1. News
  2. ગુજરાત
  3. હવામાન વિભાગ(Meteorological Department)ની આગાહી મુજબ, આજથી ચાર દિવસ સુધી રાજ્યમાં સારો એવો વરસાદ(Heavy rain) ખાબકી શકે છે.

હવામાન વિભાગ(Meteorological Department)ની આગાહી મુજબ, આજથી ચાર દિવસ સુધી રાજ્યમાં સારો એવો વરસાદ(Heavy rain) ખાબકી શકે છે.

Share

Share This Post

or copy the link

અંબાલાલ પટેલે ગઈકાલે જ કરી હતી આગાહી:

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, હાલ રાજ્યના ઘણા અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ ખાબકશે. બંગાળના ઉપસાગરમાં વિશિષ્ઠ સ્થિતિને કારણે ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે.

  • વલસાડ, નવસારી, ગીર-સોમનાથ, ભાવનગર જેવા શહેરોમાં અતિભારે વરસાદ પડી શકે. કેટલાક વિસ્તારોમાં 10 જુલાઈથી 15 જુલાઈ વચ્ચે અતિભારે વરસાદ

  • આગામી દિવસોમાં પણ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ ખાબકી શકે છે.

આજે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખાબકી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે આગામી દિવસોમાં પણ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગ દ્વારા નવસારી, વલસાડમાં રેડ એલર્ટ(Red alert) તો સુરત, તાપી, ડાંગ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ઓરેન્જ અલર્ટ(Orange alert) જાહેર કરી દેવામાં આવ્યું છે. વલસાડ અને કચ્છમાં ધોધમાર વરસાદ પડી શકે છે જેને લઈને હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

જોવામાં આવે તો હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં હજુ પણ આગામી ચારથી પાંચ દિવસ અલગ-અલગ વિસ્તારમાં વરસાદ ખાબકી શકે છે. હજુ ગઈકાલે જ હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી હતી, સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ ગઈકાલે આગાહી કરવામાં આવી હતી. ત્યારે હજુ આવનારા ચાર દિવસ ધોધમાર વરસાદ પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

વધુમાં અંબાલાલ પટેલએ જણાવતા કહ્યું છે કે, અતિભારે વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બનશે. બનાસકાંઠા, મહેસાણા, કડી બેચરાજી, સિદ્ધપુર, વિસનગર, પાટણમાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે. જયારે સુરેન્દ્રનગર, વઢવાણ, ધ્રાંગધ્રામાં પણ વરસાદ ખાબકી શકે છે. પાટડી અને દસાડામાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અને જે ભાગોમાં વાવણી લાયક વરસાદ નથી પડ્યો ત્યાં સારો વરસાદ આગામી સમયમાં ખાબકશે.

અરબ સાગરમાં વિશિષ્ઠ સ્થિતિને લીધે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. વલસાડ, નવસારી, ગીર-સોમનાથ, ભાવનગર જેવા શહેરોમાં અતિભારે વરસાદ પડી શકે. કેટલાક વિસ્તારોમાં 10 જુલાઈથી 15 જુલાઈ વચ્ચે અતિભારે વરસાદ ખાબકશે.

હવામાન વિભાગ(Meteorological Department)ની આગાહી મુજબ, આજથી ચાર દિવસ સુધી રાજ્યમાં સારો એવો વરસાદ(Heavy rain) ખાબકી શકે છે.
Comment

Your email address will not be published. Required fields are marked *