- વલસાડ જિલ્લામાં 218 કોરોના નસ કેશ થઈ ગયા છે
- વલસાડ ના કપરાડા માં કોરોના ગાઈડ લાઇનના ધજાગરા નેતાઓ કાર્યકરો કાર્યક્રમો મસ્ત
- ગ્રામપંચાયત ની ચૂંટણીઓ બાદ લગ્નમાં ક્રિકેટ જેવા અનેક કાર્યક્રમો યોજાયા રહ્યા છે.
ગુજરાતમાં કોરોના બોમ્બ ફૂટ્યો હોય તેવુ લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 9941 કેસ સામે આવતા ત્રીજી લહેરની ઘાતક શરૂઆત થઈ ગઈ છે. આજે સૌથી વધુ અમદાવાદમાં 3904 કેસ સામે આવ્યા છે જ્યારે સુરતમાં 2770 કેસ તો વડોદરામાં 862 કેસ અને રાજકોટમાં 375 કેસ સામે આવ્યા છે.
ગાંધીનગરમાં 244 કેસ, ભાવનગરમાં 156 કેસ સામે આવતા તંત્ર સતર્ક બની ગયું છે. કોરોનાને કારણે લાંબા સમય બાદ 4 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં 3,449 દર્દીઓ કોરોનાને માત આપી હેમખેમ ઘેર પરત ફર્યા છે. જ્યારે 51 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 43726 પર પહોંચી ગઈ છે. આજે ઓમિક્રૉનનો એક પણ કેસ નોંધાયો નથી.અત્યાર સુધી રાજ્યમાં 10,137 લોકોના મૃત્યુ તો કુલ 8,31,855 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આજે રાજ્યમાં 3.02 લાખ લોકોને વેક્સિન અપાતા કુલ 9.41 કરોડ રસીના ડોઝ આપી દેવામાં આવ્યા છે.
કયા જિલ્લામાં કેટલા કેસ?
જો જિલ્લા પ્રમાણે કોરોના કેસોની વાત કરીએ તો અમદાવાદે તો જાણે કોરોના કેસોના મામલે ભગવાન ભરોસે થઈ ગયું હોય તેવુ લાગી રહ્યું છે. સૌથી વધુ અમદાવાદમાં 3904 કેસ, સુરતમાં 2770 નવા કેસ અને હવે ચિંતાજનક વડોદરામાં 862 કેસ નોંધાયા છે. રાજકોટમાં 375 કેસ, ગાંધીનગરમાં 244 કેસ, ભાવનગરમાં 156 કેસ, જુનાગઢમાં 50 કેસ, જામનગરમાં 101 કેસ, વલસાડમાં 218 કેસ, ભરૂચ 217 કેસ, નવસારી 147 કેસ, કચ્છ 105 કેસ મોરબી 102 કેસ, આણંદ 98 કેસ, ખેડા 94 કેસ, મહેસાણા 63 કેસ, દ્વારકા 56 કેસ, બનાસકાંઠામાં 53 કેસ, પાટણમાં 49 કેસ, ગીર સોમનાથમાં 38 કેસ, સાબરકાંઠામાં 35 કેસ, સુરેન્દ્રનગરમાં 34 કેસ, દાહોદમાં 30 કેસ, અમરેલીમાં 26 કેસ,પંચમહાલમાં 26 કેસ, મહીસાગરમાં 20 કેસ,નર્મદામાં 20 કેસ, તાપીમાં 19 કેસ,પોરબંદરમાં 14 કેસ, અરવલ્લીમાં 7 કેસ, ડાંગમાં 5 કેસ , બોટાદમાં 2 કેસ, છોટા ઉદેપુરમાં 1 કેસ નોંધાયો છે.કોરોના મુદ્દે મુખ્યમંત્રી નિવાસ સ્થાને ઈમરજન્સી બેઠક
ગુજરાતમાં કોરોના કેસોમાં એકદમ ઉછાળો આવ્યો છે. સરકાર કોરોનાના ટોપ ગેયર ઉપર બ્રેક મારવા તમામ પ્રયાસ કરી રહી છે. ત્યારે આજે મળેલી કેબિનેટ બેઠક બાદ પણ કોરોનાના કેસ વધવાને મામલે CM નિવાસસ્થાને તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી છે. મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓને હાજર થવા સુચન આપ્યું હતું. કોરોના કાળમાં સરકારની કામગીરી અને આગામી આયોજન મુદ્દે આ ઈમરજન્સી બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. બેઠક માટે તમામ મંત્રીઓ મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચી ગયા હતા.
ભારતમાં કોરોના ફરી મચાવશે તબાહી? કેસ 2 લાખની નજીક
દેશમાં કોરોના બેકાબૂ ઝડપે વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1,94,720 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 442 લોકોના મોત થયા છે. જો કે, આ સમય દરમિયાન 60406 કોરોના દર્દીઓ સાજા થયા છે. આ પછી દેશમાં કોરોનાના કુલ કેસ વધીને 3 કરોડ 60 લાખ 510 થઈ ગયા છે જ્યારે સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 9 લાખ 55 હજાર 319 થઈ ગઈ છે.જ્યારે ઓમિક્રોનના કેસ વધીને 4868 થઈ ગયા છે.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો કે રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદા રહેશે.
બંધ સ્થળોએ યોજાતા સમારોહ જગ્યાની ક્ષમતાના 50% પણ વધુમાં વધુ 150 વ્યક્તિઓની સંખ્યામાં યોજી શકાશે.
લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં 150 વ્યક્તિઓની મર્યાદા નક્કી કરવામાં આવી છે.
આ ફેરફારો એટલે કે તારીખ 12મી જાન્યુઆરી 2022થી અમલમાં આવશે અને 22મી જાન્યુઆરી 2022 સવારે 06:00 વાગ્યા સુધી અમલમાં રહેશે.