1. News
  2. અમદાવાદ
  3. ગુજરાતનાં 52 હજાર બૂથના યોદ્ધાઓ સાથે રાહુલ ગાંધી સવારે અમદાવાદ એરપોર્ટથી શાહીબાગ સર્કિટ હાઉસ

ગુજરાતનાં 52 હજાર બૂથના યોદ્ધાઓ સાથે રાહુલ ગાંધી સવારે અમદાવાદ એરપોર્ટથી શાહીબાગ સર્કિટ હાઉસ

Share

Share This Post

or copy the link

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રચારનું રણશિંગું ફૂંકવા રાહુલ ગાંધી આજે 5મી સપ્ટેમ્બરે ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. થોડીકવારમાં જ રાહુલ ગાંધી રિવરફ્રન્ટ પહોંચશે અને વલ્લભ સદન પાછળ બૂથના યોદ્ધાઓના સંમેલનને સંબોધશે, ભારત જોડો યાત્રાના કાર્યક્રમ પહેલાં રાહુલ બપોરે બે વાગ્યા આસપાસ સાબરમતી આશ્રામની મુલાકાત લેશે, જ્યાં પ્રાર્થના સભામાં જોડાઈ ગાંધીબાપુની પ્રતિમાને નમન કરી આશીર્વાદ મેળવશે. રિવરફ્રન્ટ પર બૂથના કાર્યકરો હજારોની સંખ્યામાં પહોંચી ગયા છે.

ગુજરાતનાં 52 હજાર બૂથના યોદ્ધાઓ સાથે સંવાદ કરશે
ગુજરાત કોંગ્રેસે જણાવ્યું હતું કે મોંઘવારી, બેરોજગારી, કથળતી કાયદા વ્યવસ્થા, ડ્રગ્સના બેફામ કારોબાર સહિતના મુદ્દે પ્રજાનો અવાજ ઉઠાવવામાં આવશે. આગામી ચૂંટણીને ધ્યાને લઈ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા પરિવર્તન સંકલ્પ સંમેલનમાં અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે બૂથના યોદ્ધાઓને સંબોધન કરશે. ગુજરાતનાં 52 હજાર બૂથના યોદ્ધાઓ સાથે રાહુલ ગાંધી સવારે અમદાવાદ એરપોર્ટથી શાહીબાગ સર્કિટ હાઉસ જશે, ત્યાંથી રિવર ફ્રન્ટ ખાતેના કાર્યક્રમમાં પહોંચશે. એ પછી સાબરમતી ગાંધી આશ્રમના કાર્યક્રમમાં હાજરી આપશે.

કોંગ્રેસ 125 બેઠકના લક્ષ્યાંક સાથે મેદાને ઊતરશે
આ કાર્યક્રમોને લઈ પ્રદેશ નેતાઓ, પ્રભારી ડો. રઘુ શર્માએ સ્થળ પર જઈ આગોતરી તૈયારીનું નિરીક્ષણ કર્યું હતું. ગુજરાત કોંગ્રેસનાં સૂત્રો કહે છે કે વિધાનસભાની ચૂંટણીને લઈ આગામી દિવસોમાં પ્રિયંકા ગાંધી ચૂંટણીપ્રચાર માટે ગુજરાત આવશે. કોંગ્રેસ કાર્યલાય ખાતે મોડી સાંજે છ કલાકે ઉમેદવાર પસંદગી પક્રિયાની કામગીરી શરૂ થશે. કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીના પ્રવાસથી બૂથના કાર્યક્રમોમાં ઉત્સાહનો સંચાર થશે. આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ પરિવર્તનના સંકલ્પ સાથે મેદાનમાં ઊતરશે. જગદીશ ઠાકોરના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ 125 બેઠકના લક્ષ્યાંક સાથે મેદાને ઊતરી છે.

  • રાહુલ ગાંધીના પ્રવાસ પહેલાં કોંગ્રેસને ઝટકો રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પહેલાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. વિશ્વનાથસિંહે એક પત્રમાં કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. ‘મારા જેવા હજારો યુવાનો પક્ષમાં સમય વેડફે છે. પક્ષમાં જૂથવાદને કારણે દુશ્મનો પેદા થાય છે. જનતાએ પક્ષને ખૂબ તકો આપી, પણ પક્ષ નિષ્ફળ. વિશ્વનાથસિંહ વાઘેલાએ રાજીનામાની શરૂઆતમાં જ લખ્યુ છે કે હું મારી જાતને કોંગ્રેસ પક્ષમાંથી મુક્ત કરું છું. 2016 અને 2021 બંને ચૂંટણીમાં થઇને એક કરોડ 70 લાખ જેટલા રૂપિયા મેં અને મારા ગ્રુપે ભેગા મળીને પક્ષને આપ્યા હતા, ત્યારે પક્ષે મને આ પદ આપ્યું હતું, આથી કહી શકાય કે કોંગ્રેસે પક્ષે મને જે કોઇ મોટાં પદો આપ્યા એ મારી પાસેથી પૈસા લઇને વેચાતા આપ્યા છે.
ગુજરાતનાં 52 હજાર બૂથના યોદ્ધાઓ સાથે રાહુલ ગાંધી સવારે અમદાવાદ એરપોર્ટથી શાહીબાગ સર્કિટ હાઉસ
Comment

Your email address will not be published. Required fields are marked *