નવસારી તાલુકાના પડઘા ગામે શ્રી રણછોડજી મંદિરે કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની ૮૦૬ મી શ્રીમદ્દ ભાગવત કથામાં ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈ , શ્રી ભુરાભાઈ શાહ (ભા.જી.પ્રમુખ) , શ્રી ભીખુભાઇ આહીર (જી.પં.પ્રમુખ) , જીગ્નેશભાઈ દેસાઈ (એન.જે.સુરત) ,પડઘા ગામના ઘર દીવડા એવા જીગ્નેશભાઈ નાયક (જીલ્લા ભાજપ મહામંત્રી) ઉપસ્થિત રહ્યા હતા.પ્રાસંગિક ઉદબોધન કરતા ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈ એ કહ્યું હતું કે ૪૭ વર્ષોથી વ્યાસપીઠ પર એકધારા બેસીને કથાકાર પ્રફુલભાઈ શુક્લ એ વિશ્વમાં સનાતન ધર્મ ની ધજા લહેરાવી છે.હિંદુ સંસ્કૃતિ નું જતન કર્યું છે.અને માર્ગ ભૂલેલા ને માર્ગદર્શન આપ્યું છે.આજ પડઘા ગામમાં પ્રફુલભાઈ શુકલની ૧૦૦૦ મી કથા થાય એવી અભ્યર્થના વ્યક્ત કરૂ છું.૧૦૮ દિવડાની મહાઆરતી માં સૌ મહેમાનો જોડાયા હતા.અને કથાના પ્રથમ દિવસને વિરામ આપવામાં આવ્યો હતો.