સમગ્ર દુનિયામાં કોરોનાના કેસની કુલ સંખ્યા ૩૦ કરોડને પાર 

0
200

  • સમગ્ર દુનિયામાં રોજ ૨૦ લાખ નવા કેસ ડિટેક્ટ થઈ રહ્યા છે
  • ગયા અઠવાડિયામાં જ સમગ્ર દુનિયામાં ૧.૩૫ કરોડ કેસ નોંધાયા હતા, જે એના પહેલાંના અઠવાડિયાની સરખામણીમાં ૬૪ ટકા વધુ છે.

  • વિશ્વમાં સરેરાશ મૃત્યુમાં ત્રણ ટકાનો ઘટાડો થયો છે

જિનીવા : ઓમાઇક્રોન વેરિઅન્ટ ઝડપથી ફેલાવાના કારણે ગયા અઠવાડિયામાં અનેક દેશોમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. આ સાથે જ સમગ્ર દુનિયામાં નોંધાયેલા કોરોનાના કેસની કુલ સંખ્યા હવે ૩૦ કરોડને પાર થઈ ગઈ છે. યુરોપના ૧૮ અને આફ્રિકાના સાત દેશો સહિત કુલ ૩૪ દેશોમાં મહામારીની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં વીકલી કેસની સૌથી વધુ સંખ્યા છેલ્લા સાત દિવસમાં નોંધવામાં આવી હતી. ઓમાઇક્રોનના કારણે માત્ર ગયા અઠવાડિયામાં જ સમગ્ર દુનિયામાં ૧.૩૫ કરોડ કેસ નોંધાયા હતા, જે એના પહેલાંના અઠવાડિયાની સરખામણીમાં ૬૪ ટકા વધુ છે. આમ છતાં વિશ્વમાં સરેરાશ મૃત્યુમાં ત્રણ ટકાનો ઘટાડો થયો છે. જોકે સમગ્ર દુનિયામાં રોજ ૨૦ લાખ નવા કેસ ડિટેક્ટ થઈ રહ્યા છે ત્યારે એક્સપર્ટ્સ ચેતવણી આપી રહ્યા છે કે કેસની સંખ્યા ખૂબ જ વધી જવાના કારણે આરોગ્ય વ્યવસ્થા ખોરવાઈ શકે છે.

Ad….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here