- સંઘ પ્રદેશ હોવાથી ગુજરાત માંથી અનેક પ્રવાસીઓની અવર જવર થતી હોય છે.
- ગુજરાત અને દાદરા નગર હવેલી સાથે હજારો કામદારો અને ઉદ્યોગ સાથે સંકળાયેલા ભારે વાહનો લઈને અવર જવર થતી હોય છે.
- ગુજરાત અને સંઘ પ્રદેશ ને જોડતો માર્ગ ઉપર કંપની દ્વારા ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યું બાંધકામ
- વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ગુજરાત અને દાદરા નગર હવેલી સેલવાસની બોર્ડર ઓઝર ગામે કંપની દ્વારા માર્ગ પર ગેરકાયદે બાંધકામ થકી વાહન વ્યવહાર મુશ્કેલીઓમાં મુકાયા છે.
મીડિયા રિપોર્ટ અનુસાર ગુજરાત અને દાદરા નગર હવેલી સાથે હજારો કામદારો અને ઉદ્યોગ સાથે સંકળાયેલા ભારે વાહનો લઈને અવર જવર થતી હોય છે.
સંઘ પ્રદેશ હોવાથી ગુજરાત માંથી અનેક પ્રવાસીઓની અવર જવર થતી હોય છે.
નેશનલ હાઇવે મોટાપોઢા થી બોર્ડર 3 કિમિ છે. સંઘ પ્રદેશ ને જોડતો માર્ગ હોવાથી ભારેમાત્ર વાહનો ની અવર જવર છે .ત્યારે કંપની દ્વારા રોડ માર્જિન દીવાલ કરી વાહનો પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. કંપની માલની હેરાફેરી માટે રોડ પર વાહનો ઉભી રાખવામાં આવે છે. મોટાપોઢા ઓઝર ગામમાં અનેક નાના મોટા અકસ્માત થાય છે .કંપની દ્વારા ગેરકાયદેસર રીતે કરવામાં આવેલ કામ ગ્રામપંચાયત કે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે જેથી અકસ્માત ની ઘટના બની ના શકે.
Ad…