ગુજરાતમાં 1700 શાળાઓ બંધ થતાં વડાપ્રધાનને લેખિત રજૂઆત

0
186

  • ગુજરાતમાં જિ.પંચાયત હસ્તકની 1700 શાળા બંધ થઇ અને શિક્ષણમાં ભરતી પ્રક્રિયા ભ્રષ્ટ થઇ સાથે હજારો જગ્યા ખાલી છે.

ગુજરાતમાં 1700 શાળાઓ બંધ થતાં વડાપ્રધાનને લેખિત રજૂઆત મોટાપોંઢા કોલેજના નિવૃત આચાર્યએ વડાપ્રધાનને પત્ર લખી પ્રશ્નોથી વાકેફ કર્યા

1થી 12 અને કોલેજોની વિવિધ શાળાઓ બાબતે, સેલ્ફ ફાઇનાન્સ શિક્ષણ ધો.1થી 12 અને વિવિધ વિદ્યાશાખાની કોલેજો બાબતે,સરકારી ગૌચરણની જમીનો તથા ગેરકાયદેે ટ્રસ્ટો,ધર્મસ્થાનો દ્વારા પચાવી પાડેલી જમીનો બાબતે રજૂઆત કરી

નહેર ,બ્રિજ,તળાવો રોડ,સરકારી બિલ્ડીંગોના કામો જેમને પણ મળે તેની જવાબદારી બાંધકામ પૂર્ણ થયેથી 5 વર્ષની ગેરંટી,રિપેરિંગ સાથે લેવી જોઇએ.હજુ ઉંડાણ વિસ્તારોમાં નેટવર્ક નથી.

વલસાડ જિલ્લાના કપરાડા ની મોટાપોંઢા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના નિવૃત આચાર્ય અને શિક્ષણવિદ બી.એન.જોષીએ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી ભરતીના અભાવે 1700 શાળાઓ બંધ થવા અંગે રજૂઆત કરી હતી. આ ઉપરાંત શાળા અને કોલેજોમાં સ્ટાફના અભાવે ખાલી જગ્યાના કારણે શિક્ષણ કથળી રહ્યું છે.

પારડી બાલાખાડી સર્જન કોલોનીમાં રહેતા અને શિક્ષણવિદ બી.એન.જોષીએ વડાપ્રધાનને ગુજરાતમાં ચાલતુ શિક્ષણ,ગ્રાન્ટ દ્વારા ધો.1થી 12 અને કોલેજોની વિવિધ શાળાઓ બાબતે,સેલ્ફ ફાઇનાન્સ શિક્ષણ ધો.1થી 12 અને વિવિધ વિદ્યાશાખાની કોલેજો બાબતે,સરકારી ગૌચરણની જમીનો તથા ગેરકાયદેે ટ્રસ્ટો,ધર્મસ્થાનો દ્વારા પચાવી પાડેલી જમીનો બાબતે રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે શિક્ષણ દ્વારા વ્યક્તિ ઘડતર કરવાના બદલે શોષિત સમાજ,અન્યાય સહન કરતો વિદ્યાર્થી નિર્માણ કરીએ છીએ.દા.ત.મેડિકલમાં પી.જી.જગ્યા ભરતી પ્રક્રિયા તપાસવા જેવી છે. ગુજરાતમાં જિ.પંચાયત હસ્તકની 1700 શાળા બંધ થઇ અને શિક્ષણમાં ભરતી પ્રક્રિયા ભ્રષ્ટ થઇ સાથે હજારો જગ્યા ખાલી છે. ધો.1થી 12 અને કોલેજોની વિવિધ શાખાઓમાં હજારો જગ્યા ખાલી છે. આ એક અન્યાય છે. મહેકમ વધારાની વાત જ નથી. બીજી તરફ જાહેર થયેલી યોજનામાં પણ સમયબદ્ધ કાર્યપૂર્ણ થાય તેમજ તેમાં થતો ભ્રષ્ટાચાર દુર થાય તો જ પ્રગતિ દેખાશે. નહેર ,બ્રિજ,તળાવો રોડ,સરકારી બિલ્ડીંગોના કામો જેમને પણ મળે તેની જવાબદારી બાંધકામ પૂર્ણ થયેથી 5 વર્ષની ગેરંટી,રિપેરિંગ સાથે લેવી જોઇએ.હજુ ઉંડાણ વિસ્તારોમાં નેટવર્ક નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here