1. News
  2. News
  3. કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો), નર્મદા, જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી જીતુભાઇ ચૌધરીના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો), નર્મદા, જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી જીતુભાઇ ચૌધરીના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

Share

Share This Post

or copy the link

કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો), નર્મદા, જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી જીતુભાઇ ચૌધરીના દ્વારા જણાવ્યું કે આજરોજ મને કોરોનાના સામાન્ય લક્ષણો જણાયા બાદ મેં કોરોના ટેસ્ટ કરાવ્યો અને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

છેલ્લા થોડાક દિવસોમાં મારા સંપર્કમાં આવેલ તમામ મિત્રો, શુભેચ્છકોને સ્વેચ્છાએ સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ટેસ્ટ કરાવી લેવા વિનંતી કરું છું.

થોડા દિવસ પહેલા કપરાડા અને ધરમપુર તાલુકાના નવા ચૂંટાયેલા સરપંચો અને સભ્યોનો સન્માન સમારંભ એન.આર.રાઉત હાઇસ્કુલ, નાનાપોંઢા ખાતે યોજાયો હતો જેમાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ, પાણી પુરવઠા વિભાગના રાજયમંત્રી જીતુભાઇ ચૌધરી સાંસદ ડો.કે.સી.પટેલે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલ્કાબેન શાહ, ધરમપુર ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, મહામંત્રી શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી, ગજરાત ભાજપ અને વલસાડ જિલ્લા ભાજપ પ્રભારી શ્રીમતી શીતલબેન સોની, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ગુલાબભાઈ રાઉત સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, સંગઠન પ્રમુખ સહિત કાર્યકર્તાઓ, જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યો, ધરમપુર અને કપરાડા તાલુકાના વિવિધ ગામોના સરપંચો, સભ્યો હાજર રહયા હતા.

ઉલ્લેખનીય છે કે હજારો ની સંખ્યામાં કાર્યકરોએ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાં કોરોના માટે વહીવટી તંત્ર અજાણ હોઈ શકે ?

કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો), નર્મદા, જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી જીતુભાઇ ચૌધરીના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
Comment

Your email address will not be published. Required fields are marked *