1. News
  2. News
  3. સરકારી વિનયન કોલેજ કપરાડામાં ઇન્ટરવ્યુ સ્કીલ અંગે સેમિનાર યોજાયો

સરકારી વિનયન કોલેજ કપરાડામાં ઇન્ટરવ્યુ સ્કીલ અંગે સેમિનાર યોજાયો

Share

Share This Post

or copy the link

સરકારી વિનયન કોલેજ , કપરાડા ખાતે તા ઉદીશા/પ્લેસમેન્ટ ફેર અંતર્ગત ઇન્ટર્વ્યુ સ્કીલ અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં મુખ્ય વક્તા તરીકે દિપેશભાઇ શાહ , કેમ્પસ ડાઇરેક્ટર , એન.કે. દેસાઇ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ , કિલ્લા પારડી. ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરુઆત કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી. ત્યારબાદ કોલેજના અધ્યાપક રમેશભાઇ જાદવ દ્વારા મહેમાનશ્રીનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ. સમગ્ર કાર્યક્રમના સંચાલક અધ્યાપક દિપકકુમાર પટેલ દ્વારા મુખ્ય મહેમાન શ્રીનો પરિચય આપવામાં આવ્યો.
કાર્યક્રમના મુખ્ય વક્તા દિપેશભાઇ શાહ દ્વારા વક્તવ્ય રજૂ કરવામાં આવ્યુ. તેમણે ઇન્ટરવ્યુના દરેક સ્ટેપ વિશે વિગતવાર માહિતી આપી. તેમણે વિવિધ ઉદાહરણો આપી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું અને તેમણે વિદ્યાર્થીઓના સ્વને ઢંઢોળ્યો. તેમણે વિદ્યાર્થીઓને પોતાના સપના સાકાર કરવાની દિશા આપી.
ત્યારબાદ સંસ્થાના આચાર્યશ્રી દ્વારા પ્રસંગાનુસાર વક્તવ્ય આપ્યુ અને પોતાના ઇન્ટરવ્યુના અનુભવો વિદ્યાર્થીઓ સાથે શેર કર્યા. કાર્યક્રમના અંતે ડો.મેઘના ધારણે દ્વારા આભારવિધિ રજૂ કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્યશ્રી ડો. ડી.એન.દેવરીના માર્ગદર્શન હેઠળ તેમજ સમગ્ર સ્ટાફના સહયોગ દ્વારા કરવામાં આવ્યો. કાર્યક્રમમાં કુલ 107 જેટલા વિદ્યાર્થીઓએ હાજરી આપી.

Ad…

  • વન વગડો રિસોર્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે

સુવિધા અને પ્રવૃતિ
– એસી/નોન એસી રૂમ
– ગરમ અને ઠંડા પાણીની વ્યવસ્થા
– દરેક રૂમમાં ઇન્વર્ટર પાવર બેક અપ
– કિંગ સાઇઝ બેડ
– વિશાળ પાર્કીંગ
– જમવાની સુવિધા
– બાળકો માટે રમત ગમત ની વ્યવસ્થા
– ઈન ડોર ગેમ ઝોન
– ઓક્સિજન બાર
– 100,000 (એક લાખ) થી વધુ વૃક્ષો

અમારા સંકુલમાં

– સસલા, બતક, હંસ, બજરીગર, લવ બર્ડ, ગીની ફાઉલ, કડકનાથ અમારા સંકુલમાં – અમારા સંકુલમાંથી જંગલી પક્ષીઓ જોઈ શકાય છે જેવા કે મોર, લક્કડખોદ, સક્કરખોર, ચિલોત્રા, ખેરખટ્ટો, પતરંગો, કલકલિયો, બુલબુલ, સકરો, કાળો કોશી, દરજીડો, દૈયડ, સુગરી, દેવ ચકલી, ચીબરી, લાવરી, લૈલા, ઘંટી-ટાંકણો, કોયલ, કાબર, બાજ, પોપટ, હરિયલ, ચાસ, બટેર, ટીટોડી…
9638621585

સરકારી વિનયન કોલેજ કપરાડામાં ઇન્ટરવ્યુ સ્કીલ અંગે સેમિનાર યોજાયો
Comment

Your email address will not be published. Required fields are marked *