જામનગરના હસમુખભાઈ હિંડોચાની ગોવા શિપયાર્ડમાં ડિરેકટર પદે કરવામાં આવી નિમણુંક

0
159

જીએનએ જામનગર:

  • ભારત સરકાર દ્વારા સંરક્ષણ કંપની ગોવા શિપયાર્ડમાં ડિરેકટર પદે જામનગરના હસમુખભાઈ હિંડોચાની કરવામાં આવી નિમણુંક.
  • ભારત સરકાર દ્વારા સંરક્ષણ કંપની ગોવા શિપયાર્ડ લિમિટેડમાં સ્વતંત્ર ડાયરેક્ટર તરીકે જામનગરના અનુભવી, ઉત્સાહી, વડીલ, માર્ગદર્શક એવા હસમુખભાઈ હિંડોચાની નિયુક્તિ કરવામાં આવી છે.

ગોવા શિપયાર્ડ લિમિટેડની વાત કરીએ તો 1957માં સ્થપાયેલ જેનું ભારત સરકારના સંરક્ષણના અનુસંધાને ડિફેન્સ પ્રોડક્શન મુજબ સંચાલન થાય છે જે દેશના સંરક્ષણ ખાતે ખાસ કરીને નેવી માટે જરૂરી ઉત્પાદન કરે છે.

જામનગર ખાતે હસમુખ ભાઈ હિંડોચા દ્વારા ખાસ એક્સક્લુસીવ મુલાકાત કરવામાં આવતા જાણવા મળ્યું કે 1979 બહુ જ નાની વયમાં તેઓ જનતા પાર્ટીના યુવા મોરચામાં જોડાઈ તેઓ રાજકારણમાં સક્રિય બન્યા હતા અને 1980 માં ભારતીય જનતા પાર્ટીના સ્થાપનાથી જ કાર્યકર તરીકે તેઓ જોડાઈ ગયા હતા. જેમાં બુથ પ્રમુખ, વોર્ડ પ્રમુખ, જામનગરના શહેર પ્રમુખની જવાદરીઓ તેમને બેખૂબી નિભાવી છે. તેઓ 5 વર્ષથી વધુ નાગરિક શિક્ષણ સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા છે અને તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જોડાયેલ હોઈ પોતાના કાર્ય ક્ષેત્રમાં શિસ્ત અને અનુસાશનના આગ્રહી રહ્યા છે. તેમની સંરક્ષણ કંપનીમાં નિમણુંક થતા જામનગર સાંસદ, ધારાસભ્ય, જામનગર બીજેપીના પદાધિકારીઓ, સ્વજનો, મિત્રો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here