1. News
  2. આમ આદમી
  3. વલસાડ જિલ્લા નાનાપોઢામાં ભારે વરસાદ હાઈવે રોડની બંને બાજુ ગેરકાયદેસર હોર્ડિગ અને વૃક્ષો તૂટી પડ્યા

વલસાડ જિલ્લા નાનાપોઢામાં ભારે વરસાદ હાઈવે રોડની બંને બાજુ ગેરકાયદેસર હોર્ડિગ અને વૃક્ષો તૂટી પડ્યા

Share

Share This Post

or copy the link

વલસાડ જિલ્લામાં રાજ્ય હવામાન વિભગની અગાહીને લઈને વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો. શનિવારે કપરાડા તાલુકામાં સાંજે 4થી 6 વાગ્યા દરમિયાન અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. પારડી ચિવલ રોડ ઉપર પસાર થતી એક કાર ઉપર ઝાડ પડતા કારમાં સવાર સભ્યોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. જોકે, કારનો ભુક્કો વળી ગયો હતો.

કાર પર ઝાડ પડવાની ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા સ્થાનિક લોકોએ તાત્કાલિક કારમાં ઇજાગ્રસ્ત પરિવારની મદદે અનેક લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ સ્થાનિક લોકો દ્વારા ટ્રાફિકને નડતરરૂપ દૂર કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.

વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો માંથી નેશનલ હાઈવે પારડી થી નાસિક નંબર 848 અને વાપી થી મોડાસા 56 નંબર પસાર થાય છે જેમાં વહીવટી ની લાપરવાહી અનેક બોર્ડ તૂટ્યા અકસ્માત થવાની શકયતાઓ અધિકારીઓ અજાણ છે ?

નેશનલ હાઈવે ઓથોરિટી અધિકારી અને વન વિભાગ વનીકરણ વિભાગ દ્વારા જે વૃક્ષો રોપવામાં આવે છે એના કોઈપણ પ્રકારના નિયમો નથી અનેક જોખમી વૃક્ષો છે. રોડ પડવાની અકસ્માત ની ઘટનાઓ બનતી હોય છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા નેશનલ હાઈવે પર ગમે ત્યાં પોલ નાખવામાં આવિયા છે. વન વિભાગ અને દક્ષિણ ગુજરાત વીજ કંપની સાથે નેશનલ હાઈવે ઓથોરિટી સાથે કોઈપણ પ્રકારના સંકલન નથી હોવાનું બહાર આવ્યું છે.

વલસાડ જિલ્લાના પારડી થી કપરાડા અને વાપી થી ધરમપુર હોર્ડિંગ સ્થાનિક નેતાઓના શુભેચ્છા સંદેશો આપતો હોર્ડિંગ પણ મોટી સંખ્યામાં જોવા મળે છે.એ હાલમાં તૂટી ફાટી ગયા હોય છે.

નેશનલ હાઈવે ના જવાબદાર અધિકારીઓની લાપરવાહી ગેરકાયદેસર હોર્ડિંગ લગાવીને દુકાનદારો, વેપારીઓ, ક્લાસીસ સંચાલકો મફતમાં જાહેરાતો કરતા હોય છે. ત્યારે તંત્ર દ્વારા આ પ્રકારના ગેરકાયદેસર હોર્ડિંગ પર કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી.

વન વિભાગના સામાજીક વનીકરણ વિભાગ વૃક્ષો દ્વારા જોખમી ઝાડો કેમ દૂર કરવા આવતા નથી અને જે પણ બોર્ડ કે હોર્ડિંગ છે વૃક્ષો ને નુકશાન પહોંચાડે એની સામે યોગ્ય પગલાં લેવાની કાર્યવાહી કરવામાં કેમ આવતી નથી.ચોમાસામાં વરસાદ માં અકસ્માત ની અનેક ઘટના બનતી હોય છે. આજ રોજ વરસાદ માં અનેક વિસ્તારમાં વૃક્ષો પડ્યા હતા.

દક્ષિણ ગુજરાત વીજ કંપની ના પોલ પર ગેરકાયદેસર હોર્ડિંગમાં કેટલાકની સાઈઝના છે. જે જગ્યાએ ગેરકાયદે આવા હોર્ડિંગ લગાવવામા આવ્યા તેને હટાવવામાં આવશે. ?

હોર્ડિંગ-બેનર્સ વેપારીઓ વધુ પ્રમાણમાં જોવા મળે છે. નેશનલ હાઈવે ના દબાણ છે તંત્ર દ્વારા કોઈપણ મૌખિત ચેતવણી આપવામાં આવી નથી.જે થકી વેપારીઓ પોતાની મન માની થકી હોર્ડિંગ-બોર્ડ લગાવવામાં આવે છે.

દ.ગુ.વી.કં ના પોલ જાહેરાત બોર્ડ હોડિંગ ઉતારવા ઉપરથી નોટિસ આપવામાં આવી છે જેથી જે વ્યક્તિ બોર્ડ લગાવ્યા છે એને નોટિસ આપી કાયદેસર કાર્યવાહી કરવામાં માટે વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

વલસાડ જિલ્લા નાનાપોઢામાં ભારે વરસાદ હાઈવે રોડની બંને બાજુ ગેરકાયદેસર હોર્ડિગ અને વૃક્ષો તૂટી પડ્યા
Comment

Your email address will not be published. Required fields are marked *