1. News
  2. News
  3. બંધારણીય વડા- દેશની સેનાના સર્વોચ્ચ કમાન્ડર તરીકે પ્રથમ વખત સન્માનનીય આદિવાસી મહિલા

બંધારણીય વડા- દેશની સેનાના સર્વોચ્ચ કમાન્ડર તરીકે પ્રથમ વખત સન્માનનીય આદિવાસી મહિલા

Share

Share This Post

or copy the link

સાંસદોના મતોની ગણતરીમાં એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને 540 મત: વિપક્ષના ઉમેદવાર યશવંતસિંહાને 208 મત

વડાપ્રધાન સહિત કેન્દ્રીય કેબીનેટ મુર્મુના નિવાસસ્થાને દેશભરમાંથી અભિનંદનની વર્ષા: તા.25ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં શપથવિધિ

નવી દિલ્હી તા.21
દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ પ્રચંડ વિજય ભણી આગળ વધી રહ્યા છે. આજે સવારથી શરુ થયેલી મતગણતરીમાં પ્રથમ તબકકામાં સાંસદોના મતોની ગણતરી કરવામાં આવી હતી જેમાં દ્રૌપદી મુર્મુને 540 મત અને વિપક્ષના ઉમેદવાર યશવંતસિંહાને 208 મત મળ્યા છે. આમ મતોના મૂલ્ય મુજબ દ્રૌપદી મુર્મુને 318000 મતો મળ્યા હતા.

જયારે યશવંતસિંહાને 145000 મતો મળ્યા છે અને સાંસદોના મતોમાં 15 મતો અયોગ્ય ઠર્યા હતા. હવે દેશના રાજયોના ધારાસભ્યોના મતોની ગણતરી થશે અને 15મા રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મુનો વિજય નિશ્ચિત થઈ ગયો છે. બીજી તરફ દ્રૌપદી મુર્મુના વિજયની ઉજવણી શરુ થઈ ગઈ છે.

એનડીએ દ્વારા ભાજપના વડામથક ખાતે મિઠાઈ વહેચવાનું તથા ફટાકડા ફોડીને આ વિજયને વધાવી લીધો છે. બીજી તરફ પરિણામની સતાવાર સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય કેબીનેટના તમામ સભ્યો અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા સહિતના અગ્રણીઓ દ્રૌપદી મુર્મુના નિવાસસ્થાને પહોંચી જશે અને તેમનું અભિવાદન કરશે. સંસદભવનની મતગણતરી સાથે જ દ્રૌપદી મુર્મુના વતન જિલ્લા મયુરભંજમાં ઉજવણી શરુ થઈ ગઈ છે.

દિલ્હીમાં ભાજપ્ના રાષ્ટ્રીય અધ્યક્ષ યોજશે ‘અભિનંદન યાત્રા’!
દ્રૌપદી મુર્મુના વિજયને વધાવવા તૈયારી
દેશના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુના વિજયની સતાવાર જાહેરાત બાદ ભાજપ પાટનગર દિલ્હીમાં ભવ્ય અભિનંદન યાત્રા યોજશે તથા દેશભરમાં ભાજપ સાંજે વિજયોત્સવ મનાવશે. દિલ્હીમાં ભાજપ્ના રોડ શો માં પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા તથા પક્ષના ઉચ્ચ પદાધિકારીઓ સામેલ થશે અને દિલ્હી ભાજપ્ના પંતમાર્ગ કાર્યાલયથી આ રોડ શો અશોક માર્ગ, પટેલ ચોક તથા રફી માર્ગ પરથી પસાર થઈને આગળ વધશે. સૂત્રોના જણાવ્યા મુજબ આ રોડ-શો બાદ એક ભવ્ય સભા યોજાશે.

Ad..

બંધારણીય વડા- દેશની સેનાના સર્વોચ્ચ કમાન્ડર તરીકે પ્રથમ વખત સન્માનનીય આદિવાસી મહિલા
Comment

Your email address will not be published. Required fields are marked *