- ભર શિયાળે ચોમાસા જેવો માહોલ
- 4 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
- ઓરિસ્સામાં કરા પડવાની પણ સંભાવના
IMDના વૈજ્ઞાનિક આરકે જેનામનીએ સમાચાર એજન્સી ANIને જણાવ્યું કે પશ્ચિમી વિક્ષેપની વધતી અસરને કારણે મધ્ય ભારત અને પૂર્વીય ભાગોમાં ખાસ કરીને ઓડિશા, ઝારખંડ, બંગાળ અને બિહારમાં ભારે વરસાદ પડશે.
11 થી 13 જાન્યુઆરી દરમિયાન પડી શકે છે
આ સંદર્ભે, 11 થી 13 જાન્યુઆરી વચ્ચે આ સ્થળોએ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના પૂર્વ ભાગમાં 11 જાન્યુઆરીથી પ્રભાવિત થવાની સંભાવના છે.
ઓરિસ્સામાં કરા પડવાની પણ સંભાવના
IMD સાયન્ટિસ્ટે કહ્યું કે, ઓરિસ્સા માટે 11 અને 12 જાન્યુઆરીએ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 11 જાન્યુઆરીએ છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશામાં કરા પડવાની સંભાવના છે. તેમણે કહ્યું કે તેલંગાણા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વાવાઝોડું જોવા મળશે. આ સિવાય ઉત્તર ભારતમાં કોલ્ડવેવની ચેતવણી આપવામાં આવી છે. જ્યારે રાજસ્થાન અને હરિયાણામાં ગાઢ ધુમ્મસ જોવા મળશે.
હવામાન વિભાગની આગાહી
દેશના ઉત્તરીય ક્ષેત્રમાં સતત વરસાદને લઈને હવામાન વિભાગે કહ્યું છે કે, પશ્ચિમ હિમાલય ક્ષેત્ર અને તેની આસપાસના મેદાનો, રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં સતત વરસાદ આજથી ઘટશે. શનિવારે અહીં વરસાદથી થોડી રાહત મળી હતી પરંતુ પંજાબમાં વરસાદથી કોઈ રાહત નથી.
રાજધાનીમાં શીત લહેરની સંભાવના
Cold wave conditions in isolated pockets very likely over Rajasthan during 11th-14th and over Punjab, Haryana on 13th & 14th January, 2022.
— India Meteorological Department (@Indiametdept) January 9, 2022
ભારતીય હવામાન વિભાગે કહ્યું કે રાજધાની દિલ્હીમાં આજે રાતથી વરસાદથી રાહત મળવાની આશા છે અને 16 અને 17 જાન્યુઆરી સુધી દિલ્હીમાં વરસાદની કોઈ શક્યતા નથી. IMD વિજ્ઞાનીક આરકે જેનામાનીએ કહ્યું કે 11 જાન્યુઆરીથી દેશના ઉત્તરીય ભાગોમાં શીત લહેર શરૂ થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના પૂર્વ ભાગોમાં તાપમાનમાં તીવ્ર ઘટાડો થશે. તેથી દિલ્હી સહિત ઉત્તર ભારતમાં પારો 4 થી 6 ડિગ્રી સુધી ઘટી શકે છે.