1. News
  2. dadra nagar haveli
  3. કપરાડા એજ્યુકેશન ગૃપ દ્વારા આયોજીત સામાજિક શૈક્ષણિક સ્નેહમિલન કાર્યક્રમ

કપરાડા એજ્યુકેશન ગૃપ દ્વારા આયોજીત સામાજિક શૈક્ષણિક સ્નેહમિલન કાર્યક્રમ

Share

Share This Post

or copy the link

વલસાડ જિલ્લાના કપરાડા ખાતે જીતુભાઈ એચ. ચૌધરી મંત્રીશ્રી, મત્સ્યોદ્યોગ અને કલ્પસર વિભાગ, નર્મદા, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ (રાજયકક્ષા) ના અધ્યક્ષ સ્થાને સામાજિક શૈક્ષણિક સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

  • કપરાડામાં પ્રથમ વખત જ યોજાયેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ તમામ વિદ્યાર્થી મિત્રો, KEG સામાજિક શૈક્ષણિક સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોને બાળાઓ દ્વારા પ્રાર્થના સ્વાગત ગીત દ્વારા સન્નમાન સાથે દીપ પપ્રાગટ્ય માજી કપરાડા તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઇ ગાંવિત , માજી સરપંચ ચંદરભાઈ ગાયકવાડ, મંછુભાઈ ધુમ ઉપસ્થિત આગેવાનોએ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

સામાજિક શૈક્ષણિક સ્નેહમિલન કાર્યક્રમના મુખ્ય મહેમાન મત્સ્યોદ્યોગ અને કલ્પસર વિભાગ, નર્મદા, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ (રાજયકક્ષા) જીતુભાઇ ચૌધરી એ જણાવ્યું કે આદિવાસી સમાજ હવે જાગૃત થયો છે. શિક્ષણ માટે ખુબજ ઉપયોગી થાય એવી માહિતી આપી હતી. આદિવાસી સમાજમાં શિક્ષણ મેળવવા માટે સક્ષમ બન્યો છે ત્યારે આવનારી સરકાર ની ભરતીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાના તૈયાર કરતા વિદ્યાર્થીઓ માટે કોચિંગ ક્લાસ શૈક્ષિણિક સામાજીક જાગૃકતા માટે જે પ્રયાસો કર્યા છે એવા સમાજના આગેવાનોની પ્રસંશનીય કામગીરી બિરદાવી હતી.

કપરાડા એજ્યુકેશન ગૃપ ના પ્રમુખ મંછુભાઈ ધુમ દ્વારા જણાવ્યું કે કપરાડા તાલુકાના કર્મચારીઓ અને અધિકારીઓના પ્રયાસોથી કોઈપણ સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આપણો સમાજ કોચિંગ કલાસ માટે ફી ભરવાની ક્ષમતા ધરાવતા નથી જેથી વીના મૂલ્યે વિદ્યાર્થીઓ મફત કોચિંગ કલાસ શરૂ કરવામાં આવિયા છે. દાતા ઓનો આભાર વ્યક્ત કર્યો હતો. દાતા પાસે સહયોગ આપવા વિનંતી કરી છે. તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા પણ પોતાના અનુભવો જણાવ્યા હતા.

વિદ્યાર્થી મિત્રો UPSC, GPSC, લોક રક્ષક,પંચાયત કલાર્ક અને તલાટી જેવી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકે તે માટે લાયબ્રેરી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે ઉપસ્થિત આગેવાનો દ્વારા રાજ્યમંત્રી જીતુભાઇ ચૌધરી ને રજૂઆતો કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં કપરાડા તાલુકા પંચાયત પ્રમુખ મોહનભાઇ ગરેલ, વલસાડ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ગુલાબભાઈ રાઉત,જિલ્લા પંચાયત સદસ્ય દક્ષાબેન ગાયકવાડ,મનાલા સરપંચ જ્યેન્દ્ર ગાંવિત,તાલુકા પંચાયતના સદસ્યો સરપંચો, આચાર્ય શિક્ષકો મિત્રો સામાજીક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. સમગ્ર કાર્યક્રમ નું આયોજન અને સંચાલન શિક્ષક મિત્રો દ્વારા કરવામાં આવ્યો હતો.

Ad…

કપરાડા એજ્યુકેશન ગૃપ દ્વારા આયોજીત સામાજિક શૈક્ષણિક સ્નેહમિલન કાર્યક્રમ
Comment

Your email address will not be published. Required fields are marked *