દેશમાં કોરોનાની ગતિ, વિદેશથી આવતા પ્રવાસીઓ માટે નવા દિશાનિર્દેશ જાહેર,જાણો વિગતે

0
95

એટ-રિસ્ક` દેશોના લિસ્ટમાં કુલ 19 દેશ સામેલ છે. અહીંના પ્રવાસીઓ માટે અન્ય નિયમોના પાલન કરવાના રહેશે. આમાં આવ્યા પછી ટેસ્ટિંગ પણ સામેલ છે. ભારત સરકારે આની માહિતી આપી છે.

દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શુક્રવારે સવારે જાહેર રિપૉર્ટ પ્રમાણે કે દિવસમાં એક લાખથી વદારે કેસ સામે આવી ચૂક્યા છે. એવામાં સંક્રમણ પર કાબૂ મેળવવા માટે તમામ પ્રતિબંધો મૂકવામાં આવી રહ્યા છે. આ દરમિયાન વિદેશમાંથી આવનારા પ્રવાસીઓ માટે અને લોકો માટે દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. આ પ્રમામે લોકોને સાત દિવસ સુધી ફરજિયાત હોમ ક્વૉરન્ટાઇનમાં રહેવાનું હશે. આ નિયમ 11 જાન્યુઆરીથી આગામી આદેશ સુધી લાગૂ રહેશે. `એટ-રિસ્ક` દેશોના લિસ્ટમાં કુલ 19 દેશ સામેલ છે. અહીંના પ્રવાસીઓ માટે અન્ય નિયમોના પાલન કરવાના રહેશે. આમાં આવ્યા પછી ટેસ્ટિંગ પણ સામેલ છે. ભારત સરકારે આની માહિતી આપી છે.

`એટ-રિસ્ક` દેશોના લિસ્ટમાં બ્રિટેન સહિત અન્ય યૂરોપીય દેષ દક્ષિણ આફ્રિકા, બ્રાઝીલ, બોત્સવાના, ચીન, ઘાના, મૉરિશિયસ, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, તંજાનિયા, હૉંગકૉંગ, ઇઝરાઇલ, કાંગો, ઇથોપિયાષ કઝાખસ્તાન, કેન્યા, નાઇજીરિયા, ટ્યૂનેશિયા અને ઝામ્બિયા સામેલ છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શુક્રવારે જાહેર આદેશ પ્રમાણે એટ રિસ્ક શ્રેણીવાળા દેશમાંથી આવનારા પ્રવાસીઓએ પોતાના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ આપવાનો રહેશે. તેમને ઍરપૉર્ટ પર રિપૉર્ટની રાહ જોવાની હશે.

રિપૉર્ટ નેગેટિવ આવવા છતાં તેમણે સાત દિવસ હોમ ક્વૉરન્ટાઇનમાં રહેવાનું હશે. ભારત પહોંચવાના આઠમા દિવસે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવાનો હશે. આનો રિપૉર્ટ ઍર સુવિધા પૉર્ટલ પર અપલોડ કરવાનો રહેશે. નેગેટિવ આવવા પર તેમને આગામી સાત દિવસ સુધી પોતાના સ્વાસ્થ્યનું જાતે ધ્યાન રાખવાનું હશે. જો કે, જો કોઈ પૉઝિટીવ આવે છે તો તેમનું સેમ્પલ જીનોમિક સિક્વેન્સિંગ માટે આગળ મોકલવામાં આવશે.

સંક્રમિતોને આઇસોલેશન સેન્ટરમાં રાખવામાં આવશે. તેમની કૉન્ટેક્ટ ટ્રેસિંગ સહિત નિર્ધારિત પ્રૉટોકૉલ પ્રમાણે સારવાર કરવામાં આવશે. આમના સંપક્રમાં આવેલા લોકોને પ્રૉટોકૉલ પ્રમાણે સંબંધિત રાજ્ય સરકારની દેખરેખમાં હોમ ક્વૉરન્ટાઇનમાં રહેવાનું હશે. પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો આવવા પહેલા અને પછી ટેસ્ટિંગમાં છૂટ આપવામાં આવી છે.

જણાવવાનું કે ગુરુવારે એક ઇન્ટરનેશનલ ચાર્ટર્ડ ફ્લાઇટમાંથી ઇટલીના મિલાનથી પંજાબના અમૃતસર પહોંચેલા પ્રવાસીઓનો કોરોના ટેસ્ટ થયો. આ દરમિયાન વિમાનમાં પ્રવાસ કરનારા 179 લોકોમાંથી 125 પ્રવાસી કોરોના સંક્રમિત હતા. આ દરમિયાન વિદેશમાંથી આવનારા પ્રવાસીઓ માટે નિયમો લાગૂ પાડવામાં આવ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજે સવારે આઠ વાગ્યે જાહેર આંકડાઓ પ્રમાણે છેલ્લા 24 કલાકોમાં કોરોના સંક્રમણના 1,17,100 કેસ સામે આવ્યા છે. દેશમાં 214 દિવસો પછી એક દિવસમાં એક લાખથી વધારે નવા કેસ સામે આવ્યા છે. આની સાથે જ દેશમાં કુલ કેસની સંખ્યા ત્રણ કરોડ 52 લાખ 26 હજાર 386 થઈ ગઈ છે.

ઑમિક્રૉન વેરિએન્ટના બધા કેસ ઝડપથી ફેલાઇ રહ્યા છે. 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેના 3,007 કેસ સામે આવી ચૂક્યા છે. આમાંથી 1,199 લોકો સ્વસ્થ થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં આના સૌથી વધારે 876 કેસ નોંધવામાં આવ્યા છે. ત્યાર બાદ દિલ્હીમાં 465, કર્ણાટકમાં 333, રાજસ્થાનમાં 291, કેરળમાં 284 અને ગુજરાતમાં 204 કેસ નોંધવામાં આવ્યા છે.

AD…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here