1. News
  2. આરોગ્ય
  3. ૧૨થી ૧૪ વર્ષના એજ-ગ્રુપ માટે કદાચ માર્ચથી વૅક્સિનેશન શરૂ થશે

૧૨થી ૧૪ વર્ષના એજ-ગ્રુપ માટે કદાચ માર્ચથી વૅક્સિનેશન શરૂ થશે

Share

Share This Post

or copy the link

  • કેન્દ્ર સરકાર ૧૨થી ૧૪ વર્ષના એજ-ગ્રુપ માટે માર્ચમાં રસીકરણ ઝુંબેશ શરૂ કરવા માટે નીતિગત નિર્ણય લે એવી શક્યતા છે.
  • ૧૫થી ૧૮ વર્ષના એજ-ગ્રુપની અંદાજે ૭.૪ કરોડ વસ્તીમાંથી ૩.૪૫ કરોડથી વધુ લોકોએ કોવૅક્સિનનો તેમનો પહેલો ડોઝ લીધો છે.

નૅશનલ ટેક્નિકલ ઍડ્વાઇઝરી ગ્રુપ ઑન ઇમ્યુનાઇઝેશન ઇન ઇન્ડિયાના કોવિડ વર્કિંગ ગ્રુપના ચૅરમૅન ડૉ. એન. કે. અરોરાએ જણાવ્યું હતું કોરોના સામેની લડાઈમાં હવે વૅક્સિનેશનનો વ્યાપ વધારવામાં આવી શકે છે. ૧૫થી ૧૮ વર્ષના એજ-ગ્રુપની કૅટેગરી માટે રસીકરણ એક વખત પૂરું થશે એટલે એ પછી કદાચ માર્ચમાં ૧૨થી ૧૪ વર્ષના એજ-ગ્રુપનાં બાળકો માટે રસીકરણ ઝુંબેશ શરૂ થશે.

Ad…..

નૅશનલ ટેક્નિકલ ઍડ્વાઇઝરી ગ્રુપ ઑન ઇમ્યુનાઇઝેશન ઇન ઇન્ડિયાના કોવિડ વર્કિંગ ગ્રુપના ચૅરમૅન ડૉ. એન. કે. અરોરાએ જણાવ્યું હતું કે ૧૫થી ૧૮ વર્ષના એજ-ગ્રુપની અંદાજે ૭.૪ કરોડ વસ્તીમાંથી ૩.૪૫ કરોડથી વધુ લોકોએ કોવૅક્સિનનો તેમનો પહેલો ડોઝ લીધો છે.

ડૉ. અરોરાએ વધુમાં જણાવ્યું હતું કે ‘આ એજ-ગ્રુપમાં કિશોરો સક્રિય રીતે રસીકરણની પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે અને વૅક્સિનેશનની અત્યારની સ્પીડ જોતાં ૧૫થી ૧૮ વર્ષના એજ-ગ્રુપમાં બાકી રહેલા કિશોરો પણ જાન્યુઆરીના અંત સુધીમાં પહેલો ડોઝ અને ફેબ્રુઆરીના અંત સુધીમાં બીજો ડોઝ લઈ લેશે એવી અપેક્ષા છે.’
તેમણે જણાવ્યું કે ‘કેન્દ્ર સરકાર ૧૨થી ૧૪ વર્ષના એજ-ગ્રુપ માટે માર્ચમાં રસીકરણ ઝુંબેશ શરૂ કરવા માટે નીતિગત નિર્ણય લે એવી શક્યતા છે. ૧૨થી ૧૪ વર્ષના એજ-ગ્રુપમાં અંદાજે સાડાસાત કરોડની વસ્તી છે. દેશવ્યાપી રસીકરણ ઝુંબેશ ગયા વર્ષે ૧૬ જાન્યુઆરીએ શરૂ થઈ હતી. પ્રથમ તબક્કામાં હેલ્થકૅર વર્કર્સને રસી આપવામાં આવી હતી.

૧૨થી ૧૪ વર્ષના એજ-ગ્રુપ માટે કદાચ માર્ચથી વૅક્સિનેશન શરૂ થશે
Comment

Your email address will not be published. Required fields are marked *