વલસાડ જિલ્લાના કપરાડાના ઓઝર અને કાકડકોપર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી
સરકારની વિવિધ યોજનાનો લોકોએ લાભ મેળવ્યો, અનેક લાભાર્થીએ પોતાની સાફલ્ય ગાથા પણ વર્ણવી
વિકસિત ભારત સંકલ્પ યાત્રા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ઓઝરમાં આવી પહોંચતા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ ગ્રામજનો સાથે રથનું સ્વાગત કરી સરકારની વિવિધ યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરી તેનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો. આરોગ્ય ખાતા દ્વારા ગોઠવાયેલા સ્ટોલ પર પીએમ જેએવાય યોજનાનો ૮૫ લોકોએ લાભ લીધો હતો. આ સિવાય એનસીડી સ્ક્રીનીંગ ૨૦૯,સિકલસેલ તપાસ ૫૯ અને ટીબી તપાસ ૨૦૯ ગ્રામજનોએ કરી હતી. મેરી કહાની, મેરી જુબાની હેઠળ પીએમ કિસાન સન્માન નિધિ, પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના, ઉજ્જવલા યોજના અને એનઆરએલએમના લાભાર્થીએ સરકારની ઉપરોક્ત યોજનાના લાભથી જીવનમાં થયેલા ફેરફાર અંગે સાફલ્ય ગાથા વર્ણવી હતી.
જ્યારે કાકડકોપર ગામમાં સરપંચ ગણેશભાઈ ગાંવિતે સંકલ્પ યાત્રા રથનું સ્વાગત કર્યુ હતું. આરોગ્ય ખાતાના સ્ટોલ પર ૧૦૨ લોકોને નવા પીએમ જેએવાય કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા. જ્યારે એનસીડી સ્ક્રીનીંગ ૨૦૪ લોકોએ અને સિકલસેલની તપાસ ૬૦ લોકોએ કરાવી હતી. આ પ્રસંગે આયુષ્યમાન કાર્ડ યોજના, પીએમ આવાસ યોજના, પીએ ઉજ્જવલા યોજના, પીએમ પોષણ અભિયાન, આત્મા પ્રોજેક્ટ અને પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓએ મેરી કહાની, મેરી જુબાની હેઠળ પોતાની સાફલ્ય ગાથા જણાવી હતી. બંને ગામમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ વિકસિત ભારતના સંકલ્પ લીધા હતા. વિદ્યાર્થીઓ દ્વારા ધરતી કહે પુકાર નાટક રજૂ કરાયું હતું.
-૦૦૦-
#vikasitbharatsankalpyatra