વલસાડમાં ટ્રેનમાં આગ, વલસાડથી સુરત જતી ટ્રેનમાં એક ડબ્બો સળગતા અફડાતફડી, કારણ અકબંધ

0
223

હાલમાં એક મહત્વના સમચારા સામે આવી રહ્યા છે. વલસાડમાં શ્રીગંગાનગર ટ્રેનમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તબક્કે જે જાણકારી સામે આવી છે એ પ્રમાણે ગાર્ડના ડબ્બામાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.

ગાર્ડનો ડબ્બો ધૂ ધૂ કરતો સળગી ઉઠ્યો હતો. આગ લાગવાનું પ્રાથમિક કારણ હજુ સુધી જાણી શકાયું નથી. કોઈ જાનમાલના નુકસાન થયા હોવાના પણ સમાચાર નથી. અત્યાર સુધીની માહિતી પ્રમાણે કોઈપણ યાત્રીને કશી ઈજા કે નુકસાન થયું નથી. બધા યાત્રીઓ સુરક્ષિત છે.

ગુજરાતમાં ટ્રેનમાં આગ લાગવાની સતત બીજી ઘટના પ્રકાશમાં આવી છે. વલસાડથી સુરત જતી ટ્રેનમાં આગ લાગતાં મુસાફરોમાં અફરાતફરી મચી જવા પામી હતી. આગ લાગવાની ઘટના બનતાં જ મુસાફરોને સુરક્ષિત બહાર મોકલી દેવામાં આવ્યા હતાં. વલસાડ રેલવે વિભાગે સાયરન વગાડીને આગ અંગેની જાણકારી આપી હતી. આગ કયા કારણે લાગી તેનું કારણ હજી અકબંધ છે.

રેલવે વિભાગે સાયરન વગાડીને આગ લાગ્યાની જાણકારી આપી

પ્રાપ્ત વિગતો પ્રમાણે વલસાડથી સુરત જતી હમસફર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની ઘટના બની છે. વલસાડના છીપાવાડ વિસ્તાર નજીક આગની ઘટના બનતાં મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતાં. આગ લાગવાની ઘટનાને લીધે રેલવે વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા હતાં. ટ્રેનના જનરેટર કોચમાં લાગેલી આગને કાબુમાં લેવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. આગ કયા કારણે લાગી તેનું કારણ હજી અકબંધ છે. વલસાડ રેલવે વિભાગે સાયરન વગાડીને આગ લાગ્યાની જાણકારી આપી હતી. ટ્રેનમાંથી મુસાફરોને રેલવેના અધિકારીઓએ સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હોવાથી મોટી જાનહાની ટળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here