1. News
  2. અમદાવાદ
  3. 100થી વધુ રીક્ષા ચાલકોને મફતમાં સીએનજી ગેસ પુરાવી 26મી જાન્યુઆરીના દિવસની કરાઈ અનોખી ઉજવણી

100થી વધુ રીક્ષા ચાલકોને મફતમાં સીએનજી ગેસ પુરાવી 26મી જાન્યુઆરીના દિવસની કરાઈ અનોખી ઉજવણી

Share

Share This Post

or copy the link

100થી વધુ રીક્ષા ચાલકોને મફતમાં સીએનજી ગેસ પુરાવી 26મી જાન્યુઆરીના દિવસની કરાઈ અનોખી ઉજવણી

જીએનએ અમદાવાદ:

ભારતના બંધારણનો પર્વ દિવસ એવી 26 મી જાન્યુઆરી ની ઉજવણી દેશભરમાં કરવામાં આવી ત્યારે અમદાવાદ ખાતે માનવ એકતા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ હિરેનભાઈ પટેલ અને યુવા સેનાના ગુજરાત પ્રદેશના કાર્યકારી પ્રમુખ રવિશ રામચંદાની દ્વારા 26 મી જાન્યુઆરીની ઉજવણી ધ્વજ વંદન કરીને કાંઈક અલગ પ્રકારે કરી હતી.

ભારતના આ પર્વ પ્રજાસત્તાક દિન નિમિત્તે અમદાવાદ ખાતે સાઈબાબાના મંદિર ની બાજુમાં, સતાધાર, ઘાટલોડિયા ખાતે રીક્ષા ચાલકોને સીએનજી ગેસ મફતમાં પુરાવી આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દરમ્યાન ૧૦૦થી પણ વધારે સંખ્યામાં રીક્ષા ચાલકોને આ સેવાનો લાભ લીધો હતો. આ લોકો દ્વારા આ રીતે આવું ઉમદા કાર્ય કરી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી.

100થી વધુ રીક્ષા ચાલકોને મફતમાં સીએનજી ગેસ પુરાવી 26મી જાન્યુઆરીના દિવસની કરાઈ અનોખી ઉજવણી
Comment

Your email address will not be published. Required fields are marked *