શંકાસ્પદ હાલતમાં લાશ મળી વાપી ગુંજનની ગેલેક્ષી હોટેલના મેનેજરની ટોયલેટમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી
વલસાડ જિલ્લાના વાપી જીઆઇડીસી સ્થિત રવેશિયા પાર્ક ખાતે સત્યમ બિલ્ડીંગમાં રહેતા અર્ચના કેશવ રાવે મંગળવારે જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેમના પતિ કેશવ રાવ હોટેલ ગેલેક્ષીમાં મેનેજર તરીકે છેલ્લા 6 માસથી કામ કરતા હતા. નોકરીમાં અઠવાડિયામાં એક દિવસ નાઇટની નોકરી કરવાની હોય છે. સોમવારે નાઇટની નોકરીનો મેસેજ આવતા તેઓ સવારે નાઇટ યુનીફોર્મ લઇ નીકળી ગયા હતા.જે બાદ છેલ્લે 11.30 કલાકે તેમણે પરિવાર સાથે ફોન ઉપર વાત કરી હતી. મંગળવારે સવારે 8 વાગે દીકરી સંજનાએ ફોન કરતા તેમણે ઉપાડેલ નહી અને તે બાદ ગેલેક્ષી હોટેલના કારપેન્ટર સુર્જીત તથા ડ્રાઇવર પ્રદીપભાઇ રૂમ પર આવ્યા હતા અને કેશવ સાહેબ સીરિયસ છે તેમ કહી ગાડીમાં બેસાડી હોટેલ પર લઇ ગયા હતા. રૂમ નં. 210માં કેશવ નીચે સુવડાવેલ હાલતમાં હોય અને પોલીસ પણ પહોંચી જઇ 108ને બોલાવી લાશને ચલા સીએચસી હોસ્પિટલમાં લઇ જઇ પીએમની કાર્યવાહી હાથ ધરાઇ હતી. મૃતકની લાશ ટોયલેટમાં બેસેલી હાલતમાં જ મળી આવી હતી.આમ મેનેજરના મોતને લઇને હાલ અનેક સવાલોઉપસ્થિત થઇ રહ્યા છે.પત્નીને શંકા હોય પેનલ પીએમ થશે મૃતક કેશવ રાવ અચ્યુત રાવ ઉ.વ. 45ની પત્ની અર્ચનાએ પોલીસ
નિવેદનમાં હોટેલ ગેલેક્ષીના જીએમ સામે હેરાન કરતા
હોવાનો આક્ષેપ કરતા જીઆઇડીસી પોલીસે તેના
આધારે લાશને પેનલ પીએમ માટે સુરત ફોરેન્સિક
લેબમાં મોકલી દીધી છે. પીએમ રિપોર્ટ બાદ જ મોત
પાછળનું મુખ્ય કારણ બહાર આવશે.
ગોવામાં નોકરી મળતા રાજીનામું આપ્યું હતું મૃતકની
પત્ની અર્ચનાએ પોલીસને જણાવેલ કે, પતિ કેશવને
હોટેલનો જીએમ અવાર નવાર હેરાન કરી કહેતો કે,
તારા અંદરમાં કામ કરતા સ્ટાફ નોકરી છોડી જતા
રહેલ છે. તારો સ્ટાફ રજા પર છે અને તને રજા નહી
મળી શકે તેમ કહેવાથી બીપી અને સુગરની બીમારી
હોવાથી તબિયત સારી ન હોવા છતાં તેઓ નોકરી પર
હાજર હતા.
Ad.