1. News
  2. એન્ટરટેઇનમેન્ટ
  3. વલસાડ જિલ્લાના સૌથી વધુ દીકરી દર ધરાવતા ૩૦ ગામોને ‘દીકરી ગામ’ તરીકે સન્‍માનિત કરાયા

વલસાડ જિલ્લાના સૌથી વધુ દીકરી દર ધરાવતા ૩૦ ગામોને ‘દીકરી ગામ’ તરીકે સન્‍માનિત કરાયા

Share

Share This Post

or copy the link

  • દીકરી જન્‍મદરમાં વધારો થાય તે હેતુસર રાજ્‍યમાં બેટી બચાવો બેટી પઢાઓ યોજના કાર્યરત છે.
  • વલસાડ જિલ્લામાં સૌથી વધુ દીકરી જન્‍મદર ધરાવતા ૩૦ ગામોની પસંદગી કરવામાં આવી છે.
  • હવે ગામોની ઓળખ હવેથી દીકરી ગામ તરીકે થશે.
  • આ ૩૦ ગામોને ‘દીકરી ગામ’ તરીકે સન્‍માનિત કરવાનો કાર્યક્રમ કલેક્‍ટર કચેરી, વલસાડ ખાતે જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રે તેમજ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીની ઉપસ્‍થિતિમાં યોજાયો હતો.

આ કાર્યક્રમમાં વલસાડ તાલુકાના કોસંબા, કેવાડા, વાઘલધરા, ધરાસણા અને કાકડમટી,

પારડી તાલુકાના ટુકવાડા, ઊમરસાડી (દેસાઇવાડ), ડુમલાવ, કીકરલા અને રેંટલાવ

વાપી તાલુકાના દેગામ, લવાછા, બલીઠા, છીરી અને ચણોદ

ઉમરગામ તાલુકાના ખતલવાડા, કાલય, ધોડીપાડા, નંદીગામ અને ધનોલી

ધરમપુર તાલુકાના પેણધા, મોટી કોરવડ, જાગીરી, ઉગતા અને બોપી

કપરાડા તાલુકાના વાડીજંગલ, મેણધા, ખડકવાડ, ધોધડકુવા અને ટુકવાડા

ગામોના સરપંચોને દીકરી ગામ તરીકેનું પ્રમાણપત્ર અને ગ્રામ પંચાયત કચેરી ઉપર લગાવવાના વિનાઇલ બોર્ડ આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આ ૩૦ ગામો ઉદાહરણરૂપ બની સમાજને એક નવી દિશા આપશે અને તેમને સન્‍માનિત કરી જિલ્લા વહીવટીતંત્રએ ખુશીની લાગણી અનુભવી હતી.

આ અવસરે જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેએ સરપંચોને ઉજ્જવળ ભવિષ્‍ય માટે શુભકામનાઓ પાઠવી હતી અને જણાવ્‍યું હતું કે, મહિલાઓ પુરુષ સમોવડી બને તેમજ પુરુષો હંમેશા મહિલાઓનું સન્‍માન જાળવે તો જ ઉત્તમ સમાજનું નિર્માણ થઇ શકશે.

જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીએ જણાવ્‍યું હતું કે, દીકરીના જન્‍મમાં વધારો થવાની સાથે દીકરીના શિક્ષણમાં પણ વધારો થાય તેમજ દીકરીઓ ભણીગણીને સમાજમાં ઉચ્‍ચ સ્‍થાન પ્રાપ્‍ત કરે તો આ યોજનાનો હેતુ સિધ્‍ધ થશે. દીકરી જન્‍મ દર વધારવા અને તેના શિક્ષણ માટે જિલ્લા વહીવટીતંત્ર કાર્યરત છે, તેમાં સમાજ પણ સહભાગી બને તેવો સંદેશ સરપંચોને તેમણે આપ્‍યો હતો.

આ અવસરે મહિલા અને બાળ વિકાસ અધિકારી કમલેશ ગિરાસે, મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો.અનિલ પટેલ, પ્રોગ્રામ અધિકારી જયોત્‍સનાબેન પટેલ, સંબંધિત સરપંચો ઉપસ્‍થિત રહયા હતા.

વલસાડ જિલ્લાના સૌથી વધુ દીકરી દર ધરાવતા ૩૦ ગામોને ‘દીકરી ગામ’ તરીકે સન્‍માનિત કરાયા
Comment

Your email address will not be published. Required fields are marked *