1. News
  2. AAP
  3. શિક્ષણ જગતના ખ્યાતનામ વિદ્વાન ડૉ. પૂજા શર્મા આમ આદમી પાર્ટીમાં સામેલ થયા.

શિક્ષણ જગતના ખ્યાતનામ વિદ્વાન ડૉ. પૂજા શર્મા આમ આદમી પાર્ટીમાં સામેલ થયા.

Share

Share This Post

or copy the link

  • શિક્ષણ જગતના ખ્યાતનામ વિદ્વાન ડૉ. પૂજા શર્મા આમ આદમી પાર્ટીમાં સામેલ થયા.
  • અરવિંદ કેજરીવાલજીની ઉપસ્થિતિમાં ડૉ. પૂજા શર્મા આમ આદમી પાર્ટીમાં સામેલ થયા.
  • આમ આદમી પાર્ટીની સરકારના કારણે દિલ્હીમાં શિક્ષણ ક્ષેત્રે જે ક્રાંતિ આવી છે, તેનાથી પ્રભાવિત થઈને ઘણા બધા શિક્ષણ ક્ષેત્રના બુદ્ધિજીવીઓ આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ રહ્યા છે.
  • કેજરીવાલ મોડલની શિક્ષણ વ્યવસ્થાની ચર્ચા આજે આખી દુનિયામાં થઈ રહી છે.

અમદાવાદ/ગુજરાત

છેલ્લા થોડા સમયથી આમ આદમી પાર્ટી ગુજરાતની મુખ્ય પાર્ટી બનીને ઉભરી છે. આખા ગુજરાતમાં લોકો ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે, કારણ કે દરેક વ્યક્તિનું માનવું છે કે આમ આદમી પાર્ટીની સરકારે જે ગેરંટીઓ આપી છે તે ગેરંટીઓનો લાભ તે લોકોને મળે. આવનારી ચૂંટણીને લઈને ગુજરાતના લોકો એટલા માટે પણ ઉત્સાહિત છે કારણ કે આ ચૂંટણી ગુજરાતના ભવિષ્યને બદલનાર ચૂંટણી છે. અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસની મીલીભગતના કારણે કોઈપણ ચૂંટણીઓથી લોકોને ફાયદો થયો નથી. પણ આ ચૂંટણી ગુજરાત માટે એક ઐતિહાસિક ચૂંટણી સાબિત થવા જઈ રહી છે.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની સરકારે દિલ્હીમાં દરેક ક્ષેત્રે ખૂબ જ પ્રભાવશાળી કામ કર્યા છે. પરંતુ જે કામના વખાણ આખી દુનિયામાં થઈ રહ્યા છે તે કામ છે શિક્ષણ વ્યવસ્થામાં બદલાવ. અરવિંદ કેજરીવાલજીના વિઝન અને સૂચનોથી દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાજીએ દિલ્હીની શિક્ષણ વ્યવસ્થામાં ક્રાંતિકારી પરિવર્તનો લાવી દીધા છે. આજે વિશ્વની સૌથી મોટી મહાસત્તા કહેવાતા અમેરિકાના પ્રખ્યાત ન્યુઝ પેપર ન્યૂયોર્ક ટાઈમ્સના પહેલા પાનાં પર પણ મનીષ સિસોદિયાજીની શિક્ષા નીતિઓની તારીફ કરવામાં આવી હતી. આજે દિલ્હીમાં સરકારી સ્કૂલોના પરિણામો પ્રાઇવેટ સ્કૂલો કરતા પણ સારા આવી રહ્યા છે. અને આ બધી બાબતોથી પ્રભાવિત થઈને ગુજરાત અને દેશમાં શિક્ષા ક્ષેત્રે કામ કરનારા ઘણા બધા બુદ્ધિજીવીઓ અને વિદ્વાનો આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ રહ્યા છે.

આ વિદ્વાનોની યાદીમાં વધુ એક નામ સામેલ થઈ રહ્યું છે. સમાજનું હિત વિશે વિચારતા અને કાર્યરત રહેતા ડૉ. પૂજા શર્મા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ડૉ. પૂજા શર્મા હિન્દી સેવા સમાજ ટ્રસ્ટ અને જામનગર સમસ્ત બ્રહ્મ સમાજના સભ્ય છે. તેમણે શિક્ષણ ક્ષેત્રે પી.એચ.ડી. સુધીનો અભ્યાસ પૂરો કર્યો છે. તેઓ એસ.બી.શર્મા પબ્લિક સ્કૂલમાં આચાર્ય પદે છે અને એસ.બી.શર્મા ગ્રુપ ઓફ એજ્યુકેશનને સંભાળી રહ્યા છે. ડૉ. પૂજા શર્માએ અત્યાર સુધી ચાઈલ્ડ સાયકોલોજી, વુમન એમ્પાવરમેન્ટ અને ઈમ્પોર્ટન્સ ઓફ એજ્યુકેશન જેવા વિષય પર પાંચ પુસ્તકો પ્રકાશિત કર્યા છે.

આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીના હસ્તે ટોપી અને ખેસ પહેરીને ડૉ. પૂજા શર્મા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. અને તેમનું સંપૂર્ણ આમ આદમી પાર્ટી પરિવાર દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું છે.

ડૉ.પૂજા શર્માનું કહેવું છે કે, શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલ હોવાથી હું શિક્ષણ ક્ષેત્રે, હંમેશા કન્યા, બાળકના શિક્ષણ અને લિંગ સમાનતાને પ્રાધાન્ય આપું છું. તેમાં સારું શિક્ષણ અને સમાનતા જાળવી રાખવી એ ખુબ જ અગત્યની વાત છે. સશક્તિકરણ એ આપણા સમાજ અને સમગ્ર રાષ્ટ્રની સારી કામગીરી માટે જરૂરી અને મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. અને જે પ્રમાણે આપણે અરવિંદ કેજરીવાલજીનું કામ દિલ્હીમાં જોયું છે એ પ્રમાણે મને વિશ્વાસ છે કે સમગ્ર દેશમાં ફક્ત આમ આદમી પાર્ટી જ છે જે શિક્ષણ અને મહિલા સશક્તિકરણને યોગ્ય પ્રોત્સાહન આપી શકે છે અને પરિવર્તન લાવી શકે છે. આ પરિવર્તનમાં યોગદાન આપવા, શિક્ષણ વ્યવસ્થાનું ચિત્ર બદલવા અને સમાજ સેવા તરફ અગ્રેસર થવા હું આમ આદમી પાર્ટીમાં સામેલ થઇ છું.

આમ આદમી પાર્ટી ગુજરાત

શિક્ષણ જગતના ખ્યાતનામ વિદ્વાન ડૉ. પૂજા શર્મા આમ આદમી પાર્ટીમાં સામેલ થયા.
Comment

Your email address will not be published. Required fields are marked *