કપરાડા તાલુકાના સુખાલા ગામે સમભાવ સત્સંગ પરિવાર આયોજીત સમૂહ લગ્ન મહોત્સવમાં 51દિકરીઓ પ્રભુતામાં પગલા પાડ્યા હતાં.

0
554

કપરાડા તાલુકાના સુખાલા ગામે સમભાવ સત્સંગ પરિવાર આયોજીત સમૂહ લગ્ન મહોત્સવમાં 51દિકરીઓ પ્રભુતામાં પ્રભુતામાં પગલા પાડ્યા હતાં.

આંતરરાષ્ટ્રીય કથાકાર પરમપુજ્ય શરદભાઈ (દાદા) ના સંકલ્પ સાથે આશિષ વ્યાસ નેતૃત્વમાં આદિવાસી ક્ષેત્ર સમાજ દેવાના બોજા નીચે દબાય નહી અને સમાજ સમૃદ્ધ અને સુખમય રહે તેવા શુભ આશયથી દર વર્ષે ૫૧ જોડી યુવક યુવતી માટે સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવે છે

જે પૈકી આ વર્ષે પણ સતત ૧૦મો સમૂહ લગ્નોત્સવ ઉજવાયો જેમા રક્તદાન શિબિર અને નેત્રયજ્ઞ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું

આ સમૂહ લગ્નમાં શરદભાઈ વ્યાસ, પૂર્વ IPS વણઝારા, કલાબેન મોહનભાઈ ડેલકર, (સાંસદ દાદરા નગર હવેલી સેલવાસ) અભિનવ ડેલકર, વલસાડ ભીડભંજન મહાદેવ ટ્રસ્ટના શિવાજી મહારાજ શહિત આમંત્રિત મહેમાનો વરરાજાઓ સાથે વરઘોડામાં જોડાય હતા. વરરાજા ઓને સાઈ બાબા ના દર્શન કરી લગ્નના મડંપ પહોંચ્યા બાદ લગ્નની વિધિ બ્રાહ્મણ દ્વારા કરવામાં આવી હતી. વરરાજાની જેમ કન્યાઓને વરઘોડો લઈ લગ્નના મંડપ પ્રસ્થાન કરાવ્યું હતું.

પૂર્વ IPS ડી જી વણઝારા એ જણાવ્યું કે શરદભાઈ વ્યાસ કથાના માધ્યમ થીનું હિન્દુ સમાજ સનાતન ધર્મ માટે એક કરવાનું કામ કરી રહ્યા છે.એને આપણે અભિવાદન કરવું જોઈએ.હિંદુ સમાજની પરંપરા પ્રમાણે કોઈ પણ જાતી હોય લગ્ન ની એક જ વિધિ છે આપને ત્યાં લગ્ન એ કરાર નથી અન્ય ધર્મો માં લગ્ન વિધિ એ કરાર છે જયારે હિંદુ સમાજ નો જે લગ્ન છે તે વૈદિક વિધિ છે અને લગ્ન એ એક સંસ્કાર માનવામાં આવે છે એક લાંબી ચાલતી પ્રક્રીયા છે એમાં ખાલી બે જીવો જ એક થતા નથી એમાં બે પરિવાર એક થાય છે ત્યારે આર્થિક સંકડામણ ને કારણે ઘણીવાર લગ્ન વિધિ એટલે કે સંસ્કાર વિધિ કરી શકતા નથી તેઓ માટે આવા સમૂહ લગ્ન જ ખુબ ઉત્તમ કહી શકાય એમ છે.

22 તારીખે અયોધ્યામાં 500 વર્ષ પછી રામ લલ્લા પોતાના ઘરમાં પ્રવેશ કર્યો ત્રેતા યુગમાં ભગવાન રામ લંકા વિજય કરી ત્યારે અયોધ્યામાં ઉત્સવ દિવા પ્રગટ્યા નાચ્યાં મસ્ત થયા હતા. જ્યારે 500 વર્ષ પછી રામલલ્લા પોતાના ગર્ભ ગૃહ પ્રવેશ્યા તો આખું હિન્દુસ્તાન રામહોત્સવ છવાય ગયો.આખા દેશમાં રામહોત્સવ ચાલે છે. ત્યારે હું અહી આવ્યો તો શરદભાઈ વ્યાસ પ્રેરિત સમભાવ સત્સંગ પરિવાર દ્વારા 10 મો 51 દિકરીઓનો સમુહલગ્ન મહોત્સવ એક બાજુ અયોધ્યામાં રામહોત્સવ પૂરો થયો છે.ત્યારે સુખાલામાં સાંઈ મંદિરના આંગણે લગ્નમહોત્સવ ઉજવાય ગયો છે.

