જાન્યુઆરીના ત્રીજા અને ચોથા સપ્તાહમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટના કેસ સૌથી વધુ હશે અને પછી માર્ચની શરૂઆત સુધીમાં ઘટવા લાગશે.
કોરોના વાયરસની છેલ્લી બે લહેર ફાટી નીકળ્યા બાદ હવે ત્રીજી વિશે વિચારતા પણ લોકો ગભરાય રહ્યા છે. વર્ષ 2022ની શરૂઆતથીજ કોરોનાના કેસ માંઅચાનક વધારો થતાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ત્રીજી લહેર આવી ગઈ છે. આજની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 1,59,632 નવા કોવિડ કેસ નોંધાયા છે. આ દરમિયાન 40,863 લોકો સાજા થયા છે અને 327 લોકોનાં મોત થયા છે.
કોરોના પોઝિટિવ રેટ 10.21%
હાલમાં દેશમાં કોરોનાના 5,90,611 સક્રિય કેસ છે, જ્યારે કુલ 3,44,53,603 લોકો સંપૂર્ણપણે સાજા થયા છે અને 4,83,790 લોકોનાં મોત થયા છે. પોઝિટિવ દર વિશે વાત કરીએ તો તે 10.21% પર યથાવત છે. પ્રથમ અને બીજા ડોઝને જોડીને છેલ્લા 24 કલાક સુધીમાં રસીના 151.58 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
નોંધનીય છે કે આ સમયે કોરોનાનો આતંક ભયાનક છે, પરંતુ નવા અભ્યાસમાં ગાણિતિક મોડેલિંગના આધારે, એવી ગણતરી કરવામાં આવી છે કે જાન્યુઆરીના ત્રીજા અને ચોથા સપ્તાહમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટના કેસ સૌથી વધુ હશે અને પછી માર્ચની શરૂઆત સુધીમાં ઘટવા લાગશે. આ ગાણિતિક મોડેલ ભૂતકાળના સંક્રમણ, રસીકરણ અને નબળી પ્રતિરક્ષાને પણ ધ્યાનમાં લે છે.ભૂતકાળના સંક્રમણ અને રસીકરણ હોવા છતાં, વસ્તીનો મોટો ભાગ હજુ પણ સરળતાથી નવા પ્રકારનો શિકાર બની શકે છે