1. News
  2. valsad
  3. સંબંધોને લજવતો કિસ્સો:ધરમપુરમાં સગા બાપે સગીર દીકરીને ધમકાવી 2 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું, માતા બનતાં ભાંડો ફૂટ્યો

સંબંધોને લજવતો કિસ્સો:ધરમપુરમાં સગા બાપે સગીર દીકરીને ધમકાવી 2 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું, માતા બનતાં ભાંડો ફૂટ્યો

Share

Share This Post

or copy the link

ધરમપુર પોલીસ મથકે સગીરાની માતાએ આપેલી ફરીયાદ મુજબ સગીરાએ અઢી માસ પહેલા પેટમાં દુખાવો થાય છે એમ માતાને કહ્યું હતુ. જેથી સગીર દીકરીને ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં માતા લઈ ગઈ હતી. જ્યાં તપાસ કરાવતા ફરજ પરના તબીબે સગીરા સગર્ભા હોવાનું જણાવ્યું હતું. જેથી માતાએ આ બાબતે પૂછતાં સગીરાએ ખબર નથી એમ કહ્યું હતું. ત્યારબાદ ઘરે જઈ ફરીથી માતાએ કડકાઇથી પૂછતાં સગીરાએ કોઈ જવાબ આપ્યો ન હતો અને રડવા લાગતી હતી.

બાપ -દીકરીના સંબંધને લજવતો ધરમપુરના એક ગામનો કિસ્સો ધરમપુર પોલીસ મથકે સગીરાની માતાએ આપેલી ફરીયાદ મુજબ સગીરાએ અઢી માસ પહેલા પેટમાં દુખાવો થાય છે એમ માતાને કહ્યું હતુ. જેથી સગીર દીકરીને ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં માતા લઈ ગઈ હતી. જ્યાં તપાસ કરાવતા ફરજ પરના તબીબે સગીરા સગર્ભા હોવાનું જણાવ્યું હતું. જેથી માતાએ આ બાબતે પૂછતાં સગીરાએ ખબર નથી એમ કહ્યું હતું. ત્યારબાદ ઘરે જઈ ફરીથી માતાએ કડકાઇથી પૂછતાં સગીરાએ કોઈ જવાબ આપ્યો ન હતો અને રડવા લાગતી હતી.

બીજા દિવસે સગીરાની પ્રસૂતિ થતાં એક બાળકીનો જન્મ થયો ગત તા.06/04/2022ના રોજ રાત્રીના આશરે નવ વાગ્યે પેટમાં દુખાવો થતા સગીરાને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. બીજા દિવસે સગીરાની પ્રસૂતિ થતાં એક બાળકીનો જન્મ થયો હતો, જે બાળકી હાલમાં ત્રણ માસની છે. એ બાદ તા.07/07/2022ના રોજ સગીરાએ તેની માતાને જણાવ્યું હતું કે પિતા છેલ્લાં બે વર્ષથી તેની સાથે ઘરમાં રાત્રિના સમયે બળજબરીથી શરીર સંબંધ બાંધતો હતો.

પિતા સામે દુષ્કર્મનો ગુનો
કોઈને કહેશે તો મારી નાખીશ તેમજ ઘરમાંથી કાઢી મૂકીશ એમ કહીં દુષ્કર્મ આચરતો રહ્યો હોવાથી પિતા થકી ગર્ભ રહી ગયો હતો. માતાએ પતિ વિરુદ્ધ ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે પિતા સામે દુષ્કર્મનો ગુનો નોંધી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધોને લજવતો કિસ્સો:ધરમપુરમાં સગા બાપે સગીર દીકરીને ધમકાવી 2 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું, માતા બનતાં ભાંડો ફૂટ્યો
Comment

Your email address will not be published. Required fields are marked *