ઝૂંપડીમાં રહેનાર બન્યો MLA, ચૂંટણીમાં ઊભા રહેવા લીધી 12 લાખની લોન, જાણો કોણ છે!
મધ્યપ્રદેશના ચૂંટણી પરિણામો પર નજર કરીએ તો અહીં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે. સત્તા વિરોધી લહેરને નકારી કાઢતા, પાર્ટીએ 165 બેઠકો જીતી. કોંગ્રેસને માત્ર 63 બેઠકો મળી હતી.મધ્યપ્રદેશમાં ભાજપને સત્તામાં આવ્યાને બે દાયકા થઈ ગયા છે. ચૂંટણી પરિણામો દર્શાવે છે કે તેમની સામે સત્તા વિરોધી લહેર નહોતી.
પાંચ રાજ્યમાંથી ચાર રાજ્યની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ભારતીય જનતા પાર્ટીએ (BJP) મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસને માત્ર તેલંગાણામાં રાહત મળી છે. આ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં કેટલાક એવા ઉમેદવારો હતા જેમણે અત્યંત ગરીબીમાં જીવીને પોતાનું નસીબ અજમાવ્યું હતું. તેમાંથી એક છે મધ્યપ્રદેશના કમલેશ્વર ડોડિયાર નામના ઉમેદવાર છે જે હવે MLA બની ગયા છે. અનેક વિસ્તારોના લોકોને મળીને ચોક પર ઉભા રહી પ્રચાર કર્યો હતો.
ગરીબ પરિવારનો દિકરો બન્યો MLA
કમલેશ્વર ડોડિયાર રતલામના કમલેશ્વર ડોડિયાર પાસે ચૂંટણી લડવા માટે પૂરતા પૈસા પણ નહોતા. તેમણે 12 લાખ રૂપિયાની લોન લીધી હતી. કમલેશ્વરે સાયલાના બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હર્ષ વિજય ગેહલોતને 4618 મતથી હરાવ્યા હતા. કમલેશ્વરને 71219 અને હર્ષને 66601 વોટ મળ્યા. ભાજપના સંગીતા ચારેલ ત્રીજા ક્રમે રહ્યા હતા. આ બેઠક પર રાજ્યમાં સૌથી વધુ મતદાન થયું હતું. અહીં 90.08 ટકા મતદાન થયું હતું.
મજૂરીકામ કરે છે માતા
કમલેશ્વર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહે છે અને પોતે ખુદ ઝૂપડીમાં રહે છે. પરિવાર વરસાદ દરમિયાન તાડપત્રી વડે ઢાંકીને પાણીથી બચાવવાનો પ્રયાસ કરે છે. તેમની માતા સીતાબાઈ મજૂર તરીકે કામ કરતા હતા. 33 વર્ષીય કમલેશ્વર આ બેઠક પર ભારત આદિવાસી પાર્ટીમાંથી જીત્યા છે. કમલેશ્વર મજૂર પરિવારમાં મોટો થયો હતો. સ્નાતક થયા પછી તે કોટા ગયો. જ્યાંથી તે મકાન બાંધકામમાં મજૂરી કામ કરતો હતો. બાળપણથી લઈને આજ સુધી તેમણે ગરીબીને નજીકથી જોઈ છે. કમલેશ્વર 6 ભાઈ અને 3 બહેનમાં સૌથી નાનો છે.
#जनताजनार्दन
#jayadivasi
#viralreelsfb
#MPElection2023
#jayjohar
#bap
#MLAKaPower
@followers