1. News
  2. valsad
  3. વલસાડ જિલ્લાના નેશનલ હાઈવે પારડી કપરાડા કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ બિસમાર કેમ ?

વલસાડ જિલ્લાના નેશનલ હાઈવે પારડી કપરાડા કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ બિસમાર કેમ ?

Share

Share This Post

or copy the link

  • કપરાડા ના કુંભઘાટ નો સોળે કળાએ ચોમાસામાં પ્રકૃતિના ખોળે માનવ સર્જિત નજારો
  • વલસાડ જિલ્લાના નેશનલ હાઈવે પારડી કપરાડા કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ બિસમાર કેમ ?
  • શું અધિકારીઓ ફક્ત ડીગ્રી લઈને આવ્યા છે.15 થી 20 વર્ષ થી ખાડા પડે છે.હજુ સુધી નેશનલ હાઈવે ઓથોરિટી પાસે કોઈ ટેકનોલોજી આવી નથી.

દક્ષિણ ગુજરાતમાં ગુજરાત અને મહારાષ્ટ્ર સાથે વલસાડ જિલ્લાના મુખ્ય વાહન વ્યવહાર માટે ઉપયોગી માર્ગ નેશનલ હાઇવે 848 પર વહીવટી તંત્રની લાપરવાહી અને કોન્ટ્રાક્ટરની બેદરકારી ચોમાસામાં પડેલા ખાડા વાહનો ચાલકો માટે ભયંકર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

વલસાડ જિલ્લામાં કેટલાક વર્ષોથી જિલ્લાના મુખ્ય રસ્તાઓ બિસમાર કેમ બને છે. જિલ્લામાં સ્થાનિક લોકો કે નેતાઓ અજાણ હોઈ શકે અગર તો પછી કોઈ ઉપર કોઈ સાંભળતાં નથી.

સરકાર દ્વારા માર્ગ નવીનીકરણ માટે દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે. દર વર્ષે ચોમાસુ આવે એટલે ખાડા પડી જાય છે. જવાબદારી કોની ?

નેશનલ હાઇવે 848 પારડી થી કપરાડા સુધીમાં ચોમાસામાં જે જગ્યાએ ખાડા પડયા છે એજ જગ્યાએ દર ચોમાસામાં ખાડા પડે શું અધિકારીઓ ફક્ત ડીગ્રી લઈને આવ્યા છે.15 થી 20 વર્ષ થી ખાડા પડે છે.હજુ સુધી નેશનલ હાઈવે ઓથોરિટી પાસે કોઈ ટેકનોલોજી આવી નથી. કોન્ટ્રાક્ટરો પર કોના આશીર્વાદ છે.

નેશનલ હાઈવે પર જે પણ કામ કરવમાં આવે છે. કામના ગેરન્ટી પિરિયડ હોઈ છે કે નથી જે પણ કામમાં ગુણવત્તા વગર કરવામાં આવે છે એની સામે બ્લેક લિસ્ટ કરવા માટે ની કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી. પ્રજાનાં ટેક્સ કરોડો રૂપિયા વેડફાય જતાં હોય છે.

ચોમાસુંની શરૂઆત થાય એટલે પારડી થી કપરાડા વાપી થી ધરમપુર ખાડા પડી વરસાદી પાણી જતું હોય છે. વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ અને અકસ્માત ની ઘટના બને છે.

હજુ સુધીમાં ગત વર્ષ પહેલા પડેલા ખડા કામમાં બેદકારી સામે આવી છે. કોન્ટ્રાકટર જે કામ ગેરેન્ટી પિરિયડ હતો પણ કામમાં કોન્ટ્રાક્ટ દ્વારા ગેરરીતિઓ કરવામાં આવી છે જે ગત ચોમાસામાં પડેલા ખાડા પડયા હતાં એ હયાત છે.

કપરાડા ના કુંભઘાટ ગંભીર અકસ્માત અટકાવવા માટે અને દર વર્ષે ચોમાસુ માં પડતા ખાડા માટે હમણાં સુધીમાં કરોડની ગ્રાન્ટ ખર્ચો થઈ ગયો છે છતા પણ ના અકસ્માત ઓછા થયા કે રોડ પરના ખાડા મહેરબા સરકાર કે વહીવટી તંત્ર આમજનતા હવે મૂક પ્રેક્ષક બની મુશ્કેલીઓ વેઠી રહી છે.

નાણામંત્રી કનુભાઇ દેસાઇ, એસ.પી. સહિતના
અધિકારીઓએ બિસ્માર બનેલાં વાપી-સેલવાસ રોડ,
વાપી-નાસિક રોડનું સ્થળ નિરીક્ષણ કર્યુ હતું.

વાપીથી ધરમપુર નાસિક તરફ જતાં માર્ગની હાલત પણ દયનીય બની રહી છે. ખરાબ માર્ગોના કારણે અકસ્માતમના બનાવો વધતાં તંત્ર એકશનમાં આવ્યું છે.

વલસાડ જિલ્લાના નેશનલ હાઈવે પારડી કપરાડા કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ બિસમાર કેમ ?
Comment

Your email address will not be published. Required fields are marked *