ગુજરાતની ત્રીજી લહેરની ઘાતક શરૂઆત થઇ ચૂકી છે. આજે 11 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાતા હડકંપ મચ્યો છે.

0
180

  • આજે 24 કલાકમાં 11,176 કોરોનાના કેસ નોંધાયા છે, તો 5 દર્દીના મોત થયા છે. તો કોરોનાને માત આપીનો આજે કુલ 4285 દર્દી ડિસ્ચાર્જ થયા છે.
  • હાલ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 50612 પહોંચી ગઇ છે. હાલ ગુજરાતમાં કુલ 64 દર્દીઓ વેન્ટિલેટર પર છે, બાકીના તમામ સ્ટેબલ છે. આજે ઓમિક્રોનનો એકપણ કેસ નોંધાયો નથી.

રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો અને દર્દીઓ ઓછા સાજા થતા રિકવરી રેટ ઘટ્યો છે. આજે 93.23 ટકા રિકવરી રેટ નોંધાયો છે. આજે 3,11,217 લોકોને રસી અપાઈ ચૂકી છે. આમ, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 836140 દર્દી સાજા થયા અને કુલ 10142 દર્દીના મોત થયા છે. તો રાજ્યમાં 9,44,44,918 લોકોનું રસીકરણ કરાયું છે.

Ad…

4 જિલ્લાઓમાં કોરોનાની ગંભીર સ્થિતિ

રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 3754 કેસ નોંધાયા છે. તો સુરતમાં 2933, વડોદરામાં 1047 અને રાજકોટમાં 553 કેસ નોંધાયા છે.

કયા શહેર અને જિલ્લામાં કેટલા કોરોનાના કેસ?

અમદાવાદ શહેરમાં 3673, સુરત શહેરમાં 2690, વડોદરા શહેરમાં 950, રાજકોટ શહેરમાં 440, વલસાડમાં 337, ગાંધીનગર શહેરમાં 319, ભરુચમાં 308, સુરતમાં 243, ભાવનગર શહેરમાં 198, જામનગર શહેરમાં 170, નવસારીમાં 155, ગાંધીનગરમાં 134, રાજકોટમાં 133, કચ્છમાં 129, મહેસાણામાં 117, આણંદમાં 103, ખેડામાં 101, વડોદરામાં 97, અમદાવાદમાં 81, પાટણમાં 80, મોરબીમાં 78, બનાસકાંઠામાં 75, ગીર સોમનાથમાં 69, જૂનાગઢ શહેરમાં 68, સુરેન્દ્રનગરમાં 56, અમરેલીમાં 52, સાબરકાંઠામાં 51, જામનગરમાં 46, દાહોદમાં 39, ભાવનગરમાં 38, પંચમહાલમાં 29, દેવભૂમિ દ્વારકામાં 28, મહીસાગરમાં 28, નર્મદામાં 19, જૂનાગઢમાં 17, તાપીમાં 10, અરવલ્લીમાં 5, પોરબંદરમાં 5, છોટા ઉદેપુરમાં 3 અને ડાંગમાં 2 કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે આજે બોટાદમાં એકપણ કોરોના કેસ નોંધાયો નથી

ભારતમાં કોરોનાના દૈનિક કેસમાં ઉછાળો

ભારતમાં કોરોનાના દૈનિક કેસમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. એક દિવસમાં દેશમાં કોરોનાના નવા 2 લાખ 47 હજાર 417 કેસ પોઝિટિવ આવ્યા છે. દેશમાં એક દિવસમાં કોરોનાથી 84 હજાર 479 દર્દી સ્વસ્થ થયા છે. એક દિવસમાં દેશમાં કોરોનાથી 379 ના વ્યક્તિઓના મૃત્યુ નોંધાયા છે. ભારતમાં કોરોનાના હાલ એક્ટીવ કેસ 11 લાખ 17 હજાર 531 છે. ભારતમાં કુલ કેસ 3 કરોડ 63 લાખ 17 હજાર 927 નોંધાયા છે. ભારતમાં કોરોનાથી કુલ સ્વસ્થ દર્દીઓની સંખ્યા 3 કરોડ 47 લાખ 15 હજાર 15 પર પહોંચી છે. દેશમાં કોરોનાથી કુલ 4 લાખ 84 હજાર 757 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. ભારત હાલ પોઝિટિવિટી રેશિયો 13.11 ટકા થયો છે.

ગુજરાતમાં ગઇકાલે નોંધાયેલા કેસના આંકડા

ગઇકાલે 24 કલાકમાં 9941 કેસ નોંધાયા હતા. સૌથી વધુ અમદાવાદમાં 3904 કેસ સામે આવ્યા હતા, જ્યારે સુરતમાં 2770 કેસ તો વડોદરામાં 862 કેસ અને રાજકોટમાં 375 કેસ સામે આવ્યા હતા. જ્યારે ગાંધીનગરમાં 244 કેસ, ભાવનગરમાં 156 કેસ સામે આવતા તંત્ર સતર્ક બની ગયું છે. કોરોનાને કારણે લાંબા સમય બાદ 4 દર્દીઓના મોત થયા હતા. રાજ્યમાં 3,449 દર્દીઓ કોરોનાને માત આપી હેમખેમ ઘેર પરત ફર્યા છે. જ્યારે 51 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 43726 પર પહોંચી ગઈ છે. ગઇકાલે ઓમિક્રૉનનો એક પણ કેસ નોંધાયો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here