1. News
  2. ગુજરાત
  3. દારૂબંધીવાળા ગુજરાતમાં સરકારી અધિકારીઓ દારુના નશામાં નોકરી કરતા પકડાયા હોવાના કારણે દારૂબંધીની નીતિ પર પણ સવાલો ઊભા થઇ રહ્યા છે.

દારૂબંધીવાળા ગુજરાતમાં સરકારી અધિકારીઓ દારુના નશામાં નોકરી કરતા પકડાયા હોવાના કારણે દારૂબંધીની નીતિ પર પણ સવાલો ઊભા થઇ રહ્યા છે.

Share

Share This Post

or copy the link

  • સુરતના મોટાવરાછા વિસ્તારમાં વોર્ડ ઓફિસમાં મહાનગરપાલિકાના બે કર્મચારીઓ દારુના નશાની હાલતમાં પકડાયા
  • સ્થાનિક પોલીસ અધિકારીઓની મેળાપીપણામાં જ દારુનું વેચાણ થતું હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે.

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પકડવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 2ના પ્રમુખ ભરત વીરપરા, સંગઠન મંત્રી ઘનશ્યામ નાવડિયા અને રોહિત સુતરીયા જ્યારે વોર્ડ ઓફિસની મુલાકાત લેવા માટે ગયા હતા ત્યારે હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા ઉમેશ પટેલ અને સેનેટરી સબ ઇન્સ્પેકટર દિનેશ ગુર્જર દારુના નશાની હાલતમાં જોવાનું સામે આવ્યું હતું.

રાજ્યમાં દારૂબંધીના કાયદાનો કડકાઈથી અમલ થતો હોવાની વાત રાજ્ય સરકાર દ્વારા જ કરવામાં આવે છે. પણ ગુજરાતમાં ઘણી જગ્યા પર ગેરકાયદેસર રીતે દારુનું વેચાણ થતું હોવાના કિસ્સાઓ સામે આવે છે. તો ઘણી વખત સ્થાનિક પોલીસ અધિકારીઓની મેળાપીપણામાં જ દારુનું વેચાણ થતું હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. તો ઘણી વખત રાજ્યમાં સરકારી કચેરીઓમાં અધિકારીઓ દારુનું સેવન કરતા હોવાનું પણ સામે આવ્યું છે.

ત્યારે આવી જ એક ઘટના સુરતના મોટાવરાછા વિસ્તારમાં સામે આવી છે.

રિપોર્ટ અનુસાર, સુરતના મોટાવરાછા વિસ્તારમાં વોર્ડ ઓફિસ આવેલી છે. આ વોર્ડ ઓફિસની નજીકમાં સુરત મહાનગરપાલિકાના બે કર્મચારીઓ દારુના નશાની હાલતમાં પકડાયા હતા. આ કર્મચારીઓને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પકડવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 2ના પ્રમુખ ભરત વીરપરા, સંગઠન મંત્રી ઘનશ્યામ નાવડિયા અને રોહિત સુતરીયા જ્યારે વોર્ડ ઓફિસની મુલાકાત લેવા માટે ગયા હતા ત્યારે હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા ઉમેશ પટેલ અને સેનેટરી સબ ઇન્સ્પેકટર દિનેશ ગુર્જર દારુના નશાની હાલતમાં જોવાનું સામે આવ્યું હતું.

તેથી તાત્કાલિક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પોલીસ ને માહિતી આપવામાં આવી હતી. 100 નંબર પર ફરિયાદ કરતાની સાથે પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને પોલીસ દ્વારા દારૂના નશાની હાલતમાં ફરજ બજાવી રહેલા સુરત મહાનગરપાલિકાના બે કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હવે જોવાનું એ રહે છે કે, સુરત મહાનગરપાલિકાની કચેરીમાં જ દારુના નશામાં ફરજ બજાવી રહેલા આ બંને કર્મચારીઓ સામે પાલિકાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં. તો બીજી તરફ, પાલિકાના બે કર્મચારીઓ દારુના નશામાં હોવાથી તેમનો વીડિયો પણ ઉતારવામાં આવ્યો હતો અને તેમાં તેઓ રીતસરના લથડિયા ખાતા નજરે ચડી રહ્યા હતા.

દારુના નશામાં પકડાયેલા બે કર્મચારીઓ કાયમી કર્મચારીઓ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. પોલીસ દ્વારા બંને અધિકારીઓની ધરપકડ કરીને તેમના સેમ્પલ લઇને તેને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. પણ દારૂબંધીવાળા ગુજરાતમાં સરકારી અધિકારીઓ દારુના નશામાં નોકરી કરતા પકડાયા હોવાના કારણે દારૂબંધીની નીતિ પર પણ સવાલો ઊભા થઇ રહ્યા છે.

દારૂબંધીવાળા ગુજરાતમાં સરકારી અધિકારીઓ દારુના નશામાં નોકરી કરતા પકડાયા હોવાના કારણે દારૂબંધીની નીતિ પર પણ સવાલો ઊભા થઇ રહ્યા છે.
Comment

Your email address will not be published. Required fields are marked *