વલસાડ જિલ્લાના LCBએ કરેલા એક વિદેશી દારૂના કેસમાં એક બુટલેગરનું નામ ન ખોલવા માટે રૂ 5 લાખની માંગણી વલસાડ LCBના કોસ્ટબલે કરી હતી.

0
192

  • 3 લાખની લાંચ લઈ કોન્સ્ટેબલ ભાગ્યો:ACBની ટીમે પીછો કર્યો તો કોન્સ્ટેબલ ગાડી અને રૂપિયા ભરેલી બેગ મૂકી ફરાર
  • ભરૂચ ACBના હાથે લાગતા ભરૂચ ACBની ટીમે ઉદવાડા હાઇવે પાસે આવેલા સર્વિસ ઉપર એક ગેરેજ પાસે લાંચનું છટકુ ગોઠવ્યુ હતું.
  • 5 લાખની લાંચની માંગણી કરી હતી. જે રકઝકના અંતે રૂ. 3 લાખ આપવાના નક્કી કરવામાં આવ્યું હતું.
  • ભરૂચ ACBની ટીમે વલસાડ ACBના કોસ્ટબલ આશીષભાઈ કુવાડીયાને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લામાં ભરૂચ એસીબીની ટીમે ગોઠવેલા
છટકા દરમિયાન ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. બુટલેગર
પાસેથી 3 લાખ રૂપિયાની લાંચ સ્વીકારી ફરાર
થયેલા વલસાડ એલસીબીના કોન્સ્ટેબલને ઝડપવા
એલસીબીની ટીમે પીછો કર્યો હતો. પરંતુ, કોન્સ્ટેબલ
એસીબીની ટીમને હાથતાળી આપી ગાડીમાં ફરાર થઈ
ગયો હતો. આગળ જતાં એસીબીની ટીમને ખાલી
ગાડી અને ગાડીમાં રહેલી રોકડ રકમની બેગ મળી
હતી. એસીબીની ટીમે કોન્સ્ટેબલને વોન્ટેડ જાહેર કરી
વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડ જિલ્લાના LCBએ કરેલા એક વિદેશી દારૂના
કેસમાં એક બુટલેગરનું નામ ન ખોલવા માટે રૂ 5
લાખની માંગણી વલસાડ LCBના કોસ્ટબલે કરી હતી.
બુટલેગર અને LCBના કોસ્ટબલ વચ્ચે ચાલેલી લાંબી
ચર્ચા બાદ મામલો 3 લાખમાં પૂરો કરવા નક્કી કરવામાં
આવ્યું હતું. બુટલેગર લાંચની રકમ આપવા માંગતો ન
હોવાથી ACBમાં ઓનલાઈન ફરિયાદ કરી હતી. જે
ફરિયાદ ભરૂચ ACBના હાથે લાગતા ભરૂચ ACBની
ટીમે ઉદવાડા હાઇવે પાસે આવેલા સર્વિસ ઉપર એક
ગેરેજ પાસે લાંચનું છટકુ ગોઠવ્યુ હતું. જેમાં કોસ્ટબલ
લાંચની રકમ સ્વીકારી ગાડીમાં ફરાર થઇ ગયો હતો.

