અમદાવાદ ખાતે ગણેશ ઉત્સવમાં વિવિધ સ્થળોએ સહભાગી બનતા રાજ્યના મુખ્યમંત્રી

0
54

અમદાવાદ, સંજીવ રાજપૂત: દેશભરમાં ગણેશ વંદનાના અમૂલ્ય ઉત્સવની ધામધૂમથી ઉજવણી શરૂ થઈ છે ત્યારે ગણેશ ચતુર્થીના પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં પોતાના વિધાનસભા મત ક્ષેત્ર ઘાટલોડિયામાં તેમજ વિવિધ સ્થળોએ સાર્વજનિક ગણેશઉત્સવના જનઉમંગમાં ભક્તિભાવપૂર્વક સહભાગી બન્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટીદાર ચોક – ઘાટલોડીયા, ગુરુકુળના મહારાજા – ગુરુકુળ રોડ, સરદાર ચોક – વસ્ત્રાપુર ખાતેના ગણેશ સ્થાપનમાં જઈને ભગવાન શ્રી ગણેશના દર્શન કરી આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ પટેલ, હર્ષદભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ તથા વિવિધ વિસ્તારના સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here