1. News
  2. News
  3. ૫૬મા પદવીદાન સમારોહમાં સૌથી વધારે 8 સુવર્ણ ચંદ્રક મેળવતી જામનગરની એમ.પી.શાહ કોલેજની વિધાર્થીની ખુશી દેસાઇ.

૫૬મા પદવીદાન સમારોહમાં સૌથી વધારે 8 સુવર્ણ ચંદ્રક મેળવતી જામનગરની એમ.પી.શાહ કોલેજની વિધાર્થીની ખુશી દેસાઇ.

Share

Share This Post

or copy the link

જીએનએ જામનગર:

રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૫૬મો પદવીદાન સમારોહ યોજાયો હતો. સરકારશ્રીની કોરોના ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે યોજાયેલા પદવીદાન સમારોહમાં સૂવર્ણપદક મેળવનાર ૧૪ વિદ્યાશાખાના કુલ ૧૦૭ વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મેડિકલમાં અભ્યાસ કરતી જામનગરની એમ. પી.શાહ ગવર્મેન્ટ કોલેજની યશસ્વી વિધાર્થીની ખુશી દેસાઈએ સૌથી વધારે કુલ ૮ સુવર્ણ પદક મેળવ્યા હતા. તેણે એમબીબીએસ.ના અભ્યાસમાં તમામ વિષયમાં સૌથી વધારે માર્કસ મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું હતું.જે પૈકી તેમણે મહત્તમ માર્કસ સર્જરી અને મેડીસીન વિષયમાં મેળવ્યા છે.

હાલમાં તેઓએ પોતાનો એમ.બી.બી.એસ.નો અભ્યાસ પૂર્ણ કરીને જામનગર ખાતે જી.જી. હોસ્પિટલમાં ઈન્ટર્નશીપ કરી રહ્યા છે. તેમની ઈન્ટર્નશીપ કોરોનાની પ્રથમ લહેરથી શરૂ થઈ હતી જેમાં તેઓએ ડોક્ટર તરીકે પોતાની ફરજ બજાવી હોવાનું જણાવ્યું હતું.

૮ પદક મેળવવા માટેની સફરમાં અને સર્વાધિક ગુણ મેળવવામાં માતા પિતા, શિક્ષકો, પરિવારજનોએ સહયોગ અને પ્રેરણા પૂરી પાડીને સિદ્ધિ હાંસલ કરવામાં મદદ કરી છે. તે બધાની હું ખુબ ઋણી છું, તેમ ખુશી દેસાઈએ જણાવ્યું હતું.

Ad

વન વગડો રિસોર્ટ
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે

સુવિધા અને પ્રવૃતિ
– એસી/નોન એસી રૂમ
– ગરમ અને ઠંડા પાણીની વ્યવસ્થા
– દરેક રૂમમાં ઇન્વર્ટર પાવર બેક અપ
– કિંગ સાઇઝ બેડ
– વિશાળ પાર્કીંગ
– જમવાની સુવિધા
– બાળકો માટે રમત ગમત ની વ્યવસ્થા
– ઈન ડોર ગેમ ઝોન
– ઓક્સિજન બાર
– 100,000 (એક લાખ) થી વધુ વૃક્ષો અમારા સંકુલમાં
– સસલા, બતક, હંસ, બજરીગર, લવ બર્ડ, ગીની ફાઉલ, કડકનાથ અમારા સંકુલમાં
– અમારા સંકુલમાંથી જંગલી પક્ષીઓ જોઈ શકાય છે જેવા કે મોર, લક્કડખોદ, સક્કરખોર, ચિલોત્રા, ખેરખટ્ટો, પતરંગો, કલકલિયો, બુલબુલ, સકરો, કાળો કોશી, દરજીડો, દૈયડ, સુગરી, દેવ ચકલી, ચીબરી, લાવરી, લૈલા, ઘંટી-ટાંકણો, કોયલ, કાબર, બાજ, પોપટ, હરિયલ, ચાસ, બટેર, ટીટોડી…

9638621585

૫૬મા પદવીદાન સમારોહમાં સૌથી વધારે 8 સુવર્ણ ચંદ્રક મેળવતી જામનગરની એમ.પી.શાહ કોલેજની વિધાર્થીની ખુશી દેસાઇ.
Comment

Your email address will not be published. Required fields are marked *