સરકારી વિનયન કોલેજ , કપરાડા ખાતે ઉદીશા/પ્લેસમેન્ટ ફેર અંતર્ગત વિદ્યાર્થીઓમાં ઇન્ટર પર્સનલ સ્કીલ નો વિકાસ થાય તે માટે સમાજસેવા અને ગાંધીવિચાર વિષય પર સેમીનારનું આયોજન થયું.

0
184

  • મુખ્ય વક્તા તરીકે ધરમપુર નાં પ્રસિદ્ધ સમાજસેવક શ્રી નીલમભાઈ પટેલ તથા તેમના સાથી શ્રી અજયભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા
  • ઇન્ટર પર્સનલ સ્કીલ નો વિકાસ થાય તે માટે સમાજસેવા અને ગાંધીવિચાર વિષય પર સેમીનારનું આયોજન થયું.

સરકારી વિનયન કોલેજ કપરાડા ખાતે તા 11/01/22 ના રોજ ઉદીશા/પ્લેસમેન્ટ ફેર અંતર્ગત વિદ્યાર્થીઓમાં ઇન્ટર પર્સનલ સ્કીલ નો વિકાસ થાય તે માટે સમાજસેવા અને ગાંધીવિચાર વિષય પર સેમીનારનું આયોજન થયું.

જેમાં મુખ્ય વક્તા તરીકે ધરમપુર નાં પ્રસિદ્ધ સમાજસેવક શ્રી નીલમભાઈ પટેલ તથા તેમના સાથી શ્રી અજયભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા. તેઓશ્રી એ ગાંધીવિચાર અને સમાજ સેવા સંદર્ભે વિસ્તૃત વાતો રજૂ કરી. સાથે તેમનાં દ્વારા થતાં વિવિધ કાર્યોથી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા. શ્રી નીલમભાઈએ ગાંધીવિચારનું આજના સમયમાં પણ કેટલું મહત્વ છે તે બાબતે વિવિધ દષ્ટાંત આપી સમજ આપી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉદીશા/પ્લેસમેન્ટ ફેર ના કોર્ડીનેટર શ્રી દિપકભાઇ પટેલે , સ્વાગત પ્રવચન ડો.પ્રફુલભાઈ કુરકુટિયા સાહેબે તથા આભારવિધિ ડો. મેઘના ધારણે દ્વારા કરવામાં આવી. કાર્યક્રમમાં કુલ 76 જેટલાં વિધાર્થીઓએ હાજરી આપી. સમગ્ર કાર્યક્રમ આચાર્ય શ્રી ડો. ડી. એન. દેવરી સાહેબશ્રી ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો.

Ad…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here