1. News
  2. લાઇફસ્ટાઇલ
  3. પહેલા કેરળ પબ્લિક સર્વિસ કમિશન અને પછી યુપીએસસીમાં સફળતા મેળવનાર શ્રીનાથ મુન્નારનો વતની છે

પહેલા કેરળ પબ્લિક સર્વિસ કમિશન અને પછી યુપીએસસીમાં સફળતા મેળવનાર શ્રીનાથ મુન્નારનો વતની છે

Share

Share This Post

or copy the link

કેરળના શ્રીનાથ, જે રેલવે સ્ટેશન પર કુલી રહી ચૂક્યા છે. તેમની કહાની પણ આવી જ છે. સિવિલ સર્વિસ એક્ઝામિનેશન એટલે કે UPSC એ ચક્રવ્યુહ છે, તો શ્રીનાથ એ અભિમન્યુ છે જેણે કોઈની મદદ વિના આ ચક્રવ્યૂહમાં પ્રવેશ કર્યો એટલું જ નહી અને પાસ પણ કર્યું. આ પરીક્ષા ખુબ જ અઘરી હોય છે.દર વર્ષે લાખો લોકો આ મુશ્કેલ પરીક્ષા પાસ કરવા માટે એક કરતા વધુ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટનો આશરો લે છે, જ્યારે કેરળના શ્રીનાથે આ મુશ્કેલ પરીક્ષા કોઈપણ કોચિંગ વિના પાસ કરી છે. વધુ મહત્વની વાત એ છે કે જ્યારે શ્રીનાથે આ મુશ્કેલ પરીક્ષાની તૈયારી શરૂ કરી ત્યારે તે રેલવે સ્ટેશન પર કુલીનું કામ કરતો હતો.
મોટા ભાગના લોકો તેમની નિષ્ફળતા માટે જીવનમાં સંસાધનોની અછતને જવાબદાર ગણે છે. તેઓ માને છે કે જો તેમને તમામ સુખ સુવિધાઓ મળી હોત તો તેઓ જીવનમાં કંઈક સારું કરી શક્યા હોત. પરંતુ વિશ્વમાં એવા લોકો છે જે ક્યારેય અછત વિશે વિચારતા નથી. તેમની એકમાત્ર વિચારસરણી સફળ થવાની હોય છે. તેઓ સખત મહેનત કરે છે અને સફળતા મેળવે છે.
પહેલા કેરળ પબ્લિક સર્વિસ કમિશન અને પછી યુપીએસસીમાં સફળતા મેળવનાર શ્રીનાથ મુન્નારનો વતની છે. આર્થિક રીતે નબળા પરિવારમાં જન્મેલા શ્રીનાથે પોતાના પરિવારને ચલાવવા માટે એર્નાકુલમ સ્ટેશન પર કુલી તરીકે કામ કર્યું હતું. પરિવારના એકમાત્ર કમાતા સભ્ય શ્રીનાથે વર્ષ 2018 માં નક્કી કર્યું કે તે સખત મહેનત કરશે અને મોટું પદ મેળવશે.

Ad..

પહેલા કેરળ પબ્લિક સર્વિસ કમિશન અને પછી યુપીએસસીમાં સફળતા મેળવનાર શ્રીનાથ મુન્નારનો વતની છે
Comment

Your email address will not be published. Required fields are marked *