મહારાષ્ટ્રમાં લાગ્યું મીની લોકડાઉન ૧૦ જાન્યુઆરીથી લાગુ પડશે આ નવા નિયમો

0
159

  • કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા આખરે સરકારે મીની લોકડાઉન કરવાનો નિર્ણય લીધો
  • ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ હવે મહારાષ્ટ્ર સરકારે નવી નિયમાવલી બહાર પાડી છે,
  • રાજ્યના આરોગ્ય પ્રધાને સ્પષ્ટતા કરી હતી કે પૂર્ણ લોકડાઉન લાદવામાં આવશે નહીં.

મહારાષ્ટ્રમાં વધતાં જતાં કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા આખરે સરકારે મીની લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈ અને મહારાષ્ટ્રમાં લોકડાઉન અને કડક નિયમોને લઈને અટકળો ચાલી રહી હતી. જોકે, રાજ્યના આરોગ્ય પ્રધાને સ્પષ્ટતા કરી હતી કે પૂર્ણ લોકડાઉન લાદવામાં આવશે નહીં. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ હવે મહારાષ્ટ્ર સરકારે નવી નિયમાવલી બહાર પાડી છે, જે ૧૦ જાન્યુઆરીથી અમલમાં આવશે.

આ છે નવા નિયમો

  • સવારે 5થી 11 વાગ્યા સુધી 5 કે તેથી વધુ લોકોના જૂથમાં કોઈ હિલચાલની મંજૂરી આપવામાં આવશે નહીં. આવશ્યક હેતુઓ સિવાય રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કોઈ વ્યક્તિ ઘરની બહાર જઈ શકશે નહીં.
  • ખાનગી ઓફિસોને નિયમિત હાજરીના 50 ટકાથી વધુ કર્મચારીઓને ન બોલાવવાની સલાહ આપવામાં આવી છે. માત્ર રસીના બંને ડોઝ મેળવનાર કર્મચારીઓ જ શારીરિક રીતે ઓફિસમાં બોલાવવાની મંજૂરી આપવામાં આવી છે.
  • સિનેમા થિયેટરો 50 ટકા ક્ષમતા સાથે સવારે ૮ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી જ ખુલ્લા રહી શકશે.
  • માત્ર રસી બંને ડોઝ મેળવનાર લોકો જ જાહેર પરિવહન સાધનોનો ઉપયોગ કરી શકશે.
  • સ્વિમિંગ પુલ, જીમ, સ્પા, વેલનેસ સેન્ટર અને બ્યુટી સલૂન બંધ રહેશે.
  • મનોરંજન ઉદ્યાનો, ઝૂમ મ્યુઝિયમ, કિલ્લાઓ, સ્થાનિક પર્યટન સ્થળો બંધ રહેશે.

Ad….

Ready Possession 2/3 BHK Spacious Flat in Gota.
Call for Visit and Booking.

Nitin Patel
M.No:8511952623

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here