સાઈ સેવા સહયોગ ગ્રુપ આવધા દ્વારા સાકાર વાંચન કુટીર આવધાના સ્થાપના દિવસ તથા સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ સાકાર વાંચન કુટીર આવધા મુકામે યોજાયો.

0
172

Rainbow warriors Dharampur ગ્રુપ તથા સાઈ સેવા સહયોગ ગ્રુપ આવધા દ્વારા સાકાર વાંચન કુટીર આવધાના સ્થાપના દિવસ તથા સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ સાકાર વાંચન કુટીર આવધા મુકામે યોજાયો.

શ્રીમાન હિતેન ભૂતા સર , સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ તથા ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ વલસાડના સહયોગથી ધરમપુર તાલુકાના આવધા ગામે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયાર કરતાં યુવાન યુવતીઓ માટે ઉપયોગી જરૂરી સાહિત્ય ઉલબ્ધ કરાવવા માટે સાકાર વાંચન કુટીર બનાવવામાં આવેલ છે

જેનો સ્થાપના દિવસ 12ની જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જયંતિ હોય આ દિને સાકાર વાંચન કુટીરના સ્થાપના દિવસ તથા સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ તથા યુવાઓને માર્ગદર્શન કાર્યક્રમનું ઉદઘાટન ડૉ.દોલતભાઈ દેસાઈ( સ્વામી વિવેકાનંદ હોસ્પિટલ ધરમપુર)ના હસ્તે કરવામાં આવ્યું.

ડૉ દોલતભાઈ દેસાઈ સાહેબે સ્વામી વિવેકાનંદજી જીવન પ્રસંગો ઝાંખી કરાવી યુવાનોને દેશના વિકાસ માટે પોતાનું યોગદાન આપવા હાકલ કરી હતી. મરઘમાળના સરપંચ રજનીકાંત પટેલે સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ તથા Rainbow warriors Dharampur ગ્રુપની કામગીરીને બિરદાવી ગ્રુપના સૌ સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા. ગામના મેકેનીકલ એન્જિનિયર તથા ગ્રામ પંચાયતના સભ્ય એવા દિનેશભાઈ કુંવરે યુવાનો તથા વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદજીના વધુ માં વધુ પુસ્તકોનો અભ્યાસ કરવો જોઈએ એમ જણાવ્યું હતું. ગામના આગેવાન વિજયભાઈ દળવીએ સાકાર વાંચન કુટીરની ઉપયોગિતા વિશે સમજ આપી સાકાર વાંચન કુટીર આવધા ગામના યુવાનો માટે આશિર્વાદ બનશે એવો વિશ્વાસ વ્યક્ત કરી ગામના વધુ માં વધુ યુવાનોને વાંચન કુટીરનો લાભ લેવા જણાવ્યું હતું.
આ પ્રસંગે આગામી મકરસંક્રાંતિ નિમિત્તે ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ વલસાડ તરફથી સમાજમાં દેહદાન અંગદાન તથા નેત્રદાન અંગે જાગૃતિના સંદેશ વાળી પતંગનું વિતરણ બાળકોને કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉદયભાઈ (દીપ ઝેરોક્ષ ધરમપુર ) પ્રગનેશભાઈ વસાણી (એડવોકેટ) , હિરેનભાઈ પટેલ Rainbow warriors ગ્રુપના સભ્યો ઉમેશ પટેલ , અંકિત પટેલ, મિત્યાંગ પટેલ, જીગુ નાયકા, મનિષ પટેલ , મેહુલ નાયકા, નિરવ પટેલ તેજસ પટેલ , જીગાભાઈ પટેલ, વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
કાર્યક્રમ માં ભોજનની વ્યવસ્થા માટે આવધા ગામના યુવાનો તથા આગેવાનો એ સહયોગ આપ્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન Rainbow warriors Dharampur ગ્રુપના કો. ઓર્ડીનેટર તથા આવધા પ્રા.શાળા ના શિક્ષક શંકરભાઈ પટેલ તથા rainbow warriors Dharampur ગ્રુપના સભ્યો, સાંઈસેવા સહયોગ ગ્રુપ આવધાના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here