1. News
  2. AAP
  3. વલસાડ જિલ્લાના ધરમપુરના પૈખેડ, ચાસમાંડવા અને મોહનાકાવચાળી મળી ત્રણ સૂચિત ડેમ બાબતે વિરોધ

વલસાડ જિલ્લાના ધરમપુરના પૈખેડ, ચાસમાંડવા અને મોહનાકાવચાળી મળી ત્રણ સૂચિત ડેમ બાબતે વિરોધ

Share

Share This Post

or copy the link

દક્ષિણ ગુજરાતની પાર, ઔરંગા, અંબિકા અને પૂર્ણા નદીઓનાં સ્રાવક્ષેત્રમાં સાત જળાશયાનાં
બાંધકામનો સમાવેશ દમણગંગા- પીંજલ લીંક નાં આયોજનમાં દમણગંગા નદીનાં સ્ત્રાવક્ષેત્રમાં કુલ બે જળાશયોનાં કુલ બાંધકામનો સમાવેશ થાય છે. કેન્દ્રીય મંત્રી નિર્મલા સિતારમણે સંસદમાં બજેટ રજૂ કર્યું હતું જેનો વિરોધ સમગ્ર આદિવાસી વિસ્તારમાં ડાંગ નવસારી વલસાડ જિલ્લામાં થઈ રહ્યો છે.

વલસાડ જિલ્લાના તા.14/02/2022 દિને યોજાયેલી ધરમપુર તાલુકા ની સામાન્ય સભામાં આદિવાસી ભાઈ બહેનોને વિસ્થાપત થવાની ભીતિને કારણે ધરમપુર ના પૈખેડ અને ચાસમાંડવા તથા મોહનાકાવચાળી મળી ત્રણ સૂચિત ડેમ બાબતે વિરોધ દર્શાવી આ ડેમો ની યોજના બંધ કરવા ઠરાવ માટે તાલુકા પંચાયતના સભ્યો પાસે ચાલુ સભામાં સમંતિ માંગી હતી.પરંતુ માત્ર ચાર થી પાચ પંચાયત સભ્યોએ હાથ ઊંચો કરી સમંતિ આપી હતી. ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે શું બાકીના તાલુકા પંચાયત સભ્યો આ ડેમો બને એના સમર્થનમાં છે ?

ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ જણાવ્યું કે કોઈ નઇ આવે તો કઈ નહીં પરંતુ હું એખલો પણ મારાં આદિવાસી સમાજ ના લોકો ને બચાવવાં માટે ડેમ નો વિરોધ કરીશ.અને મને વિશ્વાસ અને ખાત્રી છે કે ગરીબ આદિવાસી ઓના હિત ના રક્ષણ માટે આદિવાસી સમાજ સાથે રહેછે. આ બાબતે સમસ્ત આદિવાસી સમાજ ધરમપુર આદિવાસી ઓ ના હક અને અધિકાર ની રક્ષા માટે હંમેશા તૈયાર રહેછે આદિવાસી સમાજ ના યોદ્ધાઓ ગરીબ આદિવાસીઓને લડત માં સાથે ટેકો આપી જે પણ કઈ કરવું પડશે કોઈ પણ બલિદાન આપવું પડશે તો પીછે હઠ નહિ કરીશું.અને આદિવાસી સમાજ નો વિનાશ થાય એવો વિકાસ અમને નથી જોઈતો.
અને બીજા વિવિધ પ્રશ્નો ની રજૂઆત કરી હતી.

વલસાડ જિલ્લાના ધરમપુરના પૈખેડ, ચાસમાંડવા અને મોહનાકાવચાળી મળી ત્રણ સૂચિત ડેમ બાબતે વિરોધ
Comment

Your email address will not be published. Required fields are marked *