સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના (Solar Rooftop Gujarat Scheme) ગુજરાત સરકારે ગ્રીન એનર્જીના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને પરંપરાગત ઉર્જાને ઘટાડવા માટે સૌર ઉર્જા નીતિ હેઠળ ગુજરાત રેસિડેન્શિયલ સોલર રૂફટોપ યોજના શરૂ કરી છે. આ યોજના સૌર પેનલના સ્થાપન અને જાળવણી માટે સબસિડી પૂરી પાડે છે.
આ યોજના અંતર્ગત નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન રાજ્યમાં કુલ બે લાખ રહેણાંક મકાનોને આવરી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. નાણાંકીય વર્ષ 2021-22 સુધીમાં કુલ આઠ લાખ રહેણાંક મકાનોને આવરી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2023 શું છે? | What is Solar Rooftop Gujarat Scheme 2023?
“સૂર્ય ગુજરાત” સોલાર રૂફટોપ યોજના જાહેર કરી છે અને વર્ષ 2023 સુધીમાં આ યોજના હેઠળ 8 લાખ રહેણાંક ગ્રાહકોને આવરી લેવાનું લક્ષ્ય રાખ્યું છે.
સોલર રૂફટોપ યોજનાનો સમયગાળોઃ આ નીતિ અમલીકરણ સમયગાળો નાણાંકીય વર્ષ 2023-24 સુધીનો રહેશે.
ખાનગી રહેણાંક મકાનો ઉપર સ્થાપિત અને કાર્યાન્વિત થયેલ સોલાર રૂફટોપ સિસ્ટમ પર નીચે મુજબ સબસિડી મળવા પાત્ર રહેશે:
– અગાઉ કાર્યાન્વિત કરેલ સોલાર સિસ્ટમની ક્ષમતા વધારો કર્યા સાથેની સોલાર સિસ્ટમની કુલ ક્ષમતા 3 કિ.વો. સુધી હોય તો માત્ર વધતી સોલાર ક્ષમતા પર 40% સબસીડી મળવા પાત્ર રહેશે
જો વધારો કર્યા સાથેની સોલાર સિસ્ટમની કુલ ક્ષમતા 3 કી.વો થી વધુ અને 10 કિ.વો કે તેથી ઓછી હોય તો માત્ર વધારેલ સોલાર ક્ષમતા પર 20% સબસીડી મળવા પાત્ર રહેશે. 10 કિ.વો.થી વધુ કુલ સોલાર સિસ્ટમની ક્ષમતા પર સબસીડી મળવાપાત્ર રહેશે નહી.
સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2023 ના લાભ
• મફત વીજળી : સદર સોલર પ્લાન્ટ લગાવવાનો ખર્ચ અંદાજે ૫ વર્ષ માં વસુલ થઈ જશે, પછી ઉત્પન્ન થયેલ વધારાની વીજળી બાકીના ૨૦ વર્ષ સુધી મફત મળશે, આમ ઈન્વેસ્ટમેન્ટ ની દ્રષ્ટિએ પણ ફાયદાકારક છે.
• વધારાની વીજળી વીજ કંપની ખરીદશે : જો વપરાશ કરતાં વધારે વીજળી ઉત્પન્ન થશે તો તે ગ્રીડ માં જશે, જે વીજનિયમન પંચ દ્વારા નક્કી થયેલ ભાવ મુજબ ૨૫ વર્ષ સુધી વીજ કંપની દ્વારા ખરીદવામાં આવશે
• આવકમાં વૃદ્ધિ : તમારા વપરાશ સિવાયના યુનિટ rs.2.25/Unit લેખે વીજ કંપની ખરીદી લેશે દરેક નાણાકીય વર્ષ ને અંતે વીજબિલ માં જમા થતી વધારાની રકમ આપના બેન્ક ખાતામાં પરત આપવામાં આવશે.
• 5 વર્ષ માટે મફત મેઈન્ટેનન્સ : સોલર રૂફ ટોપ પ્લાન્ટ સ્થપાયા બાદ જે તે એજન્સી ૫ વર્ષ સુધી સિસ્ટમનું વિનામુલ્યે મેન્ટેનન્સ કરશે.
સૂર્ય ઉર્જા રૂફટોપ યોજનાની સબસિડી 2023
ક્રમ. કુલ ક્ષમતા કુલ કિંમત પર સબસિડી
3 KV સુધી 40%
3 KV થી 10 KV સુધી 20%
10 KV થી વધુ સબસિડી મળશે નહિ
સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2023 માટે
30 સપ્ટેમ્બર 2023 છેલ્લી તારીખ
જે તે કંપની સોલાર પેનલની થતી કુલ કિંમતમાંથી સરકાર દ્વારા અપાતી સબસિડી બાદ કરી દે છે અને તમારે ફક્ત બાકી વધતી કિંમત જ ભરવાની હોય છે.
સૂર્ય ઉર્જા રૂફટોપ યોજનાની સબસિડી 2023 | Subsidy of Solar Rooftop Gujarat Scheme (Subsidy Rate) | સોલાર પેનલ કિંમત 2023
ક્રમ. કુલ ક્ષમતા કુલ કિંમત પર સબસિડી
1 3 KV સુધી 40%
2 3 KV થી 10 KV સુધી 20%
3 10 KV થી વધુ સબસિડી મળશે નહિ
Ad..