અભ્યાસ કરવાની ઉમરમાં ડ્રગ્સના રવાડે ચડેલી ૪૮ યુવતીઓને પોલીસે બચાવી એક નવી જીંદગી આપી છે.

0
175

અભ્યાસ કરવાની ઉમરમાં ડ્રગ્સના રવાડે ચડેલી ૪૮ યુવતીઓને પોલીસે બચાવી એક નવી જીંદગી આપી છે.

ખાધેપીધે સુખી પરિવારની યુવતીઓ ડ્રગ્સની લતમાં દેહવેપારમાં ધકેલાઈ, હોટેલના બેડ સુધી……
તાજેતરમાં અમદાવાદ પોલીસ દ્વારા બિરદાવવાપૂર્વક કાર્ય કરવામાં આવ્યું છે. જેને પરિણામે તેમના વખાણ કરો એટલા ઓછા પડે છે.તેઓએ ડ્રગ્સની લતને પરિણામે બરબાદીના પંથે જઈ રહેલી કેટલીક સારા ઘરની યુવતીઓને બચાવી એક ઉત્તમ કાર્ય કર્યું છે.અત્યારના સમયમાં અનેક યુવક અને યુવતીઓ ડ્રગ્સના રવાડે ચડી ગયા છે.અભ્યાસ કરવાની ઉમરમાં ડ્રગ્સના રવાડે ચડેલી ૪૮ યુવતીઓને પોલીસે બચાવી એક નવી જીંદગી આપી છે.યુવતીઓને ડ્રગ્સની લત એટલે સુધી લાગી ગઈ હતી કે,તે ગમે તે કરવા માટે તૈયાર થઇ જતી હતી.અમદાવાદ પોલીસ ઝોન -૩ ડીસીપી મકરંદ ચૌહાણ અને તેમની ટીમે આ યુવતીઓને ડ્રગ્સ તેમજ દેહવ્યાપારના ચંગુલમાંથી બહાર નીકળવાનું નક્કી કર્યું છે.આ સમગ્ર અભિયાનની શરૂઆત જુલાઈ ૨૦૨૦ માં કાલુપુર સ્થિત આવેલ એક હોટેલમાં રેડ વખતે થઇ હતી.જેમાં એક યુવતી પોલીસના સંપર્કમાં આવી હતી જે ભણતા ભણતા ડ્રગ્સના રવાડે ચઢી ગઈ હતી.ડ્રગ્સની આદતને પૂરી કરવા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર હતી.પોલીસે યુવતીની મજબુરીને ધ્યાનમાં લઈને અન્ય આવી યુવતીઓને આ દલદલમાંથી બહાર કાઢવાનું નક્કી કર્યું હતું.પોલીસે ડ્રગ્સના ઘીનોના ચંગુલમાંથી મુક્ત કરવા અને યુવતીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેમની ઓળખ જાહેર ન થાય તેવી રીતે દરેક યુવતીઓનું કાઉન્સેલિંગ, રીહેબીલીટેશન કરવાનું શરુ કર્યું હતું.ડીસીપી મકરંદ ચૌહાણે અત્યાર સુધીમાં ૪૮ જેટલી યુવતીઓને ડ્રગ્સની લતમાંથી મુક્ત કરવામાં સફળતા મેળવી છે.જોકે ચોંકાવનારી બાબત તો એ છે કે, મોટા ભાગની યુવતીઓ એમ.બી.એ, એમ.બી.બી.એસ અને બી.ટેક જેવા ઉચ્ચ અભ્યાસ કરી રહી હતી.દરેક કોલેજના મિત્રો સાથે કે પાર્ટીમાં ડ્રગ્સના લતે ચડી ગયેલ છે તેમ જણાઈ રહ્યું છે.ડ્રગ્સ ખરીદવા માટે પૈસા પુરા થઇ જતા કેટલીક યુવતીઓ શરીર વેચવા માટે પણ મજબુર થઇ જાય છે.પોલીસ યુવતીઓના નામ કોઈપણ રીતે બહાર ન આવે તે રીતે મદદ માટે તૈયાર છે.ડ્રગ્સના તમામ ગુનેગારોને કડક સજા મળશે.પોલીસના ધ્યાને આવેલ દરેક ડ્રગ્સ પેડલરો સામે કડક કાર્યવાહી કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here