1. News
  2. એન્ટરટેઇનમેન્ટ
  3. કૉંગ્રેસ-યુવા-NSUI  યુવા સીઝન -2 અંડર-19 કપ- 2022 કપરાડા

કૉંગ્રેસ-યુવા-NSUI  યુવા સીઝન -2 અંડર-19 કપ- 2022 કપરાડા

Share

Share This Post

or copy the link

વલસાડ જિલ્લાના કપરાડા મોટી પલસણ, ગામે યુવા સીઝન -2 અંડર-19 કપ- 2022 ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા NSUIના ઉપપ્રમુખ ધર્મસિંહ વસંતભાઇ પટેલના મુખ્ય મહેમાન હાજર રહી સાથી યુવાનોને ક્રિકેટ માઘ્યમથી યુવા વિચાર ધારા સાથે વિસ્તારની અંદર શિક્ષણ સાથે ક્રિકેટ યુવાનોએ પોતાની ઉંચાઈ પહોંચવા સંકલ્પ કર્યો.

ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન યુવા લીડર ભગવાનભાઇના નેતૃત્ત્વમાં ગામનાં અને આજુબાજુના યુવાનો દ્વારા કરવામાં આવ્યું. જેમાં ગામનાં સરપંચશ્રી રમણભાઈ અને વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી વસંતભાઈ બી.પટેલ તથા સુભાષભાઈ સુલિયાના માજી સરપંચશ્રીના માગૅદશૅન હેઠળ યુવા શક્તિ બહાર લાવવા અનુરોધ સાથે વિશાળ સંખ્યામાં આજુબાજુ ગામની ટીમો અને ગામનાં યુવાનો દ્વારા આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે કાસુભાઇ, ભગવાનભાઈ ગોંડ, દિલીપભાઈ લાખન, દિનેશભાઈ વાઢું, અનિલભાઈ લાખન, કાળુંભાઈ વાઢું,કલ્પેશભાઈ ભુસારા અને ભાવેશભાઈ મસે હાજર રહ્યા હતાં.

કૉંગ્રેસ-યુવા-NSUI  યુવા સીઝન -2 અંડર-19 કપ- 2022 કપરાડા
Comment

Your email address will not be published. Required fields are marked *