નવપરણિત યુગલને સહનશક્તિ જાળવવા નો આપ્યો જીવન મંત્ર દરેક પરિવાર માં પતિ પત્ની વચ્ચે ઝગડા થાય છે.જ્યાં પ્રેમ છે ત્યાં ઝગડા થાય છે.લાંબો ઝગડા ના થાય તે માટે શું કરવું પત્ની પતિ 2 વ્યક્તિ માંથી એક વ્યક્તિ મૌન ધારણ કરવું. બન્ને ગુસ્સે થાય તો ઘર સળગી જવાનું ગૃહસ્થ જીવનમાં એકબીજા જીવન સારી રીતે પસાર કરે એ જરૂરી વિશેષ મહત્વ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

રદભાઈ વ્યાસ દ્વારા નવદંપતિને આશીર્વાદ
અને સત્કાર્યમાં સહભાગીઓ આભાર માન્યો હતો. ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત સન્નમાન કરવામાં આવ્યું હતું મોઘવારીના સમયમાં ખાસ કરીને મોટા લગ્નમાં થતા મોટા ખર્ચાઓ આર્થિક રીતે નબળા પરિવારો માટે બોજ સમાન બની જાય છે. ત્યારે આવા ખર્ચાઓ નાબૂદ થાય અને ગરીબ પરિવારો પણ પોતાના દીકરા દીકરીને ઉલ્લાસ સાથે લગ્ન કરાવી શકે .

આ મોંઘવારી ના સમયમાં લગ્નના લાયક દિકરીઓને પરણાવવા માટે તેના માતા-પિતાને આર્થીક સમસ્યાઓ ખુબજ મોટી સમસ્યા હોય છે. સમસ્યાને ધ્યાનમાં રાખી પૂ. શરદભાઈ વ્યાસ દ્વારા પ્રતિવર્ષ પ૧ દિકરીઓને સન્માનભેર પરણાવવાનું તથા ઘર વખરીનો સામાન વસ્ત્રો – કરીયાવર રૂપે આપવામાં આવે છે

આશિષ વ્યાસ દ્વારા સમૂહ લગ્ન માટે દિવસોથી ભારે જહેમત કરી સફળતા પૂર્વક આયોજન કરાયું હતું.

ઉલ્લેખનીય છે કે સમુહ લગ્ન માટે સ્થાનિક ફંડ ફાળો લેવામાં આવતો નથી. કન્યાદાનની વસ્તુઓ સ્ટીલ કબાટ મંગળસુત્ર ચાંદીનું પાનેતર સાડી સ્ટીલ બેડુ થાળી, વાટકી,ગ્લાસ દિવાલ ઘડિયાળ-કાંડા ઘડીયાલ વરરાજા માટે-સફારીસુટ અને ઘડિયાળ આ સમુહ લગ્નનો તમામ ખર્ચ પૂ. શરદભાઈ વ્યાસના ભકતો અને સ્નેહીઓ દ્વારા કરવામાં આવિયો હતો.

કલાબેન મોહનભાઈ ડેલકર, (સાંસદ દાદરા નગર હવેલી સેલવાસ) જણાવ્યું કે સમાજ માટે ધર્મ માટે વિકાસ માટે જ્યારે પણ જરૂરી પડે સંપૂર્ણ સહકાર આપવા ની ખાતરી આપી હતી.

સમુહ લગ્નમાં મુંબઈ દેશ વિદેશના અને ગુજરાત માંથી અનેક મહાનુભવો ઉપસ્થિત રહી નવદંપતિઓને આશિર્વાદ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

આંતરરાષ્ટ્રીય કથાકાર પરમપુજ્ય શરદભાઈ (દાદા) ના સંકલ્પ સાથે આશિષ વ્યાસના નેતૃત્વમાં આદિવાસી ક્ષેત્રમાં સમૃદ્ધ અને સુખમય રહે તેવા શુભ આશયથી દર વર્ષે ૫૧ જોડી યુવક યુવતી માટે સમૂહ લગ્ન નું આયોજન કરે એ મહાન કાર્ય ને બિરદાવ્યું . મહોત્સવનું સુચારુ અને સફળતા સંયોજન આયોજન પૂ.આશિષભાઈ વ્યાસે કર્યું પ્રકાશભાઇ પટેલે લગ્ન મહોત્સવને સફળતા આપી હતીઆજે સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં સહયોગ આપનારા દાતાઓ તેમજ સેંકડો ની સંખ્યામાં યુવક યુવતીઓના સગાવહાલા ઓ હાજરી આપી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here