આપણા પ્રાચીન ધર્મગ્રંથોથી માંડીને ઘણીબધી ઉપચાર પદ્ધતિઓ પણ માને છે કે પંચ મહાભૂતોથી બનેલા આપણા શરીરમાં રોગ ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે આ પાંચ તત્ત્વોમાં કોઈક પ્રકારનું અસંતુલન સરજાય. આ પાંચેય તત્ત્વો સંતુલિત થાય અને સંવાદિતા સધાય અેવા પ્રાણાયામના અભ્@d…..
આપણા પ્રાચીન ધર્મગ્રંથોથી માંડીને ઘણીબધી ઉપચાર પદ્ધતિઓ પણ માને છે કે પંચ મહાભૂતોથી બનેલા આપણા શરીરમાં રોગ ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે આ પાંચ તત્ત્વોમાં કોઈક પ્રકારનું અસંતુલન સરજાય. આ પાંચેય તત્ત્વો સંતુલિત થાય અને સંવાદિતા સધાય એવા પ્રાણાયામના અભ્યાસો વિશે વાત કરીએ આજે
- માત્ર આપણું શરીર જ નહીં પણ આખું બ્રહ્માંડ અને એમાં રહેલા તમામ જીવ તત્ત્વોનું સર્જન થયું છે
- પાંચ તત્ત્વોથી. પૃથ્વી, વાયુ, જલ, અગ્નિ અને આકાશ. આપણું શરીરનું બંધારણ અને એની અંદર થતી દરેક પ્રવૃત્તિમાં પણ આ પાંચ તત્ત્વોનો મહત્ત્વપૂર્ણ રોલ છે.
- એટલે તમારા હલનચલનથી લઈને પાચનમાં પણ પાંચ તત્ત્વો ભેગાં મળીને કામ કરતાં હોય છે.
- પંચ તત્ત્વોને મહર્ષિ ચરકે મહા ભૂતની ઉપમા આપી છે. મહા એટલે વિશેષ, મહત્ત્વપૂર્ણ તત્ત્વો.
બ્રહ્માંડને સમજવું હોય, જાતને સમજવી હોય, કુદરતના સિદ્ધાંતોને સમજવા હોય કે પછી આપણા અને બ્રહ્માંડના કનેક્શનને સમજવું હોય તો આ પાંચ મહાભૂતોને સમજવાં જ પડે.
મજાની વાત એ છે કે આ પાંચ મહાભૂતોને અનુભવવાં બહુ જ સરળ છે. આ પાંચ તત્ત્વોનું પ્રમાણ સતત પ્રભાવિત થયા કરે છે.આપણા વાણી, વર્તન, આહાર, વિહાર, વિચાર એમ દરેકે દરેક સ્તર પર ક્યાંકને ક્યાંક આપણે આ પાંચ તત્ત્વના પ્રમાણને પ્રભાવિત કરીએ છીએ.જ્યારે એમાં અસંતુલન ઊભું થાય ત્યારે વ્યક્તિમાં શારીરિક, માનસિક અને ભાવનાત્મક અસંતુલન નિર્માણ થતું હોય છે.પાંચ તત્ત્વોની વિશેષતા
પ્યૉરિફિકેશન પ્રાણાયામ અગ્નિ, વાયુ અને પાણી આ ત્રણ તત્ત્વોનો શરીરના શુદ્ધીકરણ માટે અને અન્ય તત્ત્વોમાં સંતુલન લાવવા માટે માધ્યમ તરીકે સરળતા સાથે ઉપયોગ શક્ય છે જેમાં પ્રાણાયામ એટલે કે વાયુ તત્ત્વના સંયોગથી પ્રાણ ઊર્જાના નિયમનથી થતા અભ્યાસથી અદ્ભુત પરિણામ મળી શકે છે. શરદી, ખાંસી, માઇગ્રેન, અપચો, અનિદ્રા, ઍસિડિટી જેવી ઘણી સમસ્યાઓને માત્ર શ્વસન દ્વારા પંચ તત્ત્વોને બૅલૅન્સ કરીને દૂર કરવી શક્ય છે.
આ દિશામાં ઘણાં હકારાત્મક પરિણામ મેળવનારા યોગ, પ્રાણઊર્જા અને મુદ્રા વિજ્ઞાનના નિષ્ણાત મિતેશ જોશી કહે છે, ‘ડેવિડ આર. હૉકિન્સ નામના અમેરિકન સ્કૉલર કહેતા કે આપણે ૯૯.૯૯૯ ટકા ઊર્જાથી બનેલા છીએ. ભારતીય શાસ્ત્રોમાં તો એના વિશે લગભગ દરેકેદરેક ગ્રંથમાં ઉલ્લેખ છે. ભાષા અને સમજાવવાની રીત જુદી છે પરંતુ આપણા વેદો-ઉપનિષદોથી લઈને ભગવદ્ગીતા અને રામાયણ જેવા અઢળક ગ્રંથોમાં પ્રાણ ઊર્જાનું બ્રહ્માંડ પર આધિપત્ય છે એ વાત કહેવાતી રહી છે.
ડેવિડ આર. હૉકિન્સે પોતાના વિવિધ અભ્યાસોના અનુભવો પરથી કહ્યું છે કે આપણા વિચારોની, આપણા દૃષ્ટિકોણની પણ એક ઊર્જા છે જે સતત આપણી અંદર અને બહાર ટ્રાન્સમિટ થયા કરે છે. પંચ તત્ત્વના પ્રાણાયામમાં પણ પ્રાણ ઊર્જાના આ જ ગુણને મધ્યસ્થ રાખીને આપણે અભ્યાસ કરતા હોઈએ છીએ. પ્રાણાયામ તમને ઊર્જા પ્રત્યે સંવેદનશીલ બનાવીને શરીરમાં કયાં-કયાં તત્ત્વની ઊણપ છે કે કયું તત્ત્વ વધી પડ્યું છે એના પ્રત્યે સભાન પણ બનાવે છે. એ સભાનતા સાથે જ ઊર્જાનો પ્રવાહ જરૂરિયાતવાળા સ્થળે વધારીને તમે જે-તે તત્ત્વને સંતુલિત કરતા હો છો. જોકે આ બ્રીધિંગ ટેક્નિક ત્યારે જ પ્રભાવી સાબિત થાય જ્યારે તમારો વિઝ્યુઅલાઇઝેશન પાવર સ્ટ્રૉન્ગ હોય. તમે કલ્પના કરી શકતા હો અને તમને તમે જે કરી રહ્યા છો એમાં ભરોસો હોય. તમારા વિચારો સાથે ઊર્જાનો પ્રવાહ પણ આગળ વધતો હોય છે. તમે ધ્યાનને જે દિશામાં લઈ જાઓ અને જેટલું ઇફેક્ટિવલીવિઝ્યુઅલાઇઝેશન કરી શકો એટલું ઇફેક્ટિવ પરિણામ મળે.’