1. News
  2. આરોગ્ય
  3. શરીરમાં લોહી ઓછું છે તો આ 5 ફળ અને શાકભાજી વધારે છે લોહી, શિયાળામાં તો ખાસ ખાવાનું ના ભૂલશો

શરીરમાં લોહી ઓછું છે તો આ 5 ફળ અને શાકભાજી વધારે છે લોહી, શિયાળામાં તો ખાસ ખાવાનું ના ભૂલશો

Share

Share This Post

or copy the link


હીમોગ્લોબિનની ઉણપથી કેટલાય પ્રકારની શારીરિક સમસ્યાઓ થવા લાગે છે. શરીરમાં પૂરતાં લોહીનું પ્રમાણ ન હોવા પર નબળાઇ, ચક્કર આવવા, અનિંદ્રા, થાક જેવી સમસ્યાઓની સાથે કેટલીય ગંભીર બીમારીઓનું જોખમ પણ વધી જાય છે. આ ઉપરાંત શરીરમાં લોહીનું ઓછું પ્રમાણ હોવાને કારણે શરીરનો રંગ પીળો અને બેજાન બની જાય છે. એવામાં જો તમે પોતાના ડાયેટનું ધ્યાન રાખો અને તેમાં લોહીનું પ્રમાણ વધારતી કેટલીક વસ્તુઓ સામેલ કરી લો તો તમારા શરીરમાં રહેલી લોહીની ઊણપ દૂર થઇ શકે છે. જાણો, કેટલીક એવી વસ્તુઓ વિશે જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.

પાલક :-

શરીરમાં લોહીની ઊણપ દૂર કરવા માટે લીલા શાકભાજીને પોતાના ડાયેટમાં સામેલ કરો. તેમા પાલક ઉત્તમ વિકલ્પ છે. વિટામિન B6, A, C, આયર્ન, કેલ્શિયમ અને ફાઇબરથી ભરપૂર પાલકનું સેવન શરીરમાં ઝડપથી લોહીની ઉણપને દૂર કરે છે. તમે તેને સબ્જી અથવા જ્યુસ સ્વરૂપે પણ લઇ શકો છો.

ટામેટાં :-

શરીરમાં લોહી ઓછું છે તો આ 5 ફળ અને શાકભાજી વધારે છે લોહી, શિયાળામાં તો ખાસ ખાવાનું ના ભૂલશોટામેટાં સલાડનો સ્વાદ વધારે છે. આ સાથે ટામેટાં શરીરમાં લોહીનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે. તેના માટે ટામેટાંનો જ્યુસ, સૂપ પણ પી શકો છો. આ ઉપરાંત સફરજન અને ટામેટાનો જ્યુસ મિક્સ કરીને પીવાથી પણ શરીરમાં લોહીનું પ્રમાણ વધે છે.

બીટ :-

બીટનો જ્યુસ પીવાથી શરીરમાં લોહીની ઊણપ દૂર થાય છે. આ ઉપરાંત ગોળની સાથે મગફળી મિક્સ કરીને ખાવાથી પણ શરીરને આયર્ન મળે છે.

સફરજન :-

સફરજન એનીમિયામાં ફાયદાકારક હોય છે. તેનું નિયમિત સેવન કરવાથી શરીરમાં હીમોગ્લોબિન બને છે. આ ઉપરાંત સફરજનમાં કેટલાય એવા વિટામિન છે, જે શરીરમાં લોહીને વધારવાનું કામ કરે છે.

જામફળ :-

જામફળ ખાવાથી પણ શરીરમાં હીમોગ્લોબિનમાં વધારો થાય છે. જામફળ જેટલુ પાકી ગયુ હશે તેટલુ જ પૌષ્ટિક હોય છે. પોતાના હિમોગ્લોબિનને વધારવા માટે આહારમાં દાડમને પણ સામેલ કરી શકો છો. તેના નિયમિત સેવનથી હીમોગ્લોબિનનું પ્રમાણ વધારવામાં મદદ મળી શકે છે.

Ad..

શરીરમાં લોહી ઓછું છે તો આ 5 ફળ અને શાકભાજી વધારે છે લોહી, શિયાળામાં તો ખાસ ખાવાનું ના ભૂલશો
Comment

Your email address will not be published. Required fields are marked *