1. News
  2. ઈન્ડિયા
  3. યોગી સરકારમાં જળશક્તિ વિભાગના રાજ્યમંત્રી દિનેશ ખટીકે પોતાનું રાજીનામુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મોકલ્યુ

યોગી સરકારમાં જળશક્તિ વિભાગના રાજ્યમંત્રી દિનેશ ખટીકે પોતાનું રાજીનામુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મોકલ્યુ

Share

Share This Post

or copy the link

  • રાજીનામામાં દિનેશ ખટીકે અધિકારીઓને મહત્વ ના આપવા અને દલિતોને યોગ્ય માન-સમ્માન ના મળવાનો આરોપ લગાવ્યો છે.
  • દિનેશ ખટીકે પોતાનું રાજીનામુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મોકલ્યુ છે.

દલિત હોવાને કારણે સમ્માન નથી મળતુ, યોગી સરકારના મંત્રીએ આપ્યુ રાજીનામુ યોગી સરકારમાં જળશક્તિ વિભાગના રાજ્યમંત્રી દિનેશ ખટીકે પોતાનું રાજીનામુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મોકલ્યુ છે. આ રાજીનામામાં દિનેશ ખટીકે અધિકારીઓને મહત્વ ના આપવા અને દલિતોને યોગ્ય માન-સમ્માન ના મળવાનો આરોપ લગાવ્યો છે. સુત્રો અનુસાર, દિનેશ ખટીકે પોતાનું રાજીનામુ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજભવનને પણ મોકલ્યુ છે.જળશક્તિ વિભાગના રાજ્યમંત્રી દિનેશ ખટીકે આરોપ લગાવ્યો છે કે દલિત હોવાને કારણે વિભાગમાં તેમની સુનાવણી થતી નથી અને ના તો કોઇ બેઠકની સૂચના તેમણે આપવામાં આવે છે. દિનેશ ખટીકે આરોપ લગાવતા કહ્યુ કે રાજ્યમંત્રીના અધિકાર તરીકે માત્ર ગાડી આપવામાં આવી છે. દિનેશ ખટીકે ટ્રાન્સફર મામલે મોટા ભ્રષ્ટાચારના આરોપ પણ લગાવ્યા છે.

ટ્રાન્સફરમાં ગડબડને લઇને જ્યારે દિનેશ ખટીકે અધિકારીઓ પાસે જાણકારી માંગી તો તેમણે હજુ સુધી જાણકારી આપવામાં આવી નથી. મુખ્ય સચિવ સિંચાઇ પર આરોપ લગાવતા રાજ્યમંત્રી દિનેશ ખટીકે કહ્યુ કે ફોન કરવા પર પુરી વાત સાંભળ્યા વગર ફોન કાપી નાખ્યો હતો. મંત્રીએ નમામિ ગંગે યોજનામાં પણ ભ્રષ્ટાચારની વાત કરી છે.

યોગી સરકારમાં જળશક્તિ વિભાગના રાજ્યમંત્રી દિનેશ ખટીકે પોતાનું રાજીનામુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મોકલ્યુ
Comment

Your email address will not be published. Required fields are marked *