં પ્રથમ સ્થાન

Share

Share This Post

or copy the link

કપરાડાના ગવાંટકા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની પ્રગતિ ને સન્માન કરી પ્રોત્સાહિત ઈનામ આપવામાં આવ્યું આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વલસાડ જિલ્લાનો પ્રાથિમક કક્ષાનો કલા ઉત્સવ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે યોજાયો હતો.કપરાડાના ગવાંટકા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની પ્રગતિ જેમાં સમગ્ર જિલ્લાની શાળાઓના જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવતા કપરાડા સી આર સી હરીશભાઈ પટેલ કપરાડા શૈક્ષિક સંઘ પ્રમુખ રામુભાઈ પટેલ અને શાળાના આચાર્ય અને શાળા પરિવાર દ્વારા પ્રમાણપત્રો સાથે પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું હતું.

https://youtu.be/6YN5rtjWx5k

કપરાડા ના ગવાંટકા ફળિયામાં 3000 ની આસપાસ વસ્તી વારલી સમાજના આદિવાસી સમાજ રહે જ્યાં આજે પણ મોબાઈલ નેટવર્ક નથી.આદિવાસી બાળકોમાં અનેક સુશુપ્ત શક્તિઓ અંદર રહેલી હોય છે.પરંતુ સુવિધાઓ ઉપલબ્ધ નથી.આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત વલસાડ જિલ્લાનો પ્રાથિમક કક્ષાનો કલા ઉત્સવ સંગીત ગાયન સ્પર્ધામાં કપરાડા તાલુકા કપરાડા ની ગવાંટકા પ્રાથિમક શાળામાં વિદ્યાર્થિની જાંજર પ્રગતિબેન શ્રીરામભાઇએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી ગામ તથા શાળાનું ગૌરવ વધાર્યું છે.શાળા પરિવારે તેણીની આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવી ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી સાથે તમામ પ્રકારની મદદરૂપ થવા માટે જણાવ્યું છે.

કપરાડાના ગવાંટકા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની પ્રગતિ સમગ્ર જિલ્લાની શાળાઓના જિલ્લામાં પ્રથમ સ્થાન
Comment

Your email address will not be published. Required fields are marked *