1. News
  2. કોરોનાવાયરસ
  3. જામનગર જીલ્લા કોંગ્રેસ દ્વારા કોરોનાથી મૃત્યુ પામેલના પરિવારને 4 લાખનું વળતર મળે તે અંગે આપાયું આવેદન પત્ર.

જામનગર જીલ્લા કોંગ્રેસ દ્વારા કોરોનાથી મૃત્યુ પામેલના પરિવારને 4 લાખનું વળતર મળે તે અંગે આપાયું આવેદન પત્ર.

Share

Share This Post

or copy the link

જીએનએ જામનગર:

પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જગદીશભાઈ ઠાકોરની સૂચના અનુસાર જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના આદરણીય અધ્યક્ષશ્રી જીવણભાઈ કુંભરવાડીયાની આગેવાનીમાં જામનગર તાલુકા તથા સિક્કા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગ્રામ્ય મામલતદાર કચેરીએ કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવાર ને ૪ લાખ રૂપિયા નું વળતર મળે તે માટે જિલ્લા કૉંગ્રેસ દ્વારા કોવિડ 19 યાત્રા અંતર્ગત જે ફોર્મ અગાઉ ભરેલા હતા તે ફોર્મ ની નકલો સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા કૉંગ્રેસ પ્રમુખશ્રી જીવણભાઈ કુંભરવાડીયા, જામજોધપુર/લાલપુર ના ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ કાલરીયા, ગુજરાત કિસાન કૉંગ્રેસના વાઇસ ચેરમેન અને મોરબી જિલ્લા પ્રભારી કર્ણદેવસિંહ જાડેજા, તાલુકા કૉંગ્રેસના પ્રમુખ ઉપેન્દ્રસિંહ જાડેજા, સિક્કા શહેર પ્રમુખ અસગરભાઈ, પ્રદેશ મંત્રી યુસુફભાઈ ખફી, મહિલા મંત્રી સારબેન મકવાણા, જિલ્લા મહિલા પ્રમુખ નાયનબા જાડેજા, સિક્કા ના પ્રભારી હરુનભાઈ પલેજા,

જિલ્લા ઓ.બી.સી પ્રમુખ કલ્પેશભાઈ હડિયલ, જિલ્લા કિસાન સેલ ના પ્રમુખ હિરેનભાઈ ખાંટ, જિલ્લા કૉંગ્રેસના ઉપપ્રમુખ પ્રવિણસિંહ જાડેજા, પી.આર જાડેજા, પ્રહલાદસિંહ જાડેજા, દાઉદભાઈ ગંધાર, મેહુલભાઈ સોજીત્રા, જિલ્લા કૉંગ્રેસ ના મહામંત્રી પ્રદીપસિંહ વાળા, ચેતનભાઈ મોરી, હરદેવસિંહ જાડેજા, જિલ્લા મંત્રી ચંદ્રસિંહ જાડેજા, અનોપસિંહ જાડેજા, કાનાભાઈ વિરડા, દિનેશભાઇ કંબોયા, ભુપતભાઇ ધમસાનીણા, દેવજીભાઈ કંણજારીયા, સિક્કાનગર પાલિકા ના ઉપપ્રમુખ અસગરભાઈ ગંધાર, તથા જામનગર જિલ્લા/તાલુકા તથા સિક્કા શહેર ના કાર્યકરો, આગેવાનો અને કોરોના મહામારી માં મૃત્યુ પામેલા લોકો ના પરિવારજનો બોહળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

@d…….

Resort-Like Residence
2 & 3 BHK Flat Scheme.
Contact for Booking
M.8511952623

જામનગર જીલ્લા કોંગ્રેસ દ્વારા કોરોનાથી મૃત્યુ પામેલના પરિવારને 4 લાખનું વળતર મળે તે અંગે આપાયું આવેદન પત્ર.
Comment

Your email address will not be published. Required fields are marked *