1. News
  2. કપરાડા
  3. કપરાડાના લીખવડ ગામમાં ભારે વરસાદથી સાઈટ પર ડુંગરની ભેખડો રોડ પર ગામલોકોને હાલાકી

કપરાડાના લીખવડ ગામમાં ભારે વરસાદથી સાઈટ પર ડુંગરની ભેખડો રોડ પર ગામલોકોને હાલાકી

Share

Share This Post

or copy the link

આઝાદીના 75 વર્ષ બાદ પણ લીખવડ ગામની 2000 વસ્તી આજદિન સુધી રસ્તાની સુવિધા મળી નથી

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના લીખવડ બાડુંસા ફળિયામાં જતો રોડ વરસાદ થતાં ભેખડો ધસી આવતા લોકો ભારે મુશ્કેલીઓના ભોગ બન્યા છે.

લીખવડ ગામના સામાજીક આગેવાન ભગુભાઈ દળવી જણાવ્યું કે ગામમાં ત્રણ ફળિયા 2000 ની વસ્તી ધરાવતુ ગામ છે. ઘણા વર્ષોથી ધારાસભ્ય હાલના ગુજરાત સરકારના મંત્રી જીતુભાઇ ચૌધરી વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. પણ આજદિન સુધી રોડ બન્યો નથી. હજુ કોઈપણ પ્રકારની સુવિધાઓ નથી પાણી અને રસ્તા જેવી પાયાની સુવિધાઓનો અભાવ છે. અમારા ગામની દયનીય સ્થિતિનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે મોટી સંખ્યામાં વસ્તી છે અને અન્ય વિસ્તારોમાં મજૂરી કરી જીવન ગુજારે છે. અવારનવાર રજૂઆત છતાં નેતાઓ અને તંત્ર બેધ્યાન, 108 પણ જઇ શકે તેવી સ્થિતિમાં રસ્તો નથી અનેકવાર રજૂઆતો કરવા છતાં આઝાદીના 75 વર્ષ બાદ પણ આજદિન સુધી રસ્તાની સુવિધા મળી શકી નથી. સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં સુતેલુ તંત્ર હજી જાગ્યું નથી. રસ્તો ન હોવાથી લોકોને ભારે હાલાકિનો સામનો કરવો પડે છે. સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસા દરમિયાન વધારે વરસાદ થાય તો લોકોને હાલાકિનો સામનો કરવો પડે છે. એમ્બ્યુલન્સ પણ લોકોના ઘર સુધી પહોંચી શકતી નથી, જેના કારણે ઈમરજન્સી સારવારની જરૂર હોય એવા લોકોનો જીવ બચાવવો પણ ક્યારેક અઘરો પડે ખરાબ રસ્તાના કારણે મહિલા અને બાળકને ઘણી મુશ્કેલી પડે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, વર્ષોથી કોઈ કામ કરાતું નથી. ચૂંટણીના સમયે આવતા નેતાઓ દ્વારા પણ વાયદા જ કરાય છે ક્યારે પણ રસ્તાનું કામ કરી આપવામાં આવ્યું નથી.

કપરાડાના લીખવડ ગામમાં ભારે વરસાદથી સાઈટ પર ડુંગરની ભેખડો રોડ પર ગામલોકોને હાલાકી
Comment

Your email address will not be published. Required fields are marked *