ચેકીંગ 2470 ઘર વપરાશ, કોમર્શિયલ, ખેતી સહિતના કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી 51 કનેક્શનમાં વીજચોરી જણાતા રૂ.15.20 દંડ
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોઢાના ગ્રામ્ય વિસ્તારમાં વીજચોરી અંગેની ફરિયાદોને લઇને
GUVNL and DGVCL ની વિજિલન્સની 38 ટીમ, પોલીસ એક્સ આર્મીમેન 6 વાહનો અને વીજ કંપનીના અધિકારીઓ સાથે ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ ટીમ સાથે સવારથી વીજચેકિંગ કામગીરી શરૂ કરવામાં આવી હતી.જેમાં 2470 ઘર વપરાશ, કોમર્શિયલ, ખેતી સહિતના કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી 51 કનેક્શનમાં વીજચોરી જણાતા રૂ.15.20 લાખ થી વધુ બિલ ફટકારવામાં આવતા વીજચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.ગુરુવારની વહેલી સવાર ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવતા અનેક લોકો ઝપટે ચડી ગયા હતા. નાયબ ઈજનેર વિજિલન્સ કોર્પોરેટ સુરત કે કે પરમાર આમ તંત્ર દ્વારા વીજચોરી કરતા તત્વો સામે હજીપણ કડક કાર્યવાહી કરવામા આવશે તેમ વીજ તંત્રે જણાવ્યું હતું.
GUVNL and DGVCL ની વિજિલન્સની