ભરૂચ ACBની ટીમે પીછો કરતા LCBનો કોસ્ટબલ
હાઇવે ઉપર કાર અને રૂપિયા મૂકી ફરાર થઇ ગયો
હતો. ભરૂચ ACBની ટીમે આરોપીને વોન્ટેડ જાહેર કરી
આગળની તપાસ હાથ ધરી છે.
આ કામનો ફરીયાદી અગાઉ વિદેશી દારૂનો ધંધો કરતો
હોય અને હાલ દારૂનો ધંધો ન કરતો હોવા છતાં આ કામના આરોપીએ વલસાડ જીલ્લામાં દારુના કેસોમાં ફરીયાદીનુ નામ ખોટી રીતે ખોલી ખોટા કેસો કરવાની ધમકી આપી રૂ. 5 લાખની લાંચની માંગણી કરી હતી. જે રકઝકના અંતે રૂ. 3 લાખ આપવાના નક્કી કરવામાં આવ્યું હતું. જે લાંચની રકમ રૂ.3 લાખ ફરીયાદી LCBના લાંચિયા કોસ્ટબલને આપવા માંગતા ન હતો. જેથી ફરીયાદીએ ACBની ઓનલાઈન હેલ્પ લાઇન ઉપર ફરિયાદ કરી હતી. જે ફરિયાદ ભરૂચ ACB પોલીસની ટીમને મળતા ફરિયાદીને ભરૂચ ACB
પોલીસ મથકે બોલાવી તમામ પુરાવા ચેક કરી ACB
પોલીસ મથકે ફરિયાદ લીફહી હતી. જે ફરિયાદીની
ફરિયાદના આધારે ભરૂચ ACBની ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. ભરૂચ ACBની ટીમ ઉદવાડા ઓવરબ્રીજ ઉતરી ડાબી બાજુ સર્વિસ રોડ પર આવેલ ગેરેજ નજીક સર્વિસ રોડ ઉપર લાંચ નું છટકું ગોઠવ્યું હતું. જેમાં વલસાડLCBના કોન્ટેબલ આશીષભાઈ માયાભાઈ કુવાડીયા લાંચની 3 લાખની રકમ ચાલુ ગાડીએ સ્વીકારી ACBની ટીમને હાથ તાળી આપી ભાગી ગયો હતો. આશીષભાઈ માયાભાઈ કુવાડીયાને ACBનું છટકું હોવાની જાણ થતાં હાઇવે ઉપર ગાડી મૂકી ફરાર થઇ ગયો હતો. ભરૂચ ACBની ટીમે વલસાડ ACBના કોસ્ટબલ આશીષભાઈ માયાભાઈ કુવાડીયાને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.

દારૂ કેસમાં લાંચ લેનાર પોલીસની કારમાંથીજ દારૂમળ્યો

વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા આશિષ માયાભાઈ કુવાડીયાએ દારૂના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 5 લાખ રૂપિયાની લાંચની માંગી હતી. અંતે રકઝક બાદ ૩લાખ આપવાનું નક્કી થયું હતું. પરંતુ પોતે દારૂનો ધંધો છોડી ચૂક્યો હોય લાંચની રકમ આપવા માગતા ન હોય આ અંગેની ફરિયાદ ભરૂચ ACBને કરાતા PSI એસ.વી.વસાવા તથા તેમની ટીમે સોમવારે બપોરે ઉદવાડા ઓવરબ્રીજ પાસે છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન LCBના કોન્સ્ટેબલ આશિષ માયાભાઈ કુવાડીયાએ નક્કી કરેલ વ્યક્તિ પાસેથી લાંચની ર3 લાખની રકમ લઈ પોતાની કાર નંબર GJ21-AA-9215 માં મુકવા જણાવી લાંચની રકમ સ્વીકારી હતી. પોતાની કારમાં લાંચના રૂપિયા મુકાવ્યા બાદ આશિષ કુવાડીયાને પોતે ACBના છટકામાં ભેરવાયા હોવાની જાણ થતા જ કાર તથા રૂપિયા છોડી તે ફરાર થઇ ગયો હતો. ફરાર પોલીસ કોન્સ્ટેબલ આશિષ કુવાડીયાને શોધવા દરમિયાન ACBને તેની કારની તપાસ કરતા ડીકીમાંથી દારૂની 4બોટલ મળી હતી. આમ ACBના છટકામાં આવ્યા બાદ કારમાંથી દારૂનો જથ્થો મળી આવતા ACBએ પારડી પોલીસને જાણ કરતા પારડી પોલીસ ઘટના સ્થળે પહોંચી દારૂ અને કાર કબજે લઈ પોલીસ કોસન્ટેબલ વિરુદ્ધ પ્રોહીબિશનનો પણ